તમને ગળ્યું ખાવાનો શોખ છે અને બીમારીઓના ડરથી તમે પોતાને કન્ટ્રોલ કરી રહ્યા છો તો ગોળ તમારા માટે ઘણો સારો વિકલ્પ છે. ગોળ ખાવાથી ઘણા લાભ થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનીકારક નથી હોતો અને જો ગોળને દૂધ સાથે ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક નિવડી શકે છે.
ગોળ ખુબ જ ગુણકારી ગણવામાં આવે છે. ગોળનો ઉપયોગ અનેક પ્રકારની વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત લોકો પણ ગોળનું સેવન કરવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. ગોળ ને હંમેશા માટે ખાંડ કરતા સારો માનવામાં આવે છે. ડોક્ટર પોતે પણ ખાંડ ના બદલે ગોળ ખાવાની સલાહ આપતા હોય છે.
દૂધમાં મળનારુ કેલ્શિયમ અને પ્રોટીન આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળકોનો વિકાસ અને હાડકા મજબૂત થાય છે અને રોગ સામે લડવામાં ખૂબ મદદગાર થાય છે. શરદીની ઋતુમાં ગરમ દૂધમાં ખાંડને બદલે ગોળ મિક્સ કરીને પીવાથી તેના ગુણ વધી જાય છે. પરંતુ જો ગોળને દૂધની સાથે મિશ્ર કરીને પીવામાં આવે તો એનાથી શરીરને અનેક વિશેષ ફાયદાઓ પણ મળે છે.
દૂધ અને ગોળ બન્ને શરીર માટે ફાયદાકારક છે, આ વાત તો આપણે બધા જાણીએ છીએ, પણ દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાથી પણ શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. મોટાભાગે લોકો સાદુ દૂધ પીવે છે અથવા તેમાં ખાંડ મિક્સ કરે છે. આવો જાણીએ દૂધમાં ગોળ નાખીને પીવાથી થનારા ફાયદાઓ વિશે.
જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં ગોળ નાખીને પીવું જોઈએ. આનાથી તમારી અનિદ્રાની બીમારી દૂર થઈ જશે. ગોળના સેવનથી લોહી શુદ્ધ થાય છે અને દૂધ શરીરમાં ઉર્જા જાળવી રાખે છે અને સાથે જ આનાથી શરીર રિલેક્સ પણ થાય છે.
મહિલાઓને પીરીયડસ દરમિયાન થતા દુખાવાથી રાહત મેળવવા માટે ગરમ દૂધમાં ગોળને યોગ્ય રીતે મિશ્ર કરીને સેવન કરવું જોઈએ. આ રીતે તૈયાર કરેલા દૂધના સેવનથી પીરીયડસનો દુખાવો એકદમ ગાયબ થઇ જશે અને હા એ પણ જરૂરી નથી કે તમે આ દૂધને પીરીયડ દરમિયાન દુખાવો થતો હોય ત્યારે જ પીવો. તમે ઈચ્છો તો ગમે તે સમયે આ દૂધ નું સેવન કરી શકો છો, આના કારણે તમારા શરીર માં કોઈ પણ પ્રકાર ની કમજોરી આવશે નહિ.
ગોળ પાચનતંત્રને બીમારીઓથી બચાવે છે તેનાથી ખાવાનું જલ્દી પચી જાય છે અને પેટમાં ગેસ થવા દેતો નથી અને ખાસ કરીને ઠંડીમાં થતી પેટની સમસ્યાઓમાં ગોળ અને દૂધ રાહત આપે છે. રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ નવશેકા દુધની સાથે ગોળનો એક ટુકડો જરૂરથી ખાવો.
દૂધ અને ગોળ બન્નેમાં કેલ્શિયમ ભરપૂર માત્રમાં હોય છે. વધતી ઉંમર સાથે થતા સાંધાના દુખાવા અને હાડકાને લગતી બીમારીઓથી બચાવે છે. માટે રોજ ગોળનો નાનકડો ટુકડો આદુ સાથે મિક્સ કરીને ગરમ દૂધ પીઓ. આમ કરવાથી સાંધા મજબૂત થશે અને દુખાવો પણ દૂર થશે. ગોળ શરીરના લોહીને સાફ કરવાનું પણ કામ કરે છે. તે લોહીમાં રહેલું હિમ્ગ્લોબીન વધારે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. એટલે કે ગોળ અને દૂધ સાથે લેવાથી શરીરને શક્તિ મળે છે.
મહિલાઓનું શરીર ખૂબ જ જલદી થાકી જાય છે અને તેમને કમજોરી પણ તરત આવી જતી હોય છે. એટલા માટે મહિલાઓએ દૂધમાં ગોળ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. કારણ કે આ દૂધને પીવાથી થાકની પરેશાની નથી થતી. એવી જ રીતે જે મહિલાઓ ગર્ભવતી છે તો તેમણે પણ આ દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ. કારણ કે ગોળ ખાવાથી ગર્ભવતી મહિલાઓને એનિમિયાની પરેશાની થતી નથી.
ગોળ અને દૂધનું સેવન એક સાથે કરવાથી ત્વચા ઉપર ખૂબ જ સારી અસર પડે છે. ત્વચા મુલાયમ થઈ જાય છે અને તેમાં નિખાર આવી જાય છે અને સાથે ખીલની સમસ્યા પણ ખતમ થઇ જાય છે. ગોળ મધ જેટલો જ ફાયદાકારક હોય છે. કારણકે ગોળ કેમિકલ ફ્રી પ્રોસેસથી તૈયાર થાય છે, એટલે તે ખાંડથી સારો હોય છે અને એટલે જ તમે રોજ રાત્રે ઊંઘતા પહેલા દૂધ સાથે ગોળ ખાઓ તો સ્વાસ્થ્યને લાભ થઇ શકે છે અને વજનને ચોક્કસ મર્યાદામાં રાખે છે.