વગર ખર્ચે માત્ર 5 જ મિનિટમાં ગળાના દુખાવાથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખાસ કરીને ગળામાં દુખાવાનું જે મુખ્ય કારણ છે એ છે ઇન્ફેક્શન. બહારથી કોઈ પણ પ્રકારના કીટાણુઓ પછી એ વાઇરસ હોય, બૅક્ટેરિયા હોય કે ફૂગ, ગળા પર અટૅક કરે ત્યારે ગળામાં ઇન્ફેક્શન થઈ જાય છે અને એ ઇન્ફેક્શનને કારણે ગળું દુખતું હોય છે.  લાંબા સમય સુધી ગળામાં દુખાવો થવો ઘણી તકલીફ આપે છે. આ સાથે જ તે તમારા ગળાને જામ કરી દે છે.

ગળામાં પડતી ખરાશ અન્ય બીમારીઓની જેમ લાંબા સમય સુધી રહેતી નથી. પરંતુ કેટલાક દિવસોમાં જ આ તમને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરી બીમાર કરી દે છે. તો ચાલો આજે આપણે જાણીએ ગળાનો દુખાવો દૂર કરવા માટેના ઘરેલુ ઉપચારો.

કાળા મરી શરદી અને તાવ માટે ખૂબ જ ગુણકારી હોય છે. છ કાળા મરી ઝીણા વાટીને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં છ પતાસા સાથે મિક્સ કરી થોડા દિવસ સતત રોજ રાત્રે કોગળા કરવાથી ખાંસી-શરદી તેમજ ગળાનો દુખાવો દૂર થઈ જાય છે. દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ ભેળવીને જીભ ઉપર ચોપડવાથી ગળાના દુખાવામાં રાહત મળશે.

ગળાનો સોજો અથવા ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે અજમાની 2 ચમચી-ભરી અજમાને અડધા લિટર પાણીમાં પંદર-વીસ મિનિટ ઉકાળીને ગાળી લો અને તેમાં થોડું એવી મીઠું ભેળવી દો. આ પાણીથી સવારે અને રાત્રે સુતા પહેલા કોગળા કરો, તરત જ લાભ થશે. ગળામાં દુ:ખાવો થાય છે તો સૂકા ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી ભરી બે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વખત ચાવો. તેનાથી ગળાના દુખાવમાં રાહત મળે છે.

લીલા શાકભાજી તેના ગુણો માટે જાણીતા છે. મેથીમાં એન્ટિ-માઇક્રોબાયલ પ્રોપર્ટી હોય છે જેથી તે ગળાને આરામ આપે છે. તે ગળાનો દુખાવો, સોજો અને બળતરાથી પણ રાહત આપે છે. ગળામાં દુ:ખાવો થાય તો પાનના મૂળને મોઢામાં રાખીને ચૂસવાથી પણ લાભ થાય છે. આદુનો રસ, લવિંગનું ચૂર્ણ અને હિંગ સાથે ભેળવીને દિવસમાં ત્રણ વખત ચાટો. ગળાના દુખાવા પર જેઠીમધનું ચૂર્ણ અડધી ચમચી મધ સાથે દિવસમાં બે ત્રણ વખત ચાટો.

ફુલાવેલી ફટકડી ૨ ગ્રામ, અડધો ગ્લાસ (125 ગ્રામ) ગરમ પાણીમાં ઘોળીને દિવસમાં 2-3 વખત કોગળા કરવાથી ગળાનો સોજો અને દુ:ખાવો દુર થાય છે. કાયફળને પાણીમાં નાખીને ચાવવાથી ગળાના દુ:ખાવા અને કફ સબંધી રોગ દુર થઇ જાય છે. સૂકા, દાણાદાર ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને 1 ચમચી દિવસ 2-3 વાર ચાવવાથી ગળાના દુ:ખાવામાં આરામ મળે છે.

ગળાના દુખાવામાં હળદરનું દૂધ ખૂબ ફાયદાકારક છે. તેના એન્ટી ઈનફ્લેમેટરી ગુણો ગળામાં દુખાવાથી રાહત આપે છે. ગળાના દુખાવાની સારવાર માટે મધનો ઉપયોગ પરંપરાગત રીતે કરવામાં આવે છે. તે ગળામાં આરામ પ્રદાન કરે છે જે કફને ઘટાડી શકે છે. કેટલાક સંશોધન મુજબ, તે કેટલીક સામાન્ય કૃત્રિમ દવાઓ કરતાં વધુ અસરકારક છે. આ સિવાય હળદર કફ દૂર કરવા તેમજ કફ ઘટાડવામાં મદદ કરે છે. જો તમે આ બંનેનો એક સાથે ઉપયોગ કરો છો તો તે ગળાના કોઈપણ પ્રકારની સમસ્યામાં રાહત આપી શકે છે.

દાડમની છાલમાં ૧૦ ગણું પાણી ભેળવીને ઉકાળો બનાવી તેમાં લવિંગ અને ફિટકરી વાટીને ભેળવી તેના કોગળા કરવાથી ગળાની ચીકાશ, ગળામાં દુ:ખાવો અને બેસી ગયેલો અવાજ ઠીક થઇ જાય છે. ગળું ભારે ભારે લાગવું અથવા પીડા થાય તો વાસણમાં પાણી ગરમ કરીને ટુવાલથી મોઢું ઢાંકીને વરાળ લેવી. આમ કરવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળે છે. ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવાથી ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક થશે.

રાત્રે સૂતા સમયે જેઠીમધનું ચૂર્ણ 1 ગ્રામ મોઢામાં રાખીને થોડા સમય સુધી ચાવતા રહેવું  અને પછી તે જ રીતે મોઢામાં જેઠીમધ રાખીને સૂઈ જાવ. સવારના સમયે ઉઠશો તો ગળું ચોક્કસ સાફ થઇને તકલીફ દૂર થઇ જશે. જેઠીમધનું ચૂરણ જો પાનના પાંદડામાં મૂકીને સેવન કરવામાં આવે તો ઘણો વધુ ફાયદો થશે. તેનાથી સવારે ગળા ખુલવા ઉપરાંત ગળાના દુ:ખાવ અને સોજા પણ દૂર થઇ જશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top