થોડું કામ કરીને પણ લાગે છે થાક? તો આજ થી જ શરૂ કરો આ શક્તિવર્ધક પીણું પીવાનું

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રસોડામાં ઉપયોગી ગોળ સ્વાદની સાથે સ્વાસ્થ્યનો પણ ખજાનો છે.તેનું સેવન કરવાથી ફક્ત મોઢાનો સ્વાદ જ બદલાતો નથી, પરંતુ ઘણી બીમારીઓથી પણ મુક્તિ મેળવી શકાય છે. ખાંડ સાથેની હરીફાઈમાં ગોળ માં ઔષધીય ગુણ ઘણા વધારે છે. ગોળને હંમેશા ખાંડ કરતા ખુબજ શક્તિશાળી અને ઉત્તમ માનવામાં આવે છે. વડીલો પણ હંમેશા ગોળ ખાવાની સલાહ આપતા હોય છે. ગોળનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવામાં થાય છે. તેથી  લોકો ગોળનું સેવન કરવાનું પસંદ કરે છે. ખાંડ ના બદલે ગોળ ખાવાની સલાહ ડોક્ટર્સ પણ આપે છે. અને જો ગોળને દૂધ સાથે પીવામાં આવે તો તેનાથી શરીરને ખુબજ ફાયદો થાય છે.

ગોળ અને દૂધ ને મિક્સ કરી નિયમિત રીતે  ખાવાથી માસિક પીડા,ઘૂંટણની પીડા અને અસ્થમાથી રાહત મળે છે.જે દિવસે ખૂબ થાક લાગ્યો તે દિવસે, પાણી સાથે ગોળનું સેવન કરવાથી ફાયદો થાય છે.એ જ રીતે દૂધ સાથે ગોળનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. શેરડીના રસમાંથી ઘણુંખરું પાણી બાળી નાખવાથી ગોળ બને છે. ગોળમાં શેરડીના રસના બધા જ ખનીજદ્રવ્ય અને ક્ષારો જળવાઈ રહે છે.

દૂધમાં ગોળ નાખીને પીવાના ફાયદા:

 

ગોળ અને દૂધ મિક્સ કરીને પીવાનો મુખ્ય ફાયદો સાંધાનો દુખાવો દૂર કરે છે. જો ગોળનો એક નાનો ટુકડો આદુ સાથે પીસીને રોજ ખાવામાં આવે તો સાંધા મજબૂત થાય છે અને દુખાવો દૂર થાય છે. સુંદરતા વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે તેનાથી ત્વચા નરમ અને સ્વસ્થ બને છે.વાળ પણ સારા થાય છે.તેમજ ખીલ પણ મટે છે.ગોળ લોહીને સારી રીતે શુદ્ધ કરે છે.દરરોજ તેને  આહારમાં સામેલ કરવાથી સ્નાયુઓને મજબૂત થાય છે તેના માટે એક ગ્લાસમાં થોડો ગોળ નાખીને પીવાથી ફાયદો થશે.

ગોળનું સેવન કરવાથી શરીરમાં લોહીની શુદ્ધિ કરણ થાય છે. અને સાથે સાથે શરીરને તાકાત પણ મળે છે. આ દુધનો ઉપયોગ રાત્રે સુતા પહેલા અથવા દરરોજ સવારે કરી શકાય છે.ઘણા લોકોને સાંધાનો દુખાવો હોય છે અને આ પીડાને કારણે ઊભા થવામાં અને બેઠકમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. સાંધામાં દુખાવાની પરેશાન દૂર કરવા માટે દરરોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ગોળને પીસી તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું. આ ખાઈ ને ઉપરથી હુંફાળું દૂધ પણ પી શકાય. થાક દૂર કરવા માટે દિવસમાં ત્રણ વખત ત્રણ ચમચી ગોળ ખાવો. અસ્થમા માટે ગોળ અને કાળા તલનો લાડુ ખાઈ અને તે પછી એક ગ્લાસ ગરમ દૂધ પીવું.

ગોળને જો દૂધમાં અથવા ખાંડની જગ્યાએ નાખીને પીવામાં આવે તો ચરબી વધતી નથી અને શરીર માં શક્તિ આવે છે, ખાંડનું સેવન ચરબીયુક્ત બનાવી શકે છે.પેટને ઠીક રાખે છે અને પાચનને લગતી બધી સમસ્યાઓ ગોળ ખાવાથી દૂર થઈ શકે છે.જે મહિલાઓને  પીરિયડ્સમાં દુખાવો થતો હોય તેમણે દૂધ અને ગોળ નું સેવન જ જોઇએ.પીરિયડ શરૂ થયાના 1 અઠવાડિયા પહેલા દરરોજ 1 ચમચી ગોળનું સેવન કરવું.

 

અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદાકારક છે. આ રોગવાળા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેમને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓને દરરોજ ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેમને એનિમિયા ન થાય.જ્યારે એનિમિયા થાય છે ત્યારે સ્ત્રીઓ જલ્દી થાકી જાય છે અને તેઓ નબળાઇ અનુભવવા લાગે છે. ગોળ અને દૂધ થી આ સમસ્યા માંથી રાહત મળે છે.  ઔષધિ તરીકે બને ત્યાં સુધી 2-4 વર્ષ જૂનો ગોળ વાપરવો જોઈએ કેમકે જેમ ગોળ જૂનો થાય તેમ તેના ઔષધીય ગુણ વધી જાય છે. ગોળ માં ખાંડ કરતાં તેત્રીસ ટકા વધારે પોષકતત્વો હોય છે. નવો ગોળ કફ, સ્વસ, ઉધરસ, કૃમિ ને વધારનાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top