હવે ગોઠણ અને ઘૂંટણના દુખાવાની દવા ખાવાની જરૂર ની પડે, અપનાવો માત્ર આ આયુર્વેદિક ઉપચાર અને કાયમ માટે મેળવો દુખવાથી છુટકારો, ઉપચાર જાણવા અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રચનાની ર્દષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતાં સૌથી વધુ કાર્યરત અને ભારવહન કરતો સાંધો છે. શરીરનાં હલન-ચલન અને ઉભા રહેવા દરમ્યાન પણ ઘૂંટણનો સાંધો ગતિ અને સ્થિતિ બંને માટે મહત્વપૂર્ણ કામ કરે છે. આજની આધુનિક શૈલીથી જીવાતા જીવનમાં ઘૂંટણનાં સાંધામાં ઘસારો અને દુઃખાવાની ફરિયાદ વધુ જોવા મળે છે.

ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય તેને સાંધો (Joint) કહે છે. ઘૂંટણમાં થાયબોન, શીનબોન, ફીબ્યુલા અને નિકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે. આથી જ ઘૂંટણમાં સોજો આવે, દુખાવો થાય, ઘૂંટણની હલન-ચલનની ક્રિયામાં બાધા થાય તે દરેક તકલીફ ઉભી કરે. સામાન્ય ભાષામાં તો ઘૂંટણનો દુખાવો કહેવાય પરંતુ ઘૂંટણનો સાંધાના કયા ભાગમાં તકલીફ છે, તે જાણવું અને તેને અનુરૂપ ઉપચાર કરવો જરૂરી છે.

ઘૂંટણની રચનામાં જોડાયેલા સ્નાયુમાં ઈજા, ખેંચાણ, સોજો હોય કે નિકેપમાં ઈજા થઇ હોય, ડિસપ્લેસમેન્ટ થયું હોય, સાયનોવિયલ ફલ્યુડ ઘટી ગયું હોય, વ્યક્તિનું વજન વધવાથી, અયોગ્ય રીતે ચાલવા, ઉઠવા-બેસવા, રમત-ગમત જેવી અન્ય ક્રિયાઓથી હાડકામાં ઘસારો અથવા અલાયન્મેન્ટમાં તકલીફ થઇ હોય શકે છે.

આથી જ યોગ્ય પરિક્ષણ, વ્યક્તિગત જીવનશૈલી જ્યારે જરૂર જણાય તો રક્ત પરિક્ષણ કરી અને નિદાન થાય છે. રક્તમાં રૂમેટોઈડ આર્થરાઈટીઝ ફેક્ટરની હાજરી હોય, યુરિક એસિડનું પ્રમાણ વધુ હોઈ શકે. આ બધી જ બાબતો-ક્લિનિકલ જજમેન્ટ તથા પ્રકૃતિ પરિક્ષણને આધારે ઘૂંટણનાં સોજા, દુખાવા કે ઘસારા માટે ઉપચારક્રમ નક્કી થાય છે.

જે રીતે બારી-બારણામાં મિજાગરા કામ કરે છે, લગભગ તેવું જ કામ ઘૂંટણનો સાંધો પણ કરે છે. ઉભા રહેવા દરમ્યાન કોઇપણ સ્નાયુનાં વપરાશ વગર માત્ર સાંધો જ આધાર આપે છે. શરીર નીચે નમે, બેસે, ઉઠે ત્યારે ઘૂંટણ વપરાય છે. ચાલવા કે દોડવા દરમ્યાન થડકારો ન આવે તે માટે ઘૂંટણ વપરાય છે, થડકારો ઝીલી અને શોક અબ્ઝોર્બર તરીકે કામ કરતાં કૂર્ચાસ્થિ –મિનિસ્કસ અને આર્ટીક્યુલર કાર્ટીલેજ કુશન જેવું કામ કરે છે.

સાંધામાં જોડાયેલા વિવિધ હાડકાઓનું ચલન ઘસારા વગર થવામાં મદદ કરે છે. આ ઉપરાંત મિનિસ્કસ કાર્ટીલેજ સાથે જોડાયેલી નર્વસ શરીરનું બેલેન્સ જાળવવામાં તથા નીચેના બંને ટિબ્યુલા અને ફિમર હાડકાઓમાં વજન યોગ્ય રીતે વહેંચાય તેનું નિયમન આ નર્વસ કરે છે. આ ઉપરાંત હાડકાઓને એકબીજા સાથે બાંધતા લીગામેન્ટ તથા હાડકા અને લીગામેન્ટને જોડતાં ટેન્ડન્સથી ઘૂંટણનો સાંધો સરળતાથી જોડાયેલો અને કાર્યરત રહે છે.

