આ સામન્ય લગતી વસ્તુ એક-બે નહીં પરંતુ 50 થી પણ વધુ રોગો માટે 100% અસરકારક છે, માત્ર આ રીતે કરો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રોજબરોજની રસોઈમાં નિયમિત રીતે વપરાતી હિંગ માત્ર રસોઈ નો સ્વાદ વધારે છે તેવું નથી. રસોઈમાં વિશિષ્ટ સુગંધ ઉમેરી વાનગીને રોચક બનાવવાની સાથે હિંગ ના ઉપયોગથી ખોરાકના પાચનમાં પણ મદદ થાય છે. આથી જ શાક, કઠોળ, દાળ કે અન્ય વાનગીઓમાં વઘારમાં રાઈ, જીરૂ વગેરે સ્વાદ અનુસાર પરંપરાગત રીતે વપરાય છે પરંતુ દરેક વઘારમાં હિંગનો ઉપયોગ તો કરવામાં આવે જ છે. આથી હિંગ જાણે વઘાર નો પર્યાય બની ગયો હોય તેમ હિંગને ‘વઘાણી’ તરીકે પણ સંબોધવામાં આવે છે.

સામાન્ય સમજ મુજબ હિંગનાં ઉપયોગથી પાચન સુધરે તથા ગેસ ન થાય તેવું માનવામાં આવે છે. ચાલો આજે પેટની તમામ સમસ્યા માટે હિંગના પ્રયોગ વિષે જાણીએ. થોડી શેકેલી હિંગ,કેરીની ગોટલીનો પાવડર, જાંબુના ઠળિયા નો પાવડર, શેકેલી હરડે બધાને ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. અડધી ચમચી ચૂર્ણ ઠંડા પાણી સાથે લેવું. બે ચમચી ખાંડ અને એક ચમચી જીરાનું ચૂર્ણ બનાવી તેમાં હિંગ નાખી છાશ સાથે આપવું. દાડમનો રસ, સંતરાં અથવા મોસંબીનો રસ હિંગ સાથે આપવો. એક રતીભાર શેકેલી હિંગ અને થોડુંક અફીણ, ખડી સાકરનો પાવડર સાથે મેળવી રોગીને આપવાથી સારું પરિણામ મળે છે. રોગીને બહુ જ ફાયદો થાય છે.

હિંગ, લીંડીપીપર, સૂંઠ, લાલ તીખું મરચું (દળેલું) સિંધાલૂણ સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી ભોજન પહેલાં અડધી અડધી ચમચી ચૂર્ણ લેવાથી અજીર્ણ દૂર થશે. ત્રણ ગ્રામ શેકેલી હિંગ અને બે ચમચી સિંધાલૂણ ખાંડી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ભોજન બાદ અડધી અડધી ચમચી લેવું. ઘીમાં શેકેલી બે ચપટી હિંગ, બે ગ્રામ સંચળ (કાલાનમક), ૪ ગ્રામ હરડે, ૪ ગ્રામ અજમો ભેગાં કરી ખાંડી ચૂર્ણ બનાવવું. ભોજન પછી અડધી ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું. જીરૂ, હરડે, સૂંઠ, અજમો અને લીંડીપીપર બધાં બે બે ચમચી અને બે ચપટી હિંગ તેમને ભેગા કરી બરાબર ખાંડી ચૂર્ણ બનાવવું. તેમાંથી અડધી અડધી ચમચી ચૂર્ણ રોજ સવારે-સાંજે પાણી સાથે લેવું.

લીંબુ અથવા સંતરાના રસમાં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, એક ચપટી સિંધાલૂણ અને બે રતીભાર હિંગ મેળવીને લેવાથી એસિડિટીમાં સારો ફાયદો થાય છે.એક ગ્રામ શંખભસ્મ, એક ગ્રામ હિંગ, એક ગ્રામ સૂઠ નો ભૂકો લઈ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણને ગરમ પાણી સાથે લેવાથી એસિડિટી દૂર થાય છે. કાળા મરી, સૂંઠ, હરડે, બહેડા, લીંડીપીપર, આમળા, વાવડિંગ, નાગરમોથ, નાની ઈલાયચી બે દાણા અને તેજપાત બધા દશ દશ ગ્રામ લઈ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં ૧/૪ ચમચી હિંગ મેળવવી. નાળિયેર પાણી અથવા સાદા પાણી સાથે ભોજન પછી અડધી અડધી ચમચી ચૂર્ણ લેવાથી એસિડિટી દૂર થાય છે.

