જો તમે ઠંડા દૂધને બદલે ગરમ દૂધનું સેવન કરો છો, તો તમને ઘણા લાભ થશે. દૂધમાં હાજર પોષક તત્વો દૂધને ગરમ કરવાથી અનેક ગણા વધે છે. અહીં દૂધ ગરમ કરીને પીવાના જબરદસ્ત ફાયદા છે તે જાણો. દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે.
દૂધમાં રહેલા પ્રોટીન, ચરબી, કેલરી, કેલ્શિયમ, વિટામિન ડી, બી -2, બી -12, પોટેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા પોષક આહારની ગુણવત્તામાં વધારો કરે છે. જો દૂધ ગરમ કરી પીવામાં આવે, તો પછી તેના ગુણધર્મો પણ વધી જાય છે.
ગરમ દૂધ કોઈપણ સમયે પીય શકાય છે. તમે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેટલાક મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. એક કપ ગરમ દૂધમાં આશરે 12 ગ્રામ ખાંડ નાખવાથી સ્નાયુઓ અને મગજને મજબૂતી મળે છે, તેમા 8 ગ્રામ સંપૂર્ણ પ્રોટીન પણ છે, અને તેમા તમામ એમિનો એસિડ હોય છે.
આ તમારા સ્નાયુઓને શક્તિ આપે છે. એટલું જ નહીં, ગરમ દૂધ પીવાથી શરીરની ઊર્જા પણ વધશે. તો ચાલો હવે જાણીએ ગરમ દૂધ પીવાના કેટલાક વધુ ફાયદાઓ વિશે : રાત્રે સુતા પહેલા એક કપ ખાંડ વગરનું કપ ગરમ દૂધ પીવો. આ લોહીમાં શર્કરાના સ્તરને મેનેજ કરવામાં મદદ કરશે, મુખ્યત્વે ટાઇપ -1 ડાયાબિટીસ. જેમને બ્લડ સુગરમાં વધઘટ હોય છે તેઓએ આનું સેવન કરવું જોઇએ.
ગરમ દૂધ મન અને શરીરને આરામ આપવામાં મદદ કરે છે. સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધનું સેવન કરવાથી નિંદ્રા સારી રીતે આવે છે. આ ટ્રાયપ્ટોફન નામના પદાર્થોની હાજરીને કારણે થાય છે. એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી, ખાસ કરીને સૂવાના સમયે, પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
ગરમ દૂધ પીવાથી પોષણ વધે છે. હીટિંગ પ્રક્રિયા દૂધમાં હાજર ઉત્સેચકોને સક્રિય કરે છે, અને તેઓ શરીર દ્વારા વધુ સારી રીતે શોષાય છે, જેનાથી હાડકાની ઘનતામાં સુધારો થાય છે. હૂંફાળું દૂધ પીવાથી હાડકાને સબંધિત બીમારી, ઑસ્ટિઓપોરોસિસ અને ફ્રેક્ચર જેવા હાડકાં સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે.
કિડનીમાં સ્ટોનની સમસ્યા થવા પર આ દૂધ વધુ લાભ અપાવે છે. જો નિયમિત રીતે એક ગ્લાસ તુલસી નાકહીને દૂધનું સેવન કરવામાં આવે તો કિડની સ્વસ્થ રહે છે અને પથરી પણ ઓગળીને બહાર નિકળી જાય છે. તુલસી વાળું દૂધ પીવાથી કેન્સરની બીમારીથી આપણા શરીરને બચાવી શકાય છે. આ દૂધમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી-બાયોટિક અને એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ રહેલા છે.
રાત્રે હળદરવાળું ગરમ દૂધ પીવાથી રાત્રિમાં શરીરમાં રહેલ વિશેલા ટૉકિસનને બહાર કાઢે છે. હળદરવાળું દૂધ તમારી પાચનશક્તિને સાફ રાખે છે. જેનાથી અલ્સર, ડાયરિયા, અપચો જેવી તકલીફોથી રાહત મળે. તમારું પેટ સાફ થાય જાય છે. જેનાથી કામ કરવામાં તખલીફ પડતી નથી.
હળદરવાળું દૂધ ત્વચા માટે ફાયદેમંદ છે. હળદરવાળા દૂધમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબેકટીરિયલ જેવા તત્વો હોય છે. જેનાથી ત્વચાને સબંધી રોગ જેવા કે સ્કિન ઇન્ફેકશન, ખંજવાળ, મુહાસો જેવા રોગોથી છુટકારો મળે છે. જેના લીધે ત્વચા સ્વચ્છ રહે છે.
જો દાંતના સડો અને ખરાબ શ્વાસથી પરેશાન છો, તો પછી દરરોજ ગરમ દૂધ પીવાથી ખરેખર મદદ મળશે. ગરમ દૂધ દાંતને મજબૂત બનાવશે, દાંતના સડા નું જોખમ ઘટાડશે, અને દૂધમાં બાયોએક્ટિવ ઘટકો હોય છે, જે સુક્ષ્મસજીવોને વધતા અટકાવે છે.
જ્યારે તમે તેને કેટલાક વિશેષ મસાલા સાથે લો છો, ત્યારે તેની અસરમાં વધુ વધારો થાય છે. તે પાચનને સ્વસ્થ રાખી રોગપ્રતિકારક શક્તિ વધારશે, તેથી 2 ચપટી હળદર સાથે ગરમ દૂધ પીવો. તજ અને આદુની જેમ હળદરમાં પણ ફાયદાકારક એન્ટીઑકિસડન્ટો હોય છે. તે બળતરા દૂર કરવામાં પણ મદદ કરે છે.