કુદરતની એક અમૂલ્ય ભેટ હાથલા થોર નું લાલ ફળ જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે.ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિપિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે તે થોર પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ જોવા મળે છે. આ ફળ મોટાભાગે સૂકી આબોહવાહોય ત્યાં જોવા મળે છે. તે ખુબ ઓછા પાણીમાં પણ પોતાનો વિકાસ કરી શકે છે. આ ફળ શરીર માટે ઘણું જ ગુણકારી છે.
ફીંડલા ના ફાયદા:
ફિંડલામાં રહેલું ફ્લેવોનોઈડ નામનું તત્વ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરિન, સર્વિકલ અને ફેફસાના કેન્સરના જોખમને ઘટાડે છે. આ સિવાય શરીરમાં રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે. ફિંડલામાં રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની સાથે પેટના રોગોમાં પણ ફાયદારુપ છે. પેટમાં ચાંદા પડતા હોય અને લાંબા સમયથી દવાઓ કર્યા પછી ફરી ઉથલો મારતો હોય તો ફિંડલાથી જરુર રાહત મળશે. જેમને વારંવાર પેટમાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે ફિંડલાનો રસ ઘણો જ ફાયદારુપ સાબિત થાય છે.
લોહીમાં સુગરનું પ્રમાણ વધતું અટકાવવામાં અને સુગર લેવલને કંટ્રોલ રાખવાનું કામ પણ આ ફળ કરે છે. લોહી ની ઉણપ દૂર કરી લોહીનું શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન વધારે જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ફીંડલા ના જ્યુસ ને ગરમ પાણી સાથે લેવાથી હિમોકલોબીન લેવલ માં તરત જ ફેરફાર થાય છે. લોહીમાં ગ્લુકોસનું પ્રમાણ વધવાથી ઘણી તકલીફો શરુ થઈ જાય છે ત્યારે ફિંડલા માં રહેલા તત્વો ટાઈપ-II ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે લિવર માટે પણ ફિંડલાનો રસ ઘણો ફાયદાકારક છે. લિવર શરીરનું મહત્વનું ઓર્ગન છે.
પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડો-પેશાબથી લઈને અનેક બીમારીઓ થતી હોય છે. પિતાશય લોહીને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. માટે ફિંડલાનો રસ, જામ કે જેલી ખાવાથી પિત્તાસયની તકલીફો દૂર રહે છે. ફિંડલામાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જેમકે, ફ્લેવોનોઈડ્સ, ક્યુર્સેટિન્સ, ગેલિક એસિડ, ફેનોલિક તત્વ વગેરે. આ એન્ટિઓક્સિડેન્ટ્સના કારણે યકૃત એટલે કે પિત્તાશયને રાહત મળે છે. આ બધાની સાથે પાચનશક્તિ સારી બને છે.
શરીરને વિવિધ ખોરાકમાંથી પોષક તત્વો તો મળી જતા હોય છે પણ શરીરને જરુરી કેલ્સિયમનો અભાવ રહે છે જેના કારણે દાંત અને હાડકાની તકલીફો થાય છે. તાજા ફિંડલાના ફળમાં 83 મિલિગ્રામ કેલ્સિયમ હોય છે. આ કેલ્સિયમ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. ફીંડલા, મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેનિયમ, ફોલિક એસિડ અને વિટામીન ‘C’, ‘B6’, ‘A’ થી ભરપૂર છે. દમ અસ્થમા ની તકલીફ દૂર કરે છે. શારીરિક નબળાઈ દૂર કરે. મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે. પાચન તંત્ર સુદ્રઢ બનાવે.
બપોરે અને રાત્રે 50 – 50 ml એક ગ્લાસ પાણીમાં આમળા,એપલ સાