Breaking News

શું તમને ખબર છે હાર્ટએટેક આવવા પહેલા ના સંકેતો વિશે ? નહિ !! તો જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

હૃદય એકમાત્ર અંગ છે જેને સાંભળી શકિયે છીએ અને અનુભવી શકિયે છીએ. હાર્ટ એટેક વ્યક્તિને ગમે ત્યારે આવી શકે છે. હાર્ટ એટેક આવવાના સંકેત મહિના પહેલા જ શરૂ થઇ જાય છે. હાર્ટ એટેકનુ સૌથી પહેલુ લક્ષણ હોય છે દિલની નિકટ છાતીમાં દુખાવો. આ બાજુઓ જબડુ અને પીઠ સુધી જાય છે. વધુ તનાવથી છાતીમાં ભારેપણુ લાગતુ હોય છે. અને ખાંસી પણ આવે છે.

આરામ કરવાથી કે સોર્બિટ્રેટની ગોળી લેવાથી પણ આ સમસ્યામાં રાહત મળતી નથી.આ પ્રકારનો દુખાવો સામાન્ય રીતે એક કલાકથી વધુ સમય સુધી રહે છે. હાર્ટ એટેક શરૂઆતના લક્ષણોમાંથી એક છે છાતીમાં દુખાવા સાથે સામાન્યથી વધુ પરસેવો આવવો. દર્દીને પહેલાથી કોઈ તકલીફ થતી નથી અને કારણ વગર અચાનક પરસેવો આવવા માંડે છે.

આરામ કરતી વખતે પણ ગભરામણ કે દમ ઘૂંટવો જેવુ અનુભવ કરવુ, હાર્ટ એટેકના મુખ્ય લક્ષણોમાંથી એક હોય છે. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે કે એવુ લાગે છે જેવી તેને શ્વાસ લેવામાં ખૂબ મહેનત કરવી પડી રહી છે. દર્દીનો શ્વાસ ફૂલવાની સાથે જ તેને ખાંસી પણ આવે છે. તેને કફની તકલીફ પણ થઈ શકે છે.આ કફનો રંગ ગુલાબી હોઈ શકે છે. કે તેમા લોહીના નિશાન પણ હોઈ શકે છે. જો એવુ થઈ રહ્યુ છે તો મતલબ છેકે દર્દીના ફેફસામાં લોહી આવી રહ્યુ છે.આ હાર્ટ ફેલ થવાની નિશાની છે.

આંખો સામે અંધારુ છવાય જવુ. આ સમસ્યા બ્લડ પ્રેશર ઓછુ થવુ કે દિલની ધડકન ઓછી થવાને કારણે થઈ શકે છે.તેને બિલકુલ નજર અંદાજ ન કરવી જોઈએ. સાયલેંટ અટેક કોઈપણ લક્ષણ કે બધા લક્ષણ એક સાથે પણ થઈ શકે છે. તેમ છતા હાર્ટ એટેક કોઈપણ સંકેત વગર પણ આવી શકે છે. આ સાયલેંટ હાર્ટ અટેક હોય છે. જે ડાયાબિટીસના દર્દી અને વધુ વયના લોકોમાં જોવા મળે છે.

છાતીમાં નહીં પરંતુ હાર્ટ એટેક પહેલા કેટલાક દર્દીઓએ હાથ, જડબા, દાંત કે માથામાં દુખાવો થવા જેવી ફરિયાદ રહે છે. જો સતત છાતીમાં જ્વલન થાય છે તેમજ ખાવાનું પાચન ન થવું જેવી સમસ્યા થઇ રહી છે. તો સાવધાન રહેવું જોઇએ. કારણકે આ કારણથી હાર્ટ એટેક પણ આવી શકે છે. વારંવાર ઉલટી થવી અને પેટમાં દુખાવો થવો તે પણ હાર્ટ એટેક પહેલા જોવા મળતા લક્ષણોમાં સામેલ છે.

હાથ સિવાય સતત ખભામાં દુખાવો થઇ રહ્યો છે. તેમજ જો પીઠમાં દુખાવો થઇ રહ્યો છે, તો જલદી જ ચેકઅપ કરાવો. કારણકે હાર્ટ એટેક પહેલા કેટલાક દર્દીઓમાં આ લક્ષણ જોવા મળે છે. જો અચાનક જ પેટમાં ગેસ વધવા લાગે અને  પેટ એકદમ ખરાબ. જો કોઈ કામ કર્યું ના હોય અને બેસી જ રહ્યા હોય તો પણ શરીરની અંદર અચાનક જ કમજોરી આવવા લાગે અથવા રોજ જે કામ કરો છો એનો થાક લાગતો નથી પરંતુ આચાનક જ થોડું કામ કરવા ઉપર પણ જો થાક લાગતો હોય એવી અનુભિતી થાય તો આ હાર્ટ એટેકનુ એક લક્ષણ છે.

અસ્થમાના દર્દીઓને શ્વાસ ફૂલવાની તકલીફ હોય છે. પરંતુ જો આવી કોઈ બીમારીથી નથી પીડાઈ રહ્યા અને તે છતાં પણ વારંવાર તમારા શ્વાસ ફૂલી રહ્યા છે. નિયમિક રૂપથી જો જીવ મચલી રહ્યો હોય તો તે હ્રદયનો હુમલો થવાનો જ સંકેત છે. આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખુ ન કરવું, કારણ કે, આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે.

આ સંકેતમાં તમારા સરખી રીતે ભોજન કરવાથી અને સારી ઉંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડી વાર કસરત કરવાથી પણ શ્વાસ ફુલવા લાગે અને તણાવનો અનુભવ થાય છે. જો  હાથ વારં-વાર સુન્ન પડી જાય છે.  તો આ એક હ્રદય રોગનું કારણ બની શકે છે. આ સંકેતને જો અણદેખો કરશો તો પેરાલાઇસિસનો અટેક પણ આવી શકે છે, જેમાં શરીરનો એક ભાગ કામ કરવાનો બંધ થઇ જાય છે.

જો બોલવા મુશ્કેલી અનુભવી રહ્યા છો તો આ હાર્ટ અટેકની ચેતાવણી બની શકે છે. હાર્ટએટેક આવવાના સમયે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં જીવ ગભરાવો, ઉલટી કે અપચો જેવા લક્ષણો વધુ જોવા મળે છે. હાઈ બ્લડ પ્રેશર, વધેલા કોલેસ્ટ્રોલ, ધૂમ્રપાન અને વ્યસનથી શાંત હૃદયરોગના હુમલાની સંભાવના વધે છે. 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!