દરરોજ થતી એસિડિટી-ગેસથી હવે કાયમી છુટકારો, દવા કરતા પણ જલ્દી અને વધુ કરશે અસર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે તીખું, મસાલેદાર ભોજન કરવાથી, બહારનું ખાવાથી કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી એસિડિટી થતી હોય છે. આમ તો હોજરીમાં ઉત્પન્ન થતો એસિડ એટલે કે પિત્ત આપણી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે, પણ જ્યારે હોજરીમાં એસિડનું પ્રમાણ નિયત માત્રા કરતાં વધી જાય ત્યારે છાતી અને પેટમાં બળતરા, ગેસ, પેટદર્દ જેવી સમસ્યાઓ સર્જાય છે, જેને આપણે એસિડીટી કહીએ છીએ.

જીરુંના પાણીમાં એન્ટિસ્પાસોડિક અસર હોય છે જે પેટના સ્નાયુઓના સંકોચનમાં મદદ કરે છે અને પાચક રસ વધારીને પાચનમાં સુધારો કરે છે. લીંબુમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડેટીવ ગુણધર્મો હોય છે જે ગેસ્ટ્રિક સમસ્યાઓની સારવારમાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં અડધો લીંબુ મિક્સ કરીને આ મિશ્રણ પીવો. દિવસમાં એક કે બે વાર આ કરી શકો છો.

વરિયાળી ગુણમાં ઠંડી છે, એટલે કે તે પિત્તને દૂર કરે છે અને હાથ, પગ, છાતીમાં થતી બળતરાને દૂર કરી ઠંડક પ્રદાન કરે છે. તેનામાં એન્ટી- અલ્સર ગુણ પણ છે, તે કબજિયાતને પણ દૂર કરે છે. અને પાચનક્રિયાને સારી બનાવે છે. એટલે જ આપણે ત્યાં ભોજન પછી મુખવાસમાં વરિયાળી ખાવાની પ્રથા છે. જો તમને સિવિયર એસિડિટી થઈ હોય તો એક ગ્લાસ પાણીમાં થોડી વરિયાળી, કાળી દ્રાક્ષ અને ખડી સાકર પલાળી રાખો. અડધા કલાક પછી તેને મિક્સરમાં મિક્સ કરી ગાળી લો અને પી જાઓ. એસિડિટી દૂર થશે.

નારિયેળ પાણી નિયમિતપણે પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવવામાં મદદ મળે છે અને આ કારણોસર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. તે શરીરનું તાપમાન ઘટાડે છે અને પાચનમાં મદદ કરે છે. આંતરડાને સ્વસ્થ રાખવા માટે દહીંનું નિયમિત સેવન કરો. તેનાથી પેટની સમસ્યાઓ દૂર રહે છે. તે આંતરડાના માર્ગમાં સ્વાદુપિંડ, ગેસ્ટ્રિક અને લાળના રસના સ્ત્રાવમાં મદદ કરે છે.

દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે. જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.અને ઓટકાર આવતા નથી . મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.

ઈલાયચી પાચનક્રિયાને પ્રોત્સાહિત કરે છે, ગેસને દૂર કરે છે અને પેટ ની અંદરની લાઈનિંગમાં ઠંડક પહોંચાડે છે, જેથી જરૂર કરતાં વધુ એસિડ ઉત્પદન્ન થતો નથી. એસિડિટી થાય ત્યારે આઠ-દસ ઈલાયચીના દાણા લઈને તેને કૂટી નાંખો અને એક ગ્લાસમાં પાણીમાં નાંખી ઉકાળો, પાણી ઠંડુ થાય પછી તેને પી જાઓ. આનાથી એસિડિટીમાં તરત રાહત થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top