ઘણી વખત ચટપટા, મસાલાદાર અથવા તળેલા-શેકેલા પદાર્થો ખાવાથી ગળું ખરાબ થઇ જાય છે. ઘણી વાર ઠંડી લાગવાથી કે ખુબ વધારે ઠંડુ પાણી કે ઠંડી વસ્તુ ખાવાથી પણ ગળામાં દુ:ખાવો અને સોજો આવી જાય છે, તેના કારણે સ્વરપેટી બગડી જાય છે, તેથી ગાળા માંથી અવાજ આવવાનો બંધ થઇ જાય છે. અને ગળામાં દુખાવો થાય છે.
ગળાનો દુખાવો સામાન્ય રીતે બે પ્રકારે થાય છે. એક કફને કારણે અને બીજો પિત્તને કારણે. માટે પહેલા તકલીફ થવા નું કારણ કફ છે કે પિત્ત તે જાણવું ખુબજ જરૂરી છે. અને જો તેના પ્રમાણે ઉપાય કરીએ તો ઝડપથી રાહત મળે છે. કફને કારણે થતી ગળાની તકલીફ જ્યારે વાયરસ નાક કે મોં દ્વારા ગળામાં પ્રવેશી ગળામાં ઇન્ફેક્શન ફેલાવે ત્યારે થાય છે.
ગળાનો સોજો અથવા ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે અજમાની 2 ચમચી-ભરી અજમાને અડધા લિટર પાણીમાં પંદર-વીસ મિનિટ ઉકાળીને ગાળી લો. અને તેમાં થોડું મીઠું ભેળવી દો. આ પાણીથી સવારે અને રાત્રે સુતા પહેલા કોગળા કરો, તરત જ લાભ થશે.
ગળામાં સોજો આવી ગયો છે, અને કફ નીકળે છે, તો રાત્રે સુતા પહેલા અડધી ચમચી અજમાને ખૂબ ચાવીને ઉપરથી ગરમ પાણી પી લો. તેનાથી કફ બનવાનું બંધ થઇ જાય છે.અને ગળાના સોજા માં રાહત મળશે.
જો ગળામાં દુ:ખાવો થતો હોય તો, સૂકા ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી ભરી બે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વખત ચાવો. તેનાથી મોઢામાં છાલા માં પણ આરામ મળશે. ગળામાં દુ:ખાવાની સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે પાંચ-છ કાળા મરી અને છ સાત તુલસીના પાંદડા લો. તેને એક કપ પાણીમાં ઉકાળીને રાબ બનાવી અને પી જાવ. બે-ત્રણ દિવસ સુધી રોજ ત્રણ વખત કરો.
જો ગળામાં કફ જામી જવાથી પાણી કે ખોરાક ગળે ઉતારતી વખતે દુખાવો થાય છે. ઠંડી વસ્તુઓ ખાવાથી કે ઠંડુ પીવા થી તકલીફ પડે છે.
કફને કારણે થતી ગળાની તકલીફોમાં ગરમ ઔષધો જેવી કે આદુ, તુલસી, મરી, લવિંગ વગેરે થી ફાયદો થાય છે. શરદીમાં શરૂઆતના લક્ષણ તરીકે થતો ગળાનો દુખાવો જો સમયસર સારવાર કરીને મટાડવામાં ન આવે તો ઇન્ફેક્શન ફેફસા સુધી ફેલાય છે. કફ ના કારણે થતા ગળા ના દુખાવા માં રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં ફટકડીનો ટુકડો પાંચથી છ વખત ફેરવી ને તે પાણી વડે દિવસમાં ત્રણ વખત કોગળા કરવા. ફટકડી જંતુનાશક છે. તે ગળામાં રહેલ વાયરસનો નાશ કરી કફને દૂર કરે છે.
જો ફટકડી ના હોય તો તેના બદલે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાંખીને કોગળા કરવા.
એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી ગળાનો સોજો તેમ જ દુખાવામાં પણ રાહત મળે છે. લીંબુ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ત્રણેયને મિક્સ કરીને પીવાથી ગાળાના દુખાવામાં ઝડપથી ફાયદો થાય છે. જો સવારે ગળાનો દુખાવો વધી જતો હોય તો રાત્રે સૂતી વખતે અડધી ચમચી હળદર અને એક ચપટી મીઠું, તેમજ ઘટ્ટ પેસ્ટ થાય તેટલું પાણી ઉમેરી આ પેસ્ટ ચાટી જવી અને તેના પર પાણી ન પીવું. આખી રાત ગળામાં આ હળદર અને મીઠાંની પેસ્ટ રહેવાથી ઇન્ફેક્શન અટકી જાય છે. અને કફ દૂર થઈ ગળાનો દુખાવો તેમજ કાંકડાની તકલીફમાં રાહત મળે છે.
રાત્રે સૂતી વખતે મીઠામાં બોરેલો આદુનો નાનો ટુકડો મોઢામાં રાખીને સૂવાથી રાત્રી દરમિયાન આદુનો રસ ધીમે ધીમે ગાળામાં જાય છે. અને તેનાથી કફ ની સાથે ગળાનો દુખાવો મટે છે. સૂકા, દાણાદાર ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને 1 ચમચી દિવસ 2-3 વાર ચાવવાથી ગળાના દુ:ખાવામાં આરામ મળે છે. આલું બુખારાના પાણીમાં ગુલમહોરનું સરબત બનાવીને પીવાથી ગળાના તમામ રોગ દુર થઇ જાય છે.
જો ગળું ભારે ભારે લાગતું હોય અથવા તો ગળા માં દુખાવો થતો હો તો ગરમ પાણી ની વરાળ લો. કોઈ વાસણમાં પાણી ગરમ કરીને ટુવાલથી મોઢું ઢાંકીને વરાળ લો. આમ કરવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળે છે. ગળામાં દુ:ખાવો, સોજાની બીમારીમાં, આ ચીજોથી દૂર રહવું, તેલમાં તળેલી-શેકેલી, વાસી, દહીં, ઠંડી વસ્તુ, તીખા મસાલા, આંબલી અને કોલ્ડ ડ્રંક્સ કારણ કે આ વસ્તુઓ ખાવા થી ગળા નું ઇન્ફેક્શનને વધે છે.