હિરા હિંગને પાણીમાં ઘસી પાણી ગરમ કરી પેટ ઉપર ધીમે ધીમે ચોપડી મસળવાથી આફરો માટે છે. એક ચપટી શેકેલી હિંગ, ૧/૪ ચમચી ઇલાયચીનો ભૂકો લીંબુના પાણી સાથે લેવાથી રાહત થાય છે. એક ગ્રામ હિંગ અને બે ગ્રામ રાઈને ગરમ પાણી સાથે લેવાથી વાયુની છૂટ થઈ જાય છે. સૂંઠ, સોફ, સિંધાલૂણ અને નાની હરડે બધા દશ દશ ગ્રામ, ત્રણ ગ્રામ હિંગ નો પાવડર મેળવી ચૂર્ણ બનાવવું. સવાર-સાંજ અડધી, અડધી ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી આફરો માટે છે

સુંઠ, લીંડી પીપર, નિશીથ, નાની હરડે અને સંચળ દરેક પચાસ પચાસ ગ્રામ લઈ બારીક ખાંડી ચૂર્ણ બનાવવું. તેમાં ચાર ગ્રામ શેકેલી હીરા હિંગ નો પાવડર ભેળવવો. સવાર-સાંજ અડધી અડધી ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે. સંચળ અથવા સિંધાલુણ, કાળા મરી, દશ દશ ગ્રામ, શેકેલી હિંગ ત્રણ ગ્રામ અને દશ ગ્રામ કુટકી નું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. સવાર-સાંજ અડધી અડધી ચમચી ચૂર્ણ ગરમ કરી પાણી સાથે લેવાથી આ સમસ્યા દૂર થાય છે.

લોટમાં મીઠું, હિંગ અને સોડા ભેળવી તે લોટનો રોટલો બનાવી ખવડાવવો તેનાથી કૃમિ નાશ થાય છે. તીખા,ચીકણા અને કડવા પદાર્થો ખાવા આપવા. કાચા ફળ, કાચી શાકભાજી, કાચુ દૂધ (ગરમ કર્યા વિનાનું) વગેરે બિલકુલ આપવા નહીં. હિંગ, ફુદીનો અને આદુની ચટણી બનાવી ભોજન પહેલાં એકલી ખવડાવવી. પાંચ ટીપાં લસણ ના રસમાં બે રતીભાર હિંગ મેળવી ચાર પાંચ દિવસ સવારે નરણે કોઠે પીવડાવાથી કૃમિ મરી જાય છે અને મળ સાથે બહાર નીકળી જાય છે.

ડુંગળીને થોડી શેકીને તેમાંથી રસ કાઢી તે રસમાં એક રતીભાર હીંગ ઉમેરીને રોગીને ચટાડવુ તેનાથી પેટમાં પાણી ભરાવવાની સમસ્યા દુર થાય છે.કારેલાના રસમાં થોડું મીઠું, થોડી વાટેલી રાઈ અને બે રતીભાર હિંગ ભેળવી દરદીને આપવું. બે ગ્રામ હિંગ, પાંચ ગ્રામ નૌશાદર અને પચાસ ગ્રામ જેટલા દાડમડી ના સૂકા પાન આ ત્રણેયનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ સવાર સાંજ એક એક મોટી ચમચી જેટલું પાણી સાથે આપવું. અડધી ચમચી ભાંગરાનો રસ, બે રતીભાર હિંગ, અડધી ચમચી અજમાનો પાવડર આ બધા જ મેળવી તેમાંથી બે ભાગ કરવા, સવાર-સાંજ એક એક ભાગ છાશ અથવા મીઠા સાથે લેવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top