દક્ષિણ ગુજરાતમાં શિયાળાની સિઝન પત્યા બાદ તાડના વૃક્ષ પરથી તાડી નીકળવાની બંધ થાય પછી તાડનાં વૃક્ષને ગેદલી લાગે છે. જેને ગેદલી કે ગલેલી તરીકે પણ ઓળખવામાં છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ જેવા કે તાપી, નવસારી,ડાંગ,વલસાડના ડુંગરાળ,પથરાળ વિસ્તારમાં થાય છે.
તાડફળીનું ફળ જેની તાસીર અને આકાર લીચીના ફળ જેવો હોય છે. તેથી તે આઈસ એપ્પલ કે ગલેલી ના નામથી પણ ઓળખવામાં આવે છે, તાડફળીના ફળ બીજા ફળ જેમ જ શરીરને તાજુ રાખે છે. અને તેને ઘણી બીમારીઓથી રાહત પહોચાડવાનું કામ કરે છે.
ગલેલીમાં હાઈ કેલેરી સાથે પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે. જે શરીરમાં ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. તેનાથી શરીરમાં થાક કે નબળાઈનો અનુભવ થતો નથી અને શરીર તાજું બની રહે છે.
ગલેલીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ ના ગુણ મળી આવે છે. જે શરીરની અંદરના કચરાને સાફ કરીને લીવર ને સુરક્ષિત રાખે છે. તે શરીરની અંદરના ઝેરોલા પદાર્થોને બહાર કાઢે છે, જેથી શરીરના બધા રોગ દુર થાય છે. આંખ આવી જવી એ સામાન્ય સમસ્યા છે, પણ આ સમસ્યા બહુ જ સંક્રમિત સમસ્યા છે, મતલબ કે ચેપી રોગ છે. ગલેલી અને ઘી ના ૧-૨ ટીપાં આંખ માં નાખવાથી લાભ થાય છે.
ગલેલી માં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે તે શરીરમાં પાણીની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. પેટના દુખાવો, એસીડીટી જેવી તકલીફોથી છુટકારો મળે છે. ગરમીના સમયમાં તેના રસનું રોજ સેવન કરવાથી ફાયદો થાય છે.
પેશાબ કરવામાં તકલીફ અને પીળો પેશાબ આવવો એ એક સમસ્યા છે. જેનું નિવારણ કરવું ફરજીયાત છે. ત્યારે તાડ ફળી નું તાજું નીકાદેલું દૂધ તથા ઘી નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
કિશોરાવસ્થા ની ઉંમરને પાર કરીને છોકરીઓમાં માસિક ધર્મ દરમિયાન સફેદ પદાર્થ નીકળવાની તકલીફ વધી જાય છે. જેથી પેટનો દુખાવો, કમરનો દુખાવો, ખંજવાળ થવા લાગે છે, આ તકલીફને દુર કરવામાં ગલેલી ફળ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ફળમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાને કારણે આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.
ગરમીની ઋતુમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે, જેથી ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશન ની તકલીફ ઉભી થવા લાગે છે આ તકલીફથી છુટકારો મેળવવા માટે ગલેલી મહત્વની ભુમિકા નિભાવે છે. તે શરીરને ઠંડક આપીને તાઝગી પૂરી પાડે છે.
આકરા તાપ અને વધતા તાપમાન ની ગરમીથી ત્વચા ઉપર બળતરા થવા લાગે છે. જેથી ચહેરા ઉપર લાલ ચકતા પડી જાય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે તમે ગલેલીનો રસ કાઢીને તેમાં ચંદન પાવડર ભેળવીને ચહેરા ઉપર લગાવો. સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો તેનાથી તમારી ત્વચાને રાહત મળશે સાથે જ ચહેરા ઉપર નિખાર આવશે.
ગલેલી ને ચોખા ના લોટમાં મિક્ષ કરીને માધ્યમ તાપે પકવીને એક પોટલી બનાવી લો અને તેને બાંધવાથી ડાયાબીટીશ અને નાના મોટા ઘાવ માં ફાયદો થાય છે. શરીર માં કબજિયાત ની સમસ્યા ફાઈબર ની ઉણપ ને લીધે થતી હોય છે. પાચન તંત્ર ખરાબ થવું કારણ પણ એ જ છે માટે શરીર માં જરૂરી માત્ર માં ફાઈબર હોવું જોઈએ. ગલેલી માં ફાઈબર ની માત્ર સારા એવા પ્રમાણ માં હોય છે માટે જો તે કબજીયાત થી પરેશાન છો તો ગળેલીના તાજા રસ નો સેવન કરવાથીફાયદો થાય છે.
ગર્ભવતી મહિલાઓ હમેશા કબજિયાત કે પેટના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે તમે ગલેલી ને પોતાના આહારમાં ઉમેરવી જોઈએ, તેનાથી ઘણી રાહત મળશે.