માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, હાડકાના દુખાવા-નબળાઈ અને માથાના દુખાવાથી જીવનભર છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નુકસાન પામેલા ફેફસાં ને ફરી પાછા સ્વસ્થ કરવા હોય તો આજથી જ ગોળ ખાવાનો શરું કરી દો. ૬૦+ વાળા મિત્રોને યાદ હશે કે સવારે શીરામણમાં રોટલી કે રોટલો અને ગોળ-ઘી ખાતા હતા. રોંઢે કે રાત્રે ભૂખ લાગે ત્યારે મગફળીની સાથે ગોળ ખાતા હતા. રાત્ર જમ્યાં પછી એક કાંકરી દેશી ગોળ જરૂર ખાવાનું શરુ કરી દો.

આયુર્વેદ મુજબ હમેશા તંદુરસ્ત રહેવા માટે રોજ લગભગ ૨૦ ગ્રામ ગોળ ખાવો જોઈએ. તેના વિષે અમે એક આયુર્વેદ નિષ્ણાંત સાથે વાત કરી તો તેમણે જણાવેલ કે ગોળમાં રહેલા તત્વ શરીરનાં એસીડને દુર કરી દે છે. જયારે ખાંડના સેવનથી શરીર માં એસિડનું પ્રમાણ વધી જાય છે. જે ઘણી બીમારીઓનું કારણ બને છે. 

જેમ કે સૌને ખબર છે કે આજકાલ આપણા હાલનું ખાવા પીવાનું યોગ્ય ટાઈમ ન હોવાને કારણે માણસ વહેલાં થાકી જાય છે એટલું જ નહિં ઘરડાની સાથે સાથે યુવાનો પણ તેમની ગણતરીમાં આવી ગયેલા છે. યુવાન પણ જલ્દી થાકી જાય છે, થોડું કામ કરવાથી થાકનો અનુભવ કરવાં લાગે છે.

તમે જોયું હશે કે હમેશા મજુર ગોળનું સેવન કરે છે પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે તે ગોળનું સેવન કેમ કરે છે ? મજુર તમારાથી વધું મહેનત કરે છે તેમ છતાં પણ તે થાકતાં નથી તેનું મૂળ કારણ છે. તે નિયમિત રીતે ગોળનું સેવન કરે છે. ભારતમાં હમેશા લોકો જમ્યાં પછી ગળ્યું ખાવાનો શોખ ધરાવે છે. પણ જો તમારે આરોગ્ય જાળવી રાખવું હોય અને ગળ્યું પણ ખાવું હોય તો ગોળ એક ઉત્તમ ઓપ્શન હોઈ શકે છે. 

ગોળનું ભારતીય સંસ્કૃતિમાં પોતાનું મહત્વ છે. ગોળ અને ખાંડ બન્ને શેરડીના રસમાંથી બને છે. પણ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલ આયર્ન તત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વ નાશ થઇ જાય છે. પણ ગોળ સાથે આવું બનતું નથી.ગોળમાં વિટામીન B પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. 

ગોળના થોડા મહત્વના ફાયદા:

૭ દિવસ સુધી રોજ ગોળ ખાવાથી તમારી સ્કીન ક્લીયર અને હેલ્દી થઇ જશે કેમ કે ગોળ શરીર માંથી ટોક્સીન ને બહાર કાઢી નાખે છે. જેથી સ્કીન ચમકદાર બને છે. સ્કીન સબંધિત તકલીફ પણ દુર થઇ જાય છે. ગોળ ખાવાથી હાડકા મજબુત થઇ જાય છે. તેમાં કેલ્શિયમ સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે. જો તમને નબળાઈનો અનુભવ થાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દુર થઇ જશે. ગોળ શરીરમાં એનર્જી નું લેવલ વધારી દે છે.

