જરૂર જાણો ઉનાળામાં થતાં આ એક ફળ વિશે જે છે અનેક પોષકતત્વોથી ભરપૂર. 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગલેલી તમને ઉનાળામાં સ્વસ્થ રાખે છે. ઉનાળાની ઋતુમાં આવા ઘણા બધાં ફળ જોવા મળે છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખે છે, જે તમને આ ઋતુમાં થતા રોગોથી બચાવે છે. તે પારદર્શક અને વ્હાઇટ જેલી જેવી લાગે છે. તે એકદમ લીચી જેવી લાગે છે. ગલેલી સ્વાદમાં થોડી મીઠી હોય છે.

ગલેલી માં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તેમાં પુષ્કળ પાણી પણ છે તેથી ગલેલી ખાવાથી શરીરમાં પાણી ઘટતું નથી. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ગલેલી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ, ગોવા અને ઉનાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે.

ઉનાળાની ગરમીમાં આ ખાવાથી શરીરને તાજગીની અનુભૂતિ થાય છે.  હવે અમે તમને જણાવીશું ગલેલી થી થતા ફાયદાઓ વિશે. : ઉનાળામાં તડકામાં ઘરની બહાર નીકળવું એ ત્વચા માટે સૌથી મોટી સમસ્યાનું કારણ બને છે. તડકામાં જતાં જ ત્વચા પર બળતરા, ખંજવાળ, ફોલ્લીઓ થવા માંડે છે.

આ સમસ્યાઓ દૂર કરવા માટે ગલેલીનો રસ લઈને તેમા ચંદન પાવડર નાખો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાવા દો. ત્વચા પરથી બળતરાની સમસ્યા દૂર થશે.  ગલેલીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમના ગુણ મળી આવે છે જે શરીરની અંદરના કચરાને સાફ કરીને લીવરને સુરક્ષિત રાખે છે. તે શરીરની અંદરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે જેથી શરીરના રોગ દુર થાય છે.

ગરમીની ઋતુમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે જેથી ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશન ની તકલીફ ઉભી થવા લાગે છે આ તકલીફથી છુટકારો મેળવવા માટે ગલેલી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે શરીરને ઠંડક આપીને તાઝગી પૂરી પાડે છે. ગર્ભવતી મહિલા ને હંમેશા કબજિયાત કે પેટના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે ગલેલી ને આહારમાં ઉમેરો તેનાથી ઘણી રાહત મળશે. ગલેલી ખાવાથી બાળક સ્વસ્થ રહે છે.

ગલેલીમાં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે.  તે શરીરમાં પાણીની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. પેટનો દુખાવો, એસીડીટી જેવી તકલીફોથી છુટકારો મળે છે. ગરમીના સમયમાં તેના રસનું રોજ સેવન કરવું જોઈએ.

છોકરીઓમાં માસિક ધર્મ દરમિયાન સફેદ પદાર્થ નીકળવાની તકલીફ વધી જાય છે. જેથી પેટનો દુખાવો, કમરનો દુખાવો, ખંજવાળ થવા લાગે છે આ તકલીફને દુર કરવામાં ગલેલી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ફળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાને કારણે આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.

ગલેલીમાં હાઈ કેલેરી સાથે પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે જે શરીરમાં ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. તેનાથી શરીરમાં થાક કે નબળાઈનો અનુભવ થતો નથી અને શરીર તાજું બની રહે છે. ગલેલી ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ ફળ શરીરમાંથી વધારે વજન ઘટાડવામાં મદદગાર છે.

ગલેલી માં ઘણું પાણી સમાયેલું છે. આ પાણી તમારા પેટને ભરેલું રાખે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. ઉપરાંત, તે લાંબા સમય સુધી ભૂખ લાગવાથી બચાવે છે, જેના તમે કારણે નાસ્તા અથવા જંક ફૂડ ખાવાનું ટાળો છો. ઉનાળામાં, શરીર પર તેલને લીધે પિમ્પલ્સ થવાની સંભાવના ઘણી હોય છે.  આવી સ્થિતિમાં ગલેલી નો રસ અથવા ફળ ખાવાથી ગરમી સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે.

ગલેલીમાં એથોસાયનિક નામનું ફાયટોકેમિકલ છે જે ગાંઠ અને સ્તન કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. ગલેલીના રસમાં ખાંડ મિક્ષ કરીને દર્દીને આપવાથી પેશાબની સમસ્યા જેવી કે પેશાબ તૂટક તૂટક આવવો, બળતરા થવી, પેશાબ કરતી વખતે દુખાવો થવો જેવી સમસ્યામાં રાહત થાય છે.

હરસ, મસા અને ફિશર ના રોગોમાં અકસીર ગણાતી ગલેલી પેશાબની બળતરા પણ દૂર કરે છે. ખરતાવાળની સમસ્યા દૂર કરી વાળ લિસ્સા અને ચમકદાર બનાવવામાં ગલેલી નો ઉપયોગ અકસીર  ગણાય છે. ગલેલી ખાવાથી અથવા તેનો રસ માથામાં નાખવાથી વાળ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top