ઋતુ બદલાતા જ ગળામાં ખરાશ આવવી એ સામાન્ય બાબત છે પરંતુ આ વાયરસમાં ગળામાં દુખાવો અને શરદી થવાથી લોકોની ચિંતામાં વધારો થાય છે. ઠંડીમાં શરદી અને વાયરલ તાવ જેવી સમસ્યા પણ થવા લાગે છે પરંતુ ગળાની ખરાશને લોકો સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે. પરંતુ આમ કરવાથી તકલીફ વધી શકે છે. આથી ગળાની ખરાશથી છૂટકારો મેળવવા માટે દવા કે સીરપને બદલે આ ઘરેલુ નુસખા અજમાવવાથી લાભ થશે.
મીઠામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. જેથી તે કફ અને ઈન્ફેક્શનને દૂર કરવા અને ગળામાં દુખાવો અને ખારાશને મટાડવામાં મદદ કરે છે. રોજ 2થી 3 વાર 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મીઠું નાખીને તેનાથી કોગળા કરવાથી તરત જ ફાયદો થાય છે. જ્યારે ગળું ખરાબ હોય તો શ્લેષમા ઝિલ્લીની કોશિકાઓમાં સોજો આવે છે. મીઠું આ સોજાને ઓછો કરે છે. જેનાથી રાહત મળે છે. આ સાથે લવિંગ, તુલસી, આદું અને મરીથી બનેલી ચા પણ ફાયદાકારક છે.
ગળાની ખરાશ અને ખરાબ ગળાને ઠીક કરવાનું કામ તુલસી કરે છે. તુલસીને આયુર્વેદમાં ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તુલસીનો ઉકાળો પીવાથી ગળાની ખરાશ દુર કરી શકાય છે. ઉકાળો બનાવવા માટે એક કપ પાણીમાં 4 થી 5 તીખા અને તુલસીના પાન 5 થી 6 નંગ લો અને તેને ઉકાળો. પછી આ પાણીને ગાળીને સેવન કરો. તેનાથી ગળાની ખરાશ દુર કરવામાં મદદ મળશે.
લીંબુનું સેવન કરવાથી ગળાની ખરાશ અને રેસાઓ દૂર થાય છે. રોજ એક સમયે તેનું સેવન કરવાથી તમને ગળાના દુખાવાથી રાહત મળશે. ગ્લાસમાં લીંબુ નિચોવી તેમાં પાણી ઉમેરો. લીંબુ શરબત માં એક ચમચી ખાંડ અને મીઠું નાખીને ઓગાળીને પીવાથી ખૂબ રાહત મળશે. લીંબુ પાણી ફાયબર ઘટાડવાની સાથે સાથે આપણી પાચક શક્તિને સંતુલિત કરે છે. જે સ્વાસ્થ્ય માટે સારું સાબિત થશે અને લીંબુનું સેવન કરવાથી તમને બમણો ફાયદો થશે.
ગળાની ખરાશ દૂર કરવા માટે મરીને દળીને ઘી અથવા પતાશાની સાથે ખાવાથી પણ લાભ થાય છે. આ સાથે જ મરીને 2 બદામની સાથે દળીને સેવન કરવાથી ગળાના રોગ દૂર થઇ શકે છે. હળદરની અંદર કરકયુંમીન નામનું તત્વ રહેલ છે. હળદર એ ઇન્ફેકશન ઓછું કરવાથી લઈને સોજા અને ગળાની ખરાશને પણ ઓછી કરવામાં મદદ કરે છે.
મેથી તમારા ખરાબ ગળાને ઠીક કરવાનું કામ કરે છે. તે માટે 1 ચમચી મેથીના દાણા, 1 કપ પાણીમાં ઉકાળો. પછી આ પાણીનું સેવન કરો. તેનાથી ગળાની ખરાશ અને ગળામાં દુઃખાવોમાં રાહત મળશે. ગળાની સમસ્યાઓ ઠીક કરવા માટે મુલેઠીને સૌથી સારી માનવામાં આવે છે. ખરાબ ગળાને ઠીક કરવા માટે 1 ચમચી મુલેઠીનો પાઉડર મધની સાથે દરરોજ લીધા પછી થોડી વાર પછી નવશેકા પાણીથી કોગળા કરવાથી રાહત મળે છે.
લવિંગમાં એંટીબેક્ટીરીયલ ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને ચાવવાથી ગળાનો સોજો અને ખરાશ દૂર થાય છે. પાણીમાં જાયફળ ઉકાળી કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે. આદુંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ગળાનાં ઇન્ફેક્શન અને દુખાવામાં આરામ આપે છે. એક કપ પાણીમાં આદું નાખી ઉકાળો. ત્યાર બાદ તે પાણી બેથી ત્રણ વાર પીવો. આમ કરવાથી ગળાના ખરાશમાં ઘણી રાહત મળશે.
જ્યારે તમારા ગળામાં ખરાશના કારણે દર્દ રહેતું હોય ત્યારે તમે વધારે બોલવાનું ટાળો. આમ કરવાથી દર્દમાં રાહત મળશે. આદુંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ગળાનાં ઇન્ફેક્શન અને દુખાવામાં આરામ આપે છે. એક કપ પાણીમાં આદું નાખી ઉકાળો. ત્યાર બાદ તે પાણી બેથી ત્રણ વાર પીવો. આમ કરવાથી ગળાની ખરાશ અને દુખાવામાં ઘણી રાહત મળશે.
લીલા શાકભાજી તેના ગુણો માટે જાણીતા છે. મેથીમાં એન્ટિ-માઇક્રોબાયલ પ્રોપર્ટી હોય છે જેથી તે ગળાને આરામ આપે છે. તે ગળાનો દુખાવો, સોજો અને બળતરાથી પણ રાહત આપે છે. લીલા શાકભાજી તેના ગુણો માટે જાણીતા છે. મેથીમાં એન્ટિ-માઇક્રોબાયલ પ્રોપર્ટી હોય છે જેથી તે ગળાને આરામ આપે છે. તે ગળાનો દુખાવો, સોજો અને બળતરાથી પણ રાહત આપે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.