શરીરનું વજન વધુ પડતું હોય, સતત એકધારી પ્રવૃત્તિ જેમકે દોડવું, જોગિંગ, સાયકલિંગ વધુ લાંબો સમય કરવામાં આવે, ઘૂંટણનો ટેકો લઇ સોફા કે ખુરશી પર બેસતી વખતે આખા શરીરનું વજન કોઈ એક પગનાં ઘૂંટણ પર મૂકી બેસવાની ટેવ, કોઈ એક પગ ઉપર જ વધુ વજન આવે તે રીતે વધુ લાંબો સમય ઉભા રહી કામ કરવાની ટેવ હોય કે પછી ઉબડ-ખાબડ રસ્તાઓ પર, પથરાળ જમીન પર યોગ્ય પગરખાં વગર ચાલવા દરમ્યાન શરીરનું બેલેન્સ જાળવવા પગ ત્રાંસો મૂકવાથી સ્નાયુ કે લીગામેન્ટમાં જોર પડવા જેવા કારણોની આડઅસર ઘૂંટણ પર થતી હોય છે.

ઘૂંટણનાં સાંધા પર વધુ પડતાં વજનની આડઅસર ઘટાડવા શરીરનું વજન પ્રમાણસર હોય તે જરૂરી છે. ચાલવા, ઉભા રહેવા જેવી પ્રવૃત્તિ દરમ્યાન યોગ્ય પગરખાં પહેરવા તથા ઘૂંટણનો અયોગ્ય ઉપયોગ ન થાય તે જોવું. ઘૂંટણને સહારો આપતા સ્નાયુઓ કે ઘૂંટણની રચનામાં વપરાતાં લીગામેન્ટ અને ટેન્ડન્સમાં સોજો, શિથિલતા માટે રક્તમાં રહેલો ‘આમ’ જવાબદાર હોય શકે છે.

શલ્લકી, ગળો, અશ્વગંધા, પુનર્નવા, હળદર જેવી આયુર્વેદિય વાનસ્પતિક દવાઓ ખૂબ જ સરળતાથી લઇ શકાય છે. આ બધા ઔષધો સ્નાયુ, લીગામેન્ટનો સોજો ઘટાડવાની સાથે સાંધામાં રહેલાં કુશનિંગ આપતા હાડકાઓ તથા ચીકાશમાં વાયુને કારણે થતી વિકૃતિ દૂર કરી ત્યાંના કોષોને પુનર્જીવિત કરવાનો ગુણ ધરાવે છે.

પ્રકૃતિને અનુરૂપ ખોરાક-પીણા નું પાલન ખાસ કરીને ખાટા પદાર્થો,આથાવાળી-પ્રિઝર્વેટિવ્સ ધરાવતી વાનગીઓ, બજારુ ખોરાક બંધ કરી આયુર્વેદમાં સૂચવાયેલા ‘આમ-પાચન’ માટેનો ઉપચારક્રમ કરવાથી ઘૂંટણનો લાલાશ પડતો સોજો અને દુખાવામાં રાહત થાય છે.

વધતી ઉંમર સાથે હાડકામાં થતાં ઘસારા માટે તથા અયોગ્ય પોષણથી હાડકા નબળા પડ્યા હોય ત્યારે ખોરાકમાં ગાયનું દૂધ, ઘી, ખજૂર, લીલા શાકભાજીનો નિયમિત ઉપયોગ કરવો. માત્ર વિટામીન્સ અને કેલ્શ્યમની દવા પર આધાર રાખવો નહીં.

રોગ શારીરિક હોય કે માનસિક, શરીરમાં એક વખત પ્રવેશી જાય એટલે તેની યોગ્ય સારવાર કરવી જ જોઈએ. આપણાં શરીરમાં થતો સાંધાઓનો દુખાવો એક એવી પરેશાની છે જેના કારણે દૈનિક જીવનની બીજી અનેક મુશ્કેલીઓ પણ આપણે ભોગવવી પડે છે. ચાલીસ ગ્રામ અશ્વગંધા પાઉડર, વીસ ગ્રામ સૂંઠનો પાઉડર અને ચાલીસ ગ્રામ દળેલી ખાંડ લેવી. આ ત્રણેયને સરખી રીતે મિક્સ કરી લેવાં. આ મિશ્રણને રોજ બે ચમચી દૂધમાં નાખીને પીવાથી જોઇન્ટ્સના દુખાવામાં ખૂબ રાહત થશે.

