ગંઠોડા નામ તો આપણે સૌ કોઈએ સાંભળ્યું જ હશે, ગંઠોડા એ એક એવી વનસ્પતિ છે કે જેમાં અનેક ઔધષિય ગુણો સમાયેલા હોય છે.તેની તાસીર ગરમ હોય છે જ્યારે સ્વાદમાં આદુ ની જેમ તીખાશ વાળો સ્વાદ ઘરાવે છે,ગંઠોડાના ફળને સૂકવીને તેને ઉપયોગમાં લઈ શકાય છે.
ઘણા લોકો તેના કાચા લીલા ફળનો પણ ઔષધિ તરીકે ઉરયોગ કરે છે.જેને ઘણા લોકો પીપળમૂળી તરીકે પણ ઓળખે છે, ગંઠોડા અને સૂંઠના ચૂર્ણ ખાવાની આપણઆને અનેક લોકો સલાહ આપતા હોય છે. આ બંન્નેના પાવડર સરળતાથી બજારમાં ઉપલબ્ધ હોય છે.
જ્યારે ખૂબ શરદી ખાસી થઈ હોય ત્યારે ગંઠોડાના પાવજરને દૂધમાં મિક્સ કરીને દૂધ ગરમ કરી પીવાથી શરદીમાં મોટી રાહત મળે છે.
જે લોકોને દાંતમાં કે પેઢામાં અસહ્ય દુખાવો થતો હોય તે લોકોએ ગંઠોડાનો પાવડર દાંત પર ઘસવો જોઈએ જેનાથી પીડા ઓછી થઈ જાય છે અને પેઠા પણ મજબૂત બને છે.
ખાસી તથા કફને છૂટો પાડવામાં પણ ગંઠોડા મહત્વનું કાર્ય કરે છે, તેના પાવડર સાથે ગોળ મિક્સ કરીને ખાવાથી જામી ગયેલો કફ છૂટો પડે છે તેથા ખાસી પણ મટે છે. જે લોકોને અસ્થમા અને દમની બીમાકી છે તે લોકોએ ગંઠોડાનું સેવન કરવું જોઈએ જેનાથી શઅવાસ લેવામાં પડતી મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે, સરળકતાથી શ્નાસ લઈ શકાય છે.
નાના બાળકોને ખૂબ જ શરદી ખાસી હોય ત્યારે તેને છાંતી પર ગંઠોના પાવડરની ઘીમાં ગરમ કરીને લગાવવાથી કફ- શરદી અને ખાંસીમાં બાળકને રાહત થાય છે. આ સાથે જ ગંઠોડા અને સાકરનું ચૂર્ણ બનાવની તેનું સેવન કરવાથી એસિડિટી મટે છે.
શરીરના કોઈપણ ભાગના વાયુ કે કફના સોજા પર ગંઠોડાને પાણી સાથે વાટી ગરમ કરીને લેપ કરવો તેનાથી સોજા ઉતરે છે તથા દુખાવો પણ મટે છે.
આ સાથે જ પેટનાં વાયુ, અજીર્ણ, આફરો, અરુચિ વગેરે રોગોમાં ગંઠોડાનું અડધી ચમચી જેટલું ચૂર્ણ મધમાં મિક્સ કરી તેનું સેવન કરવાથી આ બીમારીઓમાં રાહત થાય છે. ગળા માટે ગંઠોડાનો પાવડર રામબાણ ઈલાજ છે, જ્યારે ગળું બેસી ગયું હોય અવાજ ખુલતો ન હોય ત્યારે ગંઠોડા વાળું ગરમ પાણી પીવાથી ગળાનો દૂખાવો તો દૂર થાય જ છે સાથે સાથે ગળું બેસી ગયું હોય તો રાહત થાય છે.
પીપરીમુળને ગંઠોડા પણ કહે છે અને સંસ્કૃતમાં ગ્રંથિક કહે છે. છેડે ડાંડલી અને વચ્ચે ગાંઠવાળું પીપરીમુળ ઉત્તમ ગણાય છે. પીપરીમુળમાં વચ્ચે ગાંઠ છે કે કેમ એ જોઇને લેવા જોઇએ. પાતળી ડાંડલી વધારે હોય તો એ ભેળસેળવાળા પીપરીમુળ હોવાનો સંભવ વિશેષ રહે છે. આવા પીપરીમુળની ઔષધીય અસર પણ ઓછી હોય છે. આ વનસ્પતિની બંગાળ, નેપાળ, આસામ, ઓરિસ્સા, આંધ્ર, મલબાર વગેરે પ્રદેશોમાં ખેતી કરવામાં આવે છે.
ગંઠોડા ૨ ગ્રામ તથા સાકર ૪-૫ ગ્રામ મેળવી સવાર-સાંજ ખાવાથી શ્વાસનું દર્દ શમે છે.પીપરીમૂળ ખરલમાં ૨૪ કલાક સુધી સતત ઘૂંટી લઈ, શીશી ભરી લો. તેમાંથી ૨ ગ્રામ દવા મધમાં રોજ સવાર- સાંજ ખાવાથી શ્વાસનું દર્દ શમે છે. પીપરીમૂળ તથા સૂંઠ સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી ૨ થી ૩ ગ્રામ જેટલું મધ સાથે લેવાથી ઉલટી મટે છે. પીપરીમૂળ તથા એલચી બન્ને સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ૩ ગ્રામ જેટલી દવા મધ સાથે લેવાથી કફજન્ય હ્રદયરોગ મટે છે.