સસણી, દમ, ખસ, ખૂજલી તથા છાતીનું ભરાઈ જવા પર 100% અસરકારક છે આયુર્વેદની આ ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કુદરતી હિંગળો મોટા કટકામાં તથા વજનદાર અને દાણાદાર હોય છે. એ તેજદાર હોય છે હિંગળાને હાથમાં પહેરવા થી હાથ રાતા ઘેરા રંગના થઈ જાય છે. હિંગળો દેતવા પર રાખવામાં આવે તો કાળા રંગનો અથવા બદામી રંગનો દેખાય છે. એ ઠંડો પડતાં ફરી રાતો રંગ ધારણ કરે છે.

હિંગળાને બાળવામાં આવે તો જ્યોત ભૂરા પ્રકાશની દેખાય છે. તે પાણીમાં પીગળતો નથી એ ખનિજ છે. એ પારા તથા સોનાની ખાણમાં થાય છે. બનાવટી હિંગળો પારા તથા ગંધકના મિશ્રણથી પણ થાય છે. ચાલો હવે આપણે જાણીએ હિંગળો કઈ કઈ સમસ્યા કરે છે દૂર. હિંગળો ગુણમાં શોધક તથા સર્વ દોષ નાશક હોય છે.

હિંગળો એ પાચન, વીર્યવૃદ્ધિ કર, ત્રિદોષ નાશક તથા પૌષ્ટિક છે. હિંગળો તાવમાં અપાય છે. તેનાથી વધારે પડતો આવતો તાવ અટકાવાય છે. જ્યારે તાવની અસર મગજ પર થાય છે ત્યારે હિંગળા સાથે જમાલગોટા નાં બીજ ભેળવી ગોળી વાળી અને તે આપવી ઉત્તમ ગણાય છે. ચામડીના રોગોમાં હિંગળા નો લેપ અથવા મલમ ઉત્તમ ગુણ આપે છે. એનાથી જંતુ નાશ પામે છે.

હિંગળો પૌષ્ટિક ગુણ ધરાવતો હોવાથી પેટના રોગો તથા ક્ષય માં વપરાય છે તેમજ સસણી, દમ, શ્વાસ તથા છાતીનું ભરાઈ જવું જેવા રોગો માટે પણ વપરાય છે. આંખની પાપણની કિનારીએ નાની ફોડલી થાય અને તેમાંથી પાણી નીકળ્યા કરે છે તો તેના પર હિંગળાનો મલમ લગાડવાથી ફાયદો થાય છે. પાપણનાં મૂળમાં કીટ હોય છે. તેનો પણ હિંગળાથી નાશ થાય છે.

હિંગળો લગાવવાથી જખમમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તે તાજા જખમ પર રૂઝ લાવે છે તથા જંતુઓનો નાશ કરે છે. ધાધર, ચિત્રી તથા કુષ્ટ વગેરે રોગોમાં હિંગળો ઉપયોગી છે. હિંગળો ખસ, ખૂજલી તથા આગથી બળી ગયેલા ભાગ પર લગાવવાથી ફાયદો કરે છે. એ રક્ત સુધારણા માટે લેવાય છે. દાંતના રોગો મટાડવા પણ એ ઉપયોગી છે.

શુદ્ધ હિંગળો, મરી, નાગરમોથ, સુગંધી વાળો, ટંકણખાર, જવખાર અને શુદ્ધ વછનાગ દરેક સરખે વજને લઈ અરડૂસીના રસમાં મિક્સ કરી નાની નાની ગોળી બનાવી છાંયડે સુકવવી. આ ગોળી સસણી, શ્વાસ, દમ જેવા રોગોમાં આપવામાં આવે છે તેમજ દમના રોગ માટે આ ગોળી આદુંના રસમાં ભેળવીને આપવી એ ઉત્તમ ગણાય છે.

શુદ્ધ હિંગળો અને જાવંત્રી બંને 10-10 ગ્રામ, અફીણ 15 ગ્રામ, ટંકણખાર અને અકકલકરો 5-5 ગ્રામ આ બધુ મિક્સ કરીને નાની નાની ગોળી બનાવવી. આ ગોળી ધાતુ પૌષ્ટિક છે. એ દમ તથા ક્ષયના રોગ માટે વપરાય છે. હિંગળો, પારો, ગંધક, વછનાગ, ટંકણખાર 10-10 ગ્રામ લઈ જીણું ખાંડીને ચિત્રકના ઉકાળામાં નાંખવું. આ ઉકાળો ઠંડો થાય પછી 10-20 મિલિગ્રામ પીવો. આ ઉકાળો વાયુ, પિત્ત અને કફથી ઉત્પન્ન થયેલ રોગો મટાડવા માટે વપરાય છે.

માસિકની તકલીફમાં પણ હિંગળાનો ઉપયોગ થાય છે. દેશી ગોળમાં હિંગળો ભેળવી તેની નાની ગોળી બનાવી જમ્યા પછી નવશેકા પાણી સાથે પીવાથી અટકી ગયેલું માસિક, ફરી ચાલુ થાય છે. માસિક દરમિયાન પેડુમાં થતો દુઃખાવો મટાડવા માટે પણ હિંગળાનો ઉપયોગ થાય છે.

માત્ર પાચનના રોગ જ નહી શ્વસનતંત્રમાં નાડીનાં અનિયમિત સંકેતને કારણે તથા કફ તથા વાયુથી થતાં રોગમાં પણ હિંગળો સારું પરિણામ આપે છે. આથી જ અસ્થમા, બ્રોન્કાઈટીસ, ઉંટાટિયુ-વ્હુપિંગકફ, ખૂબ છીંકો-ખાંસી આવવી જેવી તકલીફમાં હિંગળો વપરાય છે. ફેફસાના રોગ માટે હિંગળો પાણીમાં ઓગાળી પીવાથી ફાયદો થાય છે.

ખોરાક પ્રતિ રુચિ ન થતી હોય કે ખોરાક ખાધા પછી પચતો ન હોય ત્યારે હિંગળો, સૂંઠ, મરી, લિડીપીપર, અજમો, સંચળ, સિંઘાલૂણ, જીરૂ, શાહજીરૂ એમ કુલ આઠ દ્રવ્યોથી બનતું હિંગાષ્ટક ચૂર્ણ ત્રણ-ત્રણ ગ્રામની માત્રા સવાર-સાંજ લેવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top