સવારે પલાળીને આનું સેવન કોલેસ્ટરોલ, કબજિયાત, સ્ટ્રોક અને હદયરોગનો કાયમી છુટકારો કરવા માટે છે 100% અસરકારક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મગફળીમાં એ બધા જ પોષક તત્વો છે, જે બદામમાં હોય છે. તેથી તેને સસ્તી બદામ પણ કહેવામાં આવે છે. મગફળીમાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે. મગફળીમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર અને પ્રોટીન હોય છે. મગફળી ખાવાથી શરીરને ભરપુર માત્રામાં વિટામીન, પ્રોટીન અને કેલ્શિયમ મળે છે, અને શરીર તંદુરસ્ત રહે છે.

મગફળીને ગરીબની બદામ કહેવામાં આવે છે. મગફળી ખાવાથી શરીરમાં રક્તની ઉણપ દુર થાય છે અને શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ રહે છે. પલાળેલી મગફળી ખાવાથી હાર્ટની સમસ્યા, એસીડીટી, ડાયાબિટીસ, ગેસ જેવી ઘણી સમસ્યામાં ફાયદાકારક છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે મગફળી શા માટે ખાવી જોઇએ.

મગફળી ખાવાથી ચામડીની સમસ્યા દુર થાય છે. મગફળીમાં ઓમેગા 6 ફેટી એસીડ હોય છે જે ચામડીનો રંગ ગોરો અને સારો રાખે છે અને સ્કીનની ચમક વધારે છે. મગફળી ચામડીની કોશિકાઓના ઓક્સીડેશનને રોકે છે સાથે જ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. મગફળીમાં વધારે માત્રામાં ફાયબર અને પોષક તત્વો હોય છે જે શરીરની પાચન શક્તિ અને ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત બનાવે છે. કબજિયાત જેવી પેટની ઘણી બધી સમસ્યામાં મગફળી ફાયદાકારક છે.

મગફળી વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. મગફળી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આને કારણે તમે વધારે ખાતા નથી, જેના કારણે તમારું વજન ઓછું થઈ જાય છે. મગફળી એન્ટીઓક્સીડેંટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ સ્ટ્રોક અને હ્રદય સંબંધી સમસ્યાઓના જોખમને ઘટાડે છે. મગફળીમાં રહેલા ટ્રિપ્ટોફેન ડિપ્રેશનની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

મગફળીમાં મોનોનસેચ્યુરેટેડ અને પૉલીઅનસેચુરેટેડ ચરબી હોય છે. મગફળીમાં જોવા મળતુ ઓલિક એસિડ લોહીમાં બેડ કોલેસ્ટરોલ ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. તે શરીરમાં કોલેસ્ટરોલના સ્તરને પણ સંતુલિત કરે છે. મગફળીમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે. મગફળીના સેવનથી શરીર સ્વસ્થ રહે છે અને હાડકા મજબુત બને છે.

મગફળીના દાણામાં વિટામીન B6 નું પ્રમાણ વધારે હોય છે. નિયમિત મગફળીનું સેવન કરવાથી મગજની તાકાત વધે છે. બાળકોને સવારે પલાળેલી મગફળીના થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામીન યાદશક્તિ તેજ બને છે. પલાળેલી મગફળીમાં ટ્રીપ્ટોફેન નામનું તત્વ હોય છે જે મુડ સારો અને ફ્રેશ રાખે છે. મગફળીના નિયમિત સેવન ગર્ભવતી મહિલા માટે લાભદાયી છે, મગફળીમાં ફોલિક એસીડની માત્ર હોય છે, જે ગર્ભાવસ્થામાં શિશુના વિકાસ માટે ઉપયોગી છે.

મગફળીમાં વિટામિન સી પણ જોવા મળે છે, જે શિયાળામાં શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચાવે છે. દરરોજ મગફળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને શરીરને અંદરથી શક્તિ મળે છે. મગફળી નિયમિત ખાવાથી હ્રદય તંદુરસ્ત રહે છે. પલાળેલા સિંગદાણા બ્લડ સરકયુલેશનને કંટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચાવે છે. માટે હદયની બીમારી વાળા વ્યક્તિઓએ નિયમિત પલાળેલી મગફળીનું સેવન કરવું જોઈએ.

મગફળીમાં ફાઇટોસ્ટેરોલની માત્રા વધુ હોય છે, જેને બીટા-સીટોસ્ટેરોલ તરીકે ઓળખવામાં આવે છે. આ ફાયટોસ્ટેરોલ કેન્સર સામે રક્ષણ માટે અસરકારક છે. મગફળીમાં પૂરીત માત્રામાં પ્રોટીન હોય છે. જે શારીરિક વૃદ્ધી માટે ખૂબ જ જરૂરી છે. જો તમે કોઇપણ કારણસર દૂધ ન પીતા હોય તો મગફળીનું સેવન એક સારો વિકલ્પ છે.

પીઠના દુખાવામાં પણ સવારે પલાળી મગફળીનું સેવન કરવું જોઈએ. મગફળીનો ઉપયોગ આંખો માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં બીર્ટ કેરોટીન મળી આવે છે જેનાથી આંખો તંદુરસ્ત રહે છે. પલાળેલી મગફળી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ દૂર કરવામાં પણ મદદ કરે છે. મગફળીમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. જે સ્કીનની કોશિકાઓને ઓક્સીકૃત થવાથી બચાવે છે, અને સ્વસ્થ રાખે છે. તે સૂર્યના યુવી કિરણોથી પણ બચાવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top