બધા લોકોને ખબર છે કે પાણી પીવું શરીર માટે કેટલું જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં 6થી 8 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી પીવાના ઘણા બધા ફાયદા છે. અત્યારે સુધીમાં જેટલુ સંશોધન કરવામાં આવ્યું છે તે મુજબ ગરમ પાણી પીવાથી શરીરના અંદર જમા થયેલ ટોક્સિક તત્ત્તવ બહાર નીકળી જાય છે.
ઘણીવાર ડોકટરો કોઈ બીમાર વ્યક્તિને ગરમ પાણી પીવાની ભલામણ કરે છે. ગરમ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે, જેના કારણે તમે ગરમ પાણી પીવાથી સ્વસ્થ રહી શકો છો. ગરમ પાણી પીવાથી કેટલીક ગંભીર બીમારીઓ મૂળથી દુર થઇ જાય છે. આજે અમે તમને ગરમ પાણી પીવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શું શું ફાયદા છે ગરમ પાણી પીવાના આવો જાણીએ.
કેટલાય લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા મોટાભાગે પેટ સાફ ન હોવાને કારણે જ થાય છે. ભૂખ ન લાગવા પર ગરમ પાણીમાં લીંબૂના રસની સાથે મીઠુ તેમજ બ્લેક પેપર નાંખીને પીઓ, તેનાથી ચોક્કસપણે તમને ફાયદો થશે. ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી અને ચહેરાની રોનક પણ હંમેશા જળવાઇ રહે છે. ગરમ પાણીનું સેવન તમારા વાળને પણ જલ્દી સફેદ થતાં અટકાવવામાં મદદરૂપ થઇ શકે છે.
ગઠીયા અને સાંધાઓ ના દર્દ થી મોટી સંખ્યા માં લોકો પરેશાન રહે છે. જે લોકો ને સાંધાઓ ના દર્દ, માંસપેશીઓ માં એંઠન, ગઠીયા વગેરે ની ફરિયાદ રહે છે તેમને સવારે સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી પીવાની ટેવ નાંખવી જોઈએ. તેનાથી થોડાક જ દિવસો માં તમને આરામ મળશે.
રોજ સવારે ગરમ પાણીનું સેવન કરવાથી લોહીના પરિભ્રમણમાં વધારો થાય છે. હૃદય સ્વસ્થ રહે છે જો કોઈ વ્યક્તિ પથરીની સમસ્યાથી પરેશાન છે. સવારે ગરમ પાણી પીવાથી આપણું વજન ઓછું થાય છે. તેનાથી આપણને ઘણો ફાયદો થાય છે. ગરમ પાણી આપણા શરીરના તાપમાનને તેજીથી વધારે છે. ગરમ પાણી વજન ઘટાડવામાં પણ ખૂબ મદદ કરે છે,રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં 1/2 લીંબુ અને એક ચમચી મધ મિલાવી ને પીવાથી શરીર પાતળું થાય છે.
તાવમાં ગરમ પાણી પીવું વધુ ફાયદાકારક છે જુકામ માં ગરમ પાણી પીવાથી ઘણો આરામ મળે છે,અને આ ઉધરસ અને શરદી ઝડપથી દૂર થાય છે. પાણી ઉકાળીને એનો 4 ભાગનું પાણી સળગી જે 3 ભાગ નું પાણી રહ્યું તે પીવું જોઈએ આવા ગરમ પાણીનું સેવન શરીરનો તાવ કફ અને પીત્ત ને દૂર કરે છે. રોજ સવારે ખાલી પેટ ગરમ પાણી રાત્રી અને જમ્યા પછી પીવાથી પેટની સમસ્યાઓ દૂર કરે છે. અને ગેસ જેવી સમસ્યાઓ નજીક પણ આવતી નથી.
દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી વાળ ખૂબ સુંદર બને છે. હા, ગરમ પાણી પીવાથી વાળમાં ચમક અને શક્તિ આવે છે, જેના કારણે તે વધુ સુંદર બને છે. જો તમને શરદી થઈ ગઈ હોય તો રાત્રે ગરમ પાણી પીવાથી તમને તાત્કાલિક રાહત મળશે અને ચેપગ્રસ્ત રોગોથી પણ બચી શકાય છે.
ગરમ પાણી પીવાથી ઉધરસ અને શર્દી સંબંધી રોગ દૂર થાય છે. અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે. શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ગરમ પાણી ખુબ ઉપયોગી છે. ખાલી પેટ ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.
સવારમાં ગરમ પાણી પીવાના ત્રણ દિવસમાં જ તેનો લાભ મળે છે. સવારનું પાણી માથાના દુખાવાની પરેશાનીથી છૂટકારો આપે છે. ગરમ પાણીના સેવનના છ મહિના જેટલા સમય બાદ હૃદયની નળીઓમાં બ્લોકેજ પણ ખુલી જાય છે. નળી બ્લોક ના હોય તો બ્લોક થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.