શું તમે ગળા નો દુખાવો અને કાકડાના સોજા થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ અસરકારક ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વધુ ચટપટા, મસાલાદાર અથવા તળેલા-શેકેલા પદાર્થો ખાવાથી ગળું ખરાબ થઇ જાય છે. ઘણી વાર ઠંડી લાગવાથી કે ખુબ વધારે ઠંડુ પાણી કે ઠંડી વસ્તુ ખાવાથી પણ ગળામાં દુ:ખાવો અને સોજો આવી જાય છે, સ્વરપેટી બગડી જાય છે, ગાળા માંથી અવાજ આવવાનો બંધ થઇ જાય છે અને ગળામાં પીડા થાય છે. એકથી પાંચ વર્ષનાં બાળકોમાં ઇમ્યુનિટી નબળી હોવાને કારણે વારંવાર ઇન્ફેકશનથી બીમાર થઈ જાય છે.

ગળાનાં પાછળની બાજુએ બન્ને તરફ આવેલી ગલગ્રંથિ-ટોન્સિલ્સમાં સોજો આવવાથી જમવા, પાણી પીવા દરમ્યાન અને સોજાની તીવ્રતા વધુ હોય ત્યારે થૂંક ગળવાથી પણ ગળામાં દુખાવો થાય છે. સોજો ભલે ગળામાં હોય પરંતુ તેને કારણે માથામાં દુખાવો, કાનમાં ચસકા મારવા, તાવ આવવો, ભૂખ ઓછી થઇ જવી જેવાં લક્ષણો થતાં હોય છે. ટાન્સિલ, ઇન્ફેક્શન, વાયરલ તાવ, ખાંસી અથવા ચેચક રોગમાં પણ ગળામાં દુ:ખાવો, સોજો, ઇન્ફેક્શન થઇ જાય છે. આમ થવાથી કાંઈ પણ ખાતા સમયે મુશ્કેલી થાય છે.

ગળા ના દુખાવા અને કાકડાથી રાહત મેળવવાના ઉપાય:

પાંચ-છ કાળા મરી અને છ સાત તુલસીના પાંદડાને  એક કપ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી, દર 3 કલાકે આ ગરમ ઉકાળો પીવાથી 24 કલાક માં ગાળા ના દુ:ખાવાની સમસ્યા માંથી છુટકારો  મળે છે. ગળાનો સોજો અથવા ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે અજમાની 2 ચમચી-ભરી અજમાને અડધા લિટર પાણીમાં પંદર-વીસ મિનિટ ઉકાળીને ગાળી, તેમાં થોડું મીઠું ભેળવી, આ પાણીથી સવારે અને રાત્રે સુતા પહેલા કોગળા કરવાથી તરત જ લાભ થાય છે.

ગળામાં સોજો આવી ગયો છે અને કફ નીકળે છે, તો રાત્રે સુતા પહેલા અડધી ચમચી અજમાને ખૂબ ચાવીને ઉપરથી ગરમ પાણી પી લો. તેનાથી કફ બનવાનું બંધ થઇ જાય છે. સીરકા, મીઠું, લીંબુ અથવા લસણના રસથી કોગળા ઘણો લાભ આપે છે. હુફાળા પાણીમાં એક ચમચી કાળા મરી ભેળવી લો કે સિરકા નાખી લો કે પછી લીંબુનો રસ નાખી લો. કોઈ પણ રીતે દિવસમાં ત્રણ વખત કોગળા કરો. લસણના રસને પાણીમાં નાખીને પણ કોગળા ઘણા અસરકારક છે. તે ઉપરાંત પાણીમાં જેઠીમધ નાખીને  ઉકાળી પાણીને ઠંડુ કરી કોગળા કરવાથી  પણ સારી અસર થાય છે.

ગળામાં દુ:ખાવો થાય તો સૂકા ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી ભરી બે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વખત ચવવાથી રાહત મળે છે. કળથી અને કાળા મરીની રાબ પણ ગળાની પીડા માં રાહત આપે છે.  કાળા મરીમાં અડધી ચમચી ઘી અને વાટેલી સાકર ભેળવીને ખાવાથી ગળામાં ફાયદો થાય છે. કાળા મરી, લવિંગ, મીઠું અને લીમડાના પાંદડાની રાબ પણ ગળાના દુ:ખાવા વખતે ઘણું કામનું છે.

