આજના ભાગદોડ વાળા જીવનમાં કોઈની પાસે પોતાના માટે સમય નથી. આપણે પૈસા કમાવાની દોડમાં એટલા વ્યસ્ત બની ગયા છીએ કે ખાવા તથા વ્યાયામ માટે પણ સમય નથી. તેવામાં રોગનું ભોગ બનવું સામાન્ય થઇ ગયું છે. આ રોગોમાં લોહીની વિસંગતતા કારણભૂત છે, એટલે કે લોહી ધીરે ધીરે ખરાબ થવા લાગે છે જે ઘણી બીમારીઓનું ઘર બની શકે છે.
લોહી બગડવાનું સૌથી મોટું લક્ષણ ત્વચાનો રોગ જેવા કે ડાઘ-ધબ્બા ફોડકીઓ, કે સંક્રમણ છે આ બધા લોહી વિકારોના કારણો છે. લોહી સાફ અને પાતળું કરવા માટે ઘણા લોકો દવા લે છે પણ આયુર્વેદિક ઉપચારથી પણ લોહીને સાફ કરી શકાય છે, તો આજે અમે તમને એ આયુર્વેદિક ઉપાય જણાવવા જય રહ્યા છીએ.
જાડું લોહી થવાથી કે લોહી ગંઠાવાથી થતા નુકશાન:
શરીરમાં લોહી જાડું થાય એટલે ચક્કર આવે છે, હૃદય રોગ થઇ શકે છે એટલે કે હાર્ટએટેકની સંભાવના રહે છે, આંખે ઝાંખપ આવે છે, સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન ભારે રક્તસ્રાવ થાય છે, સંધિવાના દુખાવા થાય છે આ ઉપરાંત, માથાનો દુખાવો, હાઈ બ્લડપ્રેશર, ચામડીમાં ખંજવાળ અને કોલેસ્ટ્રોલની સમસ્યા પણ થઇ શકે છે.
લોહી જાડું થતું અટકાવવાના ઉપાય:
લોહી સાફ કરવા માટે પાણી વધુ પીવું જોઈએ કેમકે આપણા શરીરમાં ત્રીજા ભાગનું પાણી છે. શરીરના ઝેરીલા પદાર્થો અને બેક્ટેરિયા બહાર કાઢવા અને શરીરને સાફ કરવા માટે જરૂરી પ્રમાણમાં પાણી પીવું જોઈએ. લોહીની સફાઈ કરવા ઘરમાં વપરાતી વરિયાળીનો ઉપયોગ કરી શકીએ છીએ. આ માટે સરખા ભાગે સાકર અને વરીયાળી લઈને વાટી, આ મિશ્રણને 2 મહિના સુધી સવાર સાંજ પાણી સાથે લેવું. આ દેશી ટીપ્સ થી શરીરમાં લોહીનો પ્રવાહ સારો થાય છે, ચામડીના રોગ દુર થાય છે, આંખોની રોશની વધે છે અને લોહીને સાફ કરે છે.
બને એટલો વધુ પરિશ્રમ- વ્યાયામ અને મહેનત કરો જેથી શરીર માંથી પરસેવો બહાર નીકળે જેની સાથે શરીરની અશુદ્ધિઓ પણ બહાર નીકળે છે. લોહી સાફ કરવાની આયુર્વેદિક દવામાં ઘઉં ના જવારા દવા જેવું કામ કરે છે. તે શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર કાઢીને લોહી સાફ કરે છે.
લાંબા સમય સુધી બેસી રહેવાથી કે કોઈ પ્રવૃત્તિ ન કરવાથી પણ લોહી જાડું થાય છે. જો શરીરમાં લોહીનું યોગ્ય પરિભ્રમણ થતું હોય તો તે ગંઠાતું નથી. હેલ્ધી બ્લડ બનાવવા માટે, દરરોજ ૩૦ થી 45 મિનિટ કસરત કરવી જોઈએ. આ ઉપરાંત યોગ દ્વારા પણ લોહીની ગુણવત્તામાં વધારો કરી શકાય છે.
લોહી સાફ કરવાની આયુર્વેદિક દવામાં ઘઉંના જવારા પણ ઉપયોગમાં લઇ શકાય છે. તે શરીરમાં રક્ત સંચાર ની પ્રક્રિયા નિયમિત બનાવે છે. લસણના એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો શરીરમાં જમા કરેલા મુક્ત રેડિકલને દૂર કરવા માટે મદદરૂપ થાય છે, બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે અને તે લોહીના પ્રવાહને સંતુલિત કરવામાં તેમજ લોહીને પાતળા કરવામાં મદદરૂપ સાબિત થાય છે. કુંવારપાઠું એ લોહીની શુદ્ધિકરણ માટે ખુબ ઉપયોગી છે. એલોવેરાના તાજા રસમાં મધ અને લીંબુનો રસ ભેળવીને સવાર-સાંજ બે વખત પીવું જોઈએ.