દેશમાં દિવસેને દિવસે રોગચાળો વધતો જાય છે. દરરોજના કેસો અને મૃત્યુ થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ સમયે હ્રદય રોગ વાળા લોકો તરત જ સંક્રમિત થાય છે. આજે અમે તમને એવો નુસકો જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી તમે ઘરે બેઠા જ જાણી શકશો કે તમારું હ્રદય કેવું સ્વસ્થ અને તંદુરસ્ત છે તેના વિશે. તો ચાલો આપણે જાણીએ હ્રદય ની ચકાસણી કેવી રીતે કરવી.
શું તમને પણ આવી સમસ્યા થાય છે ? : તમને દાદર ચડવાથી અથવા વધારે પડતું ચાલવાથી હાંફ ચડે છે, અવારનવાર છાતીમાં દુઃખાવો થાય છે, કામ કરતી વખતે જલ્દી થાક લાગે છે, શરીરમાં નબળાઈ અનુભવાય છે.
શું ઉંમર બીમારીઓ ઉંમર પર આધારિત હોય છે ? : ઘણા લોકો હજુ એવું માને છે કે, હૃદય રોગની બીમારી ઉંમર વધવાને લીધે થાય છે. ઘણા લોકો પોતાની હ્રદય સ્ક્રીનિંગ કરાવતા નથી પરંતુ હકીકત તો એવી છે કે હ્રદય રોગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે.
હ્રદય ફેલ થવાના લક્ષણો : દર્દીને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થાય છે. દર્દીમાં નબળાઈ અને થાક વધવા લાગે છે. આની ઉપરાંત ઉધરસ, વોટર રીટેન્શન, વજન વધી જવું, ભૂખ ઓછી લાગવી અને વારંવાર પેશાબ જવું પડે આ બધા હ્રદય ફેલ થવાના મુખ્ય લક્ષણો છે.
શું કોરોનાથી હૃદયને પણ નુકસાન થાય છે ? : ઓક્સફોર્ડ જર્નલના અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે ગંભીર કોરોના વાળા લગભગ 50% લોકોને સારું થાય પછી મહિના પછી હૃદયને નુકસાન થાય છે.
આવી રીતે તમે પણ ઘરે જ કરો ટેસ્ટ : યુરોપિયન સોસાયટી કાર્ડિયોલોજી અનુસાર, તમે પરીક્ષણની મદદથી ઘરે જ 90 સેકન્ડમાં તમારું હૃદય સ્વસ્થ છે કે નહીં તે જાણી શકો છો. સંશોધન મુજબ, સ્વસ્થઅને સારું હૃદય ધરાવતા લોકો માત્ર 45 સેકન્ડમાં 60 પગથિયાં ચડી શકે છે. જે લોકો 45 સેકન્ડની અંદર 60 પગથિયાં ચઢે છે તેમને હૃદય રોગથી મૃત્યુ થવાનું જોખમ ઘટી જાય છે.
શું થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ ? : જો તમને 60 પગથિયાં ચડવામાં 90 સેકંડ કરતાં વધુ સમય લાગે છે, તો તેનો મતલબ એવો થાય છે કે તમારું હૃદય પૂરેપૂરું સ્વસ્થ અને સારું નથી. આથી તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 60 પગથિયાં ચડવામાં 90 સેકંડ કરતા વધુ સમય લેતા આશરે 58% લોકોનું હ્રદય ફંકશન અસામાન્ય હોય.
હૃદય સ્વસ્થ અને સારું ન હોવાનો સંકેત : સ્ટીઅર્સ ટેસ્ટ એ તમારા હૃદયના સ્વાસ્થ્યને ચકસવાની એક સરળ રીત છે. જો તમારે 60 પગથિયાં ચડવામાં દોઢ મિનિટથી વધુ સમય લાગતો હોય, તો તેનો મતલબ એવું થાય કે તમારું હૃદય પૂરેપૂરું સ્વસ્થ નથી.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.