વગર ખર્ચે શરીરના સોજા, કફના રોગો-ઉધરસ, શરદી, દમનો 100% ફાયદાકારક ઉપચાર છે આનું સેવન..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હળદર એ આપણી ભારતીય રસોઈ નો એક ખુબ જ મહત્વ નો ભાગ છે. તે એક આયુર્વેદિક ઔષધ છે. તેમા અનેકવિધ પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, તે આપણા સ્વાસ્થ્યને અનેકવિધ રીતે લાભદાયી સાબિત થાય છે. જો તમે હળદરનો તમારા રોજીંદા આહારમા સમાવેશ કરશો તો તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અઢળક અને અદ્ભુત લાભ જોવા મળશે. તો ચાલો હવે આપણે જાણીએ હળદરથી આપણાં શરીરને થતાં ફાયદા.

કાચી હળદરમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. બહોળા પ્રમાણમાં મળતું આયર્ન લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોનાં ઉત્પાદનમાં વધારો થાય છે અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે. જે ખૂબ જરૂરી છે. જેઓ પોતાના ચહેરા પરના અનિચ્છનિય વાળથી પરેશાન છે તેમણે હળદર લગાવવી જોઇએ. સતત તેના પ્રયોગથી ચહેરા પરના વાળ ઝાંખા થશે અને ધીમે-ધીમે દૂર પણ થઇ જશે.

શરીર ના સુજન ને ઓછું કરવા માટે ગરમ પાણી અને હળદર ખૂબ ફાયદાકારક હોય છે.શરીર માં સુજન થવા પર તમે હળદર વાળું પાણી પી લો.આ પાણી પીવાથી સુજન દૂર થઈ જશે અને તમને દર્દ થી પણ આરામ મળી જશે.હળદર માં કરક્યુમીન નામનું તત્વ મળી આવે છે અને આ તત્વ દર્દ અને સુજન ને દૂર કરવા માં કારગર સાબિત થાય છે.

નારિયેલ તેલમાં હળદર ભેળવીને ઘાટો લેપ બનાવીને ફાટેલી એડીઓ પર લગાવો.આનાથી તમને ખૂબ આરામ મળશે અને તમારી એડીઓ પણ સરસ થઈ જશે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.આમાં એન્ટી સેપ્ટિક ગુણ પણ જોવા મળે છે.જેનાથી ઘાવ કે ઇજા જલ્દી ભરાય જાય છે.માટે હંમેશા ઇજા કે ઘાવ પર લગાડવાની સલાહ અપાય છે.

અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે. આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે. સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે. હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે. હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે. હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે. દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

વજન ઓછું કરવા માટે ગરમ પાણી અને હળદર ના ફાયદા ખૂબ ફાયદાકારક છે. વધારે વજન થી જે લોકો પરેશાન હોય તે લોકો એ રોજ સવારે ગરમ પાણી સાથે હળદર ખાવી જોઈએ એવું કરવાથી વજન ઓછું થઈ જશે.અને આ પાણી પીવાથી શરીરમાં વાસ નહિ જમતું. અને વજન ઓછું થવા લાગે છે તમે ઈચ્છો તો આમાં મધ પણ ઉમેરી શકો છો.

સ્ત્રી અને પુરુષ બંને માટે આંબા હળદર સારી ગણાય છે અને તે ગર્ભાશયના મસલ્સને મજબૂત બનાવે છે જેથી પ્રેગનેન્સીમાં સ્ત્રી કે બાળકને કોઈ તકલીફ પડતી નથી. આ ઉપરાંત તે શિશ્નોત્થાનની સમસ્યાનો પણ અસરકારક ઈલાજ છે. તેમાં રહેલા તત્વો કામોત્તેજના પણ વધારે છે. આથી યુવાન સ્ત્રી પુરુષોએ નિયમિત તેનું સેવન કરવું જોઈએ.

હળદર ને દિમાગ માટે ખૂબ ફાયદેમંદ માનવામાં આવ્યું છે.અને આનું સેવન પાણી સાથે કરવાથી દિમાગ હંમેશા તંદુરસ્ત રહે છે અને અલજાઈમ રોગ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે. જે લોકોને શ્વાસ સબંધી રોગો જેવા સાઈનસ કે દમ બ્રારોકાઈટીસ અને જામેલા કફની તકલીફ છે. તેને દૂર કરવા માટે હળદરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી આ રોગોને મૂળમાંથી દુર કરે છે.

લીવર સંબંધી સમસ્યાઓમાં પણ હળદરને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આ જ કારણ છે કે શરદી- ખાંસી થવા પર દૂધમાં કાચી હળદર પાવડર નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે. પેટમાં કીડા થવા પર 1 ચમચી હળદરના પાવડરને રોજ સવારે ખાલી પેટે એક અઠવાડિયા સુધી તાજા પાણીની સાથે લેવાથી કીડા દૂર થાય છે. આ મિશ્રણમાં થોડું મીઠું પણ મેળવી શકો છો. તેનાથી પણ ફાયદો થશે.

જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેટ પર સ્ટ્રેચ માર્ક્સ થઇ ગયા છે અને હવે દૂર નથી થઇ રહ્યા તો હળદરને દહીં સાથે મિક્સ કરી રોજ તમારા પેટ પર 5થી 7 મિનિટ સુધી લગાવેલી રાખો. આના સતત પ્રયોગથી સ્ટ્રેચ માર્ક્સ ધીમે-ધીમે દૂર થશે

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top