આ છે પેટની ચરબી ઓછી કરવાનો સરળ ઉપાય, આ રીતે તમે પણ ઘટાડી શકો છો તમારું વજન, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વજન ઘટાડવા માટે તમે હજારો પ્રયત્ન કરતાં હોવ છો પરંતુ તેમ છંતા વજન ઘટવાનું નામ જ લેતું નથી અને તમે પરેશાન રહો છો. હકીકતમાં વજન તમારા ખાનપાન પર નિર્ભર રાખે છે. તમે શું અને કઈ રીતે ખાઓ તે બહુ મહત્વ ધરાવે છે.

વજન ઓછું કરવા માટે એક્સરસાઈઝની સાથે પ્રોપર ડાયટ પણ ખૂબ જ મહત્વ રાખે છે.સવાર નાં નાસ્તા અને બપોરના જમવાની તુલનામાં રાત નું ખાવામાં વધુ ધ્યાન રાખવું જોઈએ અને ઓછું ખાવું જોઈએ. રાતે બોડીનું મેટાબોલિઝ્મ ધીમું થઈ જાય છે. જેના કારણે કેલરી અને ફેટ બર્નિંગ પ્રોસેસ પણ ધીમી  થઈ જાય છે. જેથી ડિનરમાં એવો ખોરાક ખાવો જોઈએ જે મેટાબોલિઝ્મને તેજ કરે છે.

રાતે જમવાની  શરૂઆતમાં એક વાટકી ઘરમાં બનાવેલો વિજિટેબલ સૂપ પીવો, અથવા રસમ અને સંભાર પણ લઈ શકો છો. તેમાં ઓછી કેલરી હોય છે. જેના કારણે પેટ જલ્દી ભરાય જાય છે. અને ફાયબર્સ અને અન્ય ન્યૂટ્રિએન્ટ વજન ઓછું કરવામાં મદદ કરે છે.

લીલા શાકભાજી ખાવાથી પણ જલ્દી વજન ઓછું થાય છે. દરરોજ 1-2 વાટકી પાલક, બ્રોકલી, ટિંડા, દૂધી, ભીંડા જેવા ફાયબરથી ભરપૂર શાક ખાવા જોઈએ. લીલા શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ન્યૂટ્રિઅન્ટસ વધારે હોય છે જે ઝડપથી વજન ઓછું કરવામાં મદદ કરે છે.

દરરોજ ડિનરમાં મિક્સ અનાજ વાળા લોટની એક કે બે રોટલી ખાવી જોઈએ. તેનાથી વજન ઝડપથી ઉતરી જાય છે. કેમ કે, મલ્ટીગ્રેન લોટમાં ફાયબર્સ વધારે હોય છે. તેથી બધા મિક્સ અનાજના લોટની રોટલી ખાવાથી વજન ઉતારવામાં મદદ કરે છે.

રાતના ભોજનમાં તજ, કાળા મરી, આદુ, હળદર, જીરું, રાઈ, જેવા મશાલાનો ઉપયોગ કરવો. કેમ કે, મશાલા ફેટ બર્નિગ પ્રોસેસને તેજ કરે છે. તેનાથી વજન જલ્દી ઓછું થઈ જાય છે. તેમજ વધારાની ચરબી પણ ઓછી થઈ જાય છે.

દરરોજ રાતે ભોજન કરતા પહેલાં 1 વાટકી પપૈયું ખાવું, તેમજ તરબૂચ અથવા શક્કરટેટીનું સેવન કરવું. તેનાથી ઉનાળામાં શરીરને ઠંડક મળશે. તેમજ તેનું સેવન કરવાથી ભૂખ પણ ઓછી લાગશે. આ ફ્રૂટમાં ફેટ અને કેલરી ઓછી માત્રામાં હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઉનાળામાં છાશ અમૃત પીણું છે. તેમજ છાશ લો કેલરી ડ્રિંક છે. જીરું, સિંધવ મીઠું અને કાળા મરીનો પાઉડર નાંખીને છાશ પીવાથી ઘણા ફાયદા થાય છે. તેમજ ઉનાળામાં શરીર પણ સ્વસ્થ રહે છે. તે કોમ્બિનેશન ડાઈજેશન માટે એકદમ બેસ્ટ છે. તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા નથી થતી.

તમારે તમારા નિયમિત આહાર મા નિત્યપણે પૂરતા પ્રમાણ મા સલાડ નો ઉપયોગ કરવો. જયારે પણ ભૂખ લાગે ત્યારે વેફર ની જગ્યાએ સલાડ જેવા કે ગાજર, કાકડી, ફ્ગાવેલા મગ, ચણા નું સેવન કરવું જોઈએ. ડિનરમાં 1 વાટકી તાજું દહીં જરૂરથી ખાવું. દહીમાં રહેલાં બેક્ટેરિયા ડાઈજેશન સુધારવામાં મદદ કરે છે. તેમજ તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

જો તમે તમારો વજન ઘટાડવા ઇચ્છતા હોય તો દિવસ દરમિયાન દસ થી બાર ગ્લાસ પાણી અટેલે કે ત્રણ થી ચાર લીટર જેટલું પાણી પીવા નો નિયમ લઇ લો. આટલું પાણી જો રોજ પીવા મા આવે તો તેના થી શરીર નું મેટાબોલિઝમ સારી રીતે કાર્ય કરે છે અને સાથોસાથ જમવાનું પાચન પણ સારી રીતે થાય છે.

નિયમિત એક ટેવ પાડો કે સવાર ના સમયે ઉઠતા ની સાથે નયણાં કોઠે એક ગ્લાસ નવશેકું પાણી પીવું. આ રીતે પાણી પીવા થી શરીર મા રહેલી વધારા ની ચરબી ઓગળે છે અને સાથોસાથ શરીર ના મેટાબોલિઝમ પણ સારી રીતે કાર્ય કરે છે.

નિયમિત એક ટેવ પાડો કે સવાર ના સમયે ઉઠતા ની સાથે નયણાં કોઠે એક ગ્લાસ નવશેકું પાણી પીવું. આ રીતે પાણી પીવા થી શરીર મા રહેલી વધારા ની ચરબી ઓગળે છે અને સાથોસાથ શરીર ના મેટાબોલિઝમ પણ સારી રીતે કાર્ય કરે છે.

જો તમે ચા પીવા ના શોખીન છો તેમજ તમે ઝડપ થી વજન ઓછો કરવા ઈચ્છતા હોય તો તમારી આ ચા પીવા ની ટેવ તમને વજન ઓછો કરવા મા મદદરૂપ થશે. પરંતુ આ ચા દૂધવાળી ના હોવી જોઈએ એટલે કે આ દૂધ ની ચા પીવા ને બદલે તમારે નિયમિત એન્ટીઓક્સિડેન્ટ થી ભરપુર ગ્રીન ટી, લેમન ટી અથવા તો બ્લેક ટી પીવી જોઈએ. વાસ્તવ મા દૂધવાળી ચા પીવા થી તમારા શરીર મા સ્થૂળતા વધે છે માટે આ રીત ની ગ્રીન ટી નો ઉપયોગ કરવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top