જો તમે રાત્રે ખાધા પછી સુતા પહેલા થોડો ગોળ ખાઈ લો છો તો ગેસ અને એસીડીટી ની તકલીફ દુર થઇ જશે. ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સામાન્ય માથાનો દુઃખાવો દુર થઇ જાય છે. સુતા પહેલા અને સવારે ખાલી પેટ ૫ મી.લિ. ગાયના ઘી સાથે ૧૦ ગ્રામ ગોળ એક દિવસમાં બે વખત ખાવ. માઈગ્રેન અને માથાનો દુખાવા માં રાહત મળશે.

ગોળ પાચન ક્રિયા ને યોગ્ય રાખે છે, ગોળ શરીરનું લોહી ચોખ્ખું કરે છે અને મેટાબોલીઝમ ઠીક કરે છે. રોજ એક ગ્લાસ પાણી સાથે ગોળનું સેવન પેટને ઠંડક આપે છે. તેનાથી ગેસની તકલીફ થતી નથી. જે લોકોને ગેસની તકલીફ છે તે રોજ લંચ કે ડીનર પછી થોડો ગોળ જરૂર ખાય.

ગોળ આયર્ન નો મુખ્ય સ્ત્રોત છે. તેથી તે એનીમિયા ના દર્દી માટે ખુબ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે તેનું સેવન ખુબ વધું જરૂરી છે. ત્વચા માટે ગોળ ખુબ ફાયદાકારક હોય છે ગોળ લોહીમાંથી ખરાબ ટોક્સીન દુર કરે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલ ની તકલીફ રહેતી નથી.

તેનું સેવન જુકામ અને કફ થી આરામ અપાવે છે. જુકામ દરમિયાન જો તમે કાચો ગોળ ન ખાવા માગો તો ચા કે લાડવા માં પણ તેનો ઉપયોગ કરી શકો છો. ખુબ વધું થાક અને નબળાઈ અનુભવ કરવા ઉપર ગોળનું સેવન કરવાથી તમારી એનર્જી વધી શકે છે. ગોળ જલ્દી પચી જાય છે અને ખાંડ નું સ્તર પણ વધતું નથી.

ગોળ શરીરમાં તાવનું નિયંત્રિત રાખે છે. તેમાં એન્ટી એલર્જીક તત્વ રહેલ છે તેથી દમના દર્દીઓ માટે તેનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે. ગોળ સાંધાના દુખાવા થી પણ આરામ અપાવે છે. ગોળ માં વધું પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશર ને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

ગોળનું સેવન કરવાની રીત:

જો તમને સામાન્ય રીતે જ ગોળ ખાવાની ઈચ્છા નથી થતી તો તમે ગોળ ને ઝીણો કતરી લો અને તેને દેશી ઘી માં ભેળવી દો પછી તેને રોટલી ઉપર મુકીને ખાશો તો તમને ખુબ એનર્જી મળશે. સાંજે ખાતી વખતે તમારે ગોળનું સેવન કરવું જોઈએ જેથી તમારું હિમોગ્લોબીનનું સ્તર ઝડપથી વધશે અને તમને એનર્જી મળશે.

તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળ નું સેવન કરશો તો તમને તેનાથી ખુબ જ વધું એનર્જી મળશે અને તમને આવા સેવનથી સ્વાદ પણ આવે છે અને થાક પણ નથી લાગતો. ચા કે કોફીમાં ખાંડને બદલે ગોળ નાખો. બે-ચાર દિવસ નવું લાગશે. પછી ફાયદા હી ફાયદા.

મિત્રો, તમારા ભોજનમાંથી ૩ વસ્તુ સફેદ જે ઝેર છે, જેમ કે ખાંડ, મીઠું અને મેંદો તથા ૩ કાળા ઝેર ચા,કોફી અને કોલ્ડ્રિન્કને તિલાંજલિ આપશો તો જીવન જીવવા જેવું લાગશે. ઉપરની પોસ્ટ ઘણા બધા અનુભવોના ફીડબેક અને રિસર્ચના આધારે લખેલી છે. જરૂર અમલમાં મુકો અને સ્નેહીજનોને પણ મોકલો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top