મેથીના દાણાનો કડવો ભાગ દુખાવામાં ખૂબ રાહત આપે છે. તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ ભરપૂર માત્રામાં હોય છે તેથી મેથી પાઉડર રોજ રાત્રે સૂતા પહેલાં એક ચમચી ગરમ પાણી સાથે ફાકવાથી આ દુખાવામાં તો રાહત થશે જ સાથે સાથે ગેસની તકલીફ પણ દૂર થઇ જશે. અઢીસો ગ્રામ દૂધમાં બેથી ત્રણ કળી લસણની વાટીને નાખવી. આ દૂધને સરખું ઉકાળીને શિયાળાની સિઝનમાં રોજ રાત્રે એક ગ્લાસ પી લેવું. તેનાથી ઠંડીના કારણે જકડાઇ ગયેલા સ્નાયુમાં રાહત થાય છે.

ઘા ના દુખાવામાં રાહત થાય છે, આયુર્વેદના મતે લસણ વાયુને દૂર કરે છે અને સાંધાના દુખાવાનું એક કારણ વાયુ પણ છે. તેથી જો તમને પણ આવી કોઇ તકલીફ હોય તો તમે પણ લસણ નાખી ને દૂધ પી શકો છો. હળદર પણ સાંધાના દુખાવામાં અને આ દુખાવાને કારણે આવી ગયેલા સોજામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. માટે રોજ હૂંફાળા દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને રોજ રાત્રે પીવાથી દુખાવામાં અને સોજામાં રાહત મળશે.

૨૫૦ ગ્રામ સરસવનું તેલ એક કઢાઈમાં લઇને તેમાં આઠ-દસ કળી લસણની નાખવી. આ બંનેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. તેમાં એક ચમચી અજમો, મેથીના દાણા અને સૂંઠ પાઉડર નાખવાં. આ તેલને શિયાળાના દિવસોમાં સવારના તડકામાં બેસીને સાંધા પર આ તેલ લગાવીને માલિશ કરવાથી દુખાવો દૂર થશે.

સોજા ને દૂર કરવા માટે રેતીને ગરમ શેકી તેની કોટનની થેલી માં રાખી ૧૦ થી ૧૫મીનીટ શેક આપવો. ૩૦૦ ગ્રામ ગાયના દૂધમાં ૧ ચમચી અસારીયો ઉકાળી ગાડીને તે દૂધ સવારે રોજ ૩માસ સુધી પીવું બપોરના સમયે ૧૦ થી ૨૦ ગ્રામ ગોળ અને એક મુઠ્ઠી ચણા શેકેલા ચાવીને પાણી પી જવાથી ત્રણ માસ કરવાથી કાયમ માટે મટી જશે. રાત્રે આ પ્રયોગ કરી સવાર સુધી પાટો બાંધીરાખવાથી દુખાવો ચમત્કારિક રીતે મટી ગયેલ જણાશે આ પ્રયોગ ૧૦ થી ૧૫ દિવસ કરવાથી પણ રાહત મળશે.

ઘણીવાર ઘુટણના દૂખવામાં ઘુટણના સાંધામાં રહેલ યુરિક એસીડ નો મહત્વનો ભાગ હોય છે યુરિક એસીડ સાંધામાં હોવાથી વાળી શકતા નથી અને અસહ્ય દુઃખાવા થાય છે, આમાં ખાંડ-મીઠું-મેદા ની ચીજો તેમજ આથાવાળી ચીજો બંધ કરવી.  સ્ત્રીઓના ઘુટણના ઘસારામાં ઘણીવાર કેલ્શિયમની કમી હોવાના કારણે ઘુટણમાં વહેલા ઘસારો જોવા મળે છે, ક્યારે ઓસ્ટીઓ પોરોસીસ ના કારણે હાડકા નબળા પડી જાય છે આવા દર્દી ને કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો જેમકે અખરોટ-કેળા-સુકામેવા-દૂધ વગેરે લેવું અને સનબાથ કરવું તેના થી વિટામીન ડી અને કેલ્શિયમ મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top