બહારના નાસ્તા આપણી પાચનશક્તિ બગાડી નાખે છે. બહારના નાસ્તા કરવાથી કોઈને અપચો થઈ જાય છે તો કોઈકને ગેસ થાય છે. વારંવાર થતી આ પેટની અનેક સમસ્યાથી પાચનશક્તિ નબળી બની જાય છે અને પાચનશક્તિ નબળી થયા પછી પેટમાં ઘણા બધા રોગો પેદા થાય છે. જીવનશૈલીમાં ફેરફાર અને ખાવાની ખોટી આદતોને કારણે પેટને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે.
ઘણા લોકો કબજિયાત, પેટમાં દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓથી પરેશાન છે. જો તમે પણ પેટની આવી અનેક સમસ્યાઓથી પરેશાન હોય તો ડરવાની જરૂર નાથી. પેટમાં ઉત્પન્ન થતા ગેસને રોકવા માટે તમે એક પીણું બનાવી શકો છો. તો ચાલો આજે આપણે જાણીએ કે તે પીણું કેવી રીતે બનાવવું તેના વિશે.
સામગ્રી : 1 ચમચી લીલી એલચી, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળીનાં દાણા. હવે આપણે જણાઈશું આ પીણું બનાવવાની રીત વિશે. બનાવવાની રીત : આ પીણું બનાવવું આપણાં માટે ખૂબ જ સહેલું છે. પીણું બનાવવા માટે તમારે એક વાસણમાં એક ગ્લાસ પાણી નાંખો. આ પાણીને સરખું ઉકળવા દો. જ્યારે પાણી બરાબર ઉકાળી જાય ત્યારે આ બધી સામગ્રી નાંખો. જ્યારે આ પાણી ચોથા ભાગનું બાકી રહે ત્યાં સુધી ધીમા ગેસ પર ઉકળવા દો. પછી ગેસ બંધ કરીને પાણીને ગરણીની મદદથી ગાળી લો અને તેને અલગ કરો. આ તમારું પીણું તૈયાર છે.
આ પીણાંનું સેવન તમે જમતા પહેલા અને જમ્યા પછી પણ કરી શકાય. જો તમને પેટમાં ગેસની સમસ્યા, પેટનો દુખાવો અને પેટમાં અપચો કાયમી રહેતો હોય તો આ પીણું માત્ર સવારે જ પીવું વધુ સારું છે. આ પીણાંથી થોડા સમયમાં જ તમારા પેટની અનેક સમસ્યાનું સમાધાન લાવશે અને શરીરમાં રાહત નો અનુભવ થશે.
આ પીણાંના ઉપયોગથી પેટમાં દુખાવો અને સોજો થવાની સમસ્યા હોય તેવા લોકો માટે પણ ઉપયોગી છે. આ પીણું તમારા પેટને લગતી દરેક સમસ્યાનો ઇલાજ છે. આ પીણું એસિડિટી હોય કે કબજિયાત દરેક રોગનો ઇલાજ ફક્ત આ પીણાઓથી જરૂર દૂર થાય છે.
જો તમને પેટમાં ચેપ લાગે છે અથવા પાચનની કોઈ સમસ્યા છે, તો તમારે આ પીણાંનું સેવન કરવું જોઈએ. આ પીણાંનું સેવન કરવાથી કબજિયાત, પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થતી નથી.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.