દાડમની છાલમાં ૧૦ ગણું પાણી ભેળવીને ઉકાળો બનાવી તેમાં લવિંગ અને ફિટકરી વાટીને ભેળવી તેના કોગળા કરવાથી ગળાની ચીકાશ, ગળામાં દુ:ખાવો અને બેસી ગયેલો અવાજ ઠીક થઇ જાય છે. ગળું ભારે ભારે લાગવું અથવા પીડા થાય તો વાસણમાં પાણી ગરમ કરીને ટુવાલથી મોઢું ઢાંકીને વરાળ લેવી. આમ કરવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળે છે. ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવાથી ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક થશે.

ગળામાં દુ:ખાવો, સોજાની બીમારીમાં, આ ચીજોથી પરેજી રાખવી, તેલમાં તળેલી-શેકેલી, વાસી, દહીં, ઠંડી વસ્તુ, તીખા મસાલા, આંબલી અને કોલ્ડ ડ્રંક્સ કારણ કે આ વસ્તુઓ ઇન્ફેક્શનને વધારી દે છે. ટૉન્સિલ્સની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે લીંબૂ અને આદુનો ઉપયોગ કરવો. લીંબૂનો રસ અને વાટેલુ આદુને પાણીમાં ઉકાળી કોગળા કરવા. દર અડધા કલાક  પછી આવુ કરવું. દૂધ અને હળદર – એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર મિક્સ કરી પીવાથી કાકડામાં જલ્દી આરામ મળે છે.

જેઠીમધનું ચૂર્ણ અડધી ચમચી મધ સાથે દિવસમાં બે ત્રણ વખત ચાટવું. ગળામાં દુ:ખાવો થાય તો પાનના મૂળને મોઢામાં રાખીને ચૂસવાથી પણ લાભ થાય છે. આદુનો રસ, લવિંગનું ચૂર્ણ અને હિંગ સાથે ભેળવીને દિવસમાં ત્રણ વખત ચાટવું.  ફુલાવેલી ફટકડી ૨ ગ્રામ, અડધો ગ્લાસ (125 ગ્રામ) ગરમ પાણીમાં ઘોળીને દિવસમાં 2-3 વખત કોગળા કરવાથી ગળાનો સોજો અને દુ:ખાવો દુર થાય છે. તેનાથી ગળામાં દુ:ખાવો અને સોજા ઉપરાંત ગળું રૂંધાતું રહેવું, 1-2 વખત ખાંસી લીધા વગર સ્પષ્ટ અવાજ ન નીકળવો, ગળાની બંને બાજુની ગાંઠો જે ક્યારેક ક્યારેક ફૂલી જાય છે અને આ ગાંઠોનાં દુઃખાંવાના કારણે કંઇ પણ ખાય પી ન શકવું અને તાવ પણ આવી જવો એટલે ટોન્સિલમાં પણ લાભ થાય છે અને ગળાની અંદરના છાલા પણ દૂર થઇ જાય છે.

જો ગરમ ભોજન ખાધા પછી ઠંડુ પાણી પીવાથી ગળું બેસી  જવાની તકલીફ હોય, તો રાત્રે સૂતા સમયે જેઠીમધનું ચૂર્ણ 1 ગ્રામ મોઢામાં રાખીને થોડા સમય સુધી ચાવતા રહેવું  અને પછી તે જ રીતે મોઢામાં જેઠીમધ રાખીને સૂઈ જાવ. સવારના સમયે ઉઠશો તો ગળું ચોક્કસ સાફ થઇને તકલીફ દૂર થઇ જશે. જેઠીમધનું ચૂરણ જો પાનના પાંદડામાં મૂકીને સેવન કરવામાં આવે તો ઘણો વધુ ફાયદો થશે. તેનાથી સવારે ગળા ખુલવા ઉપરાંત ગળાના દુ:ખાવ અને સોજા પણ દૂર થઇ જશે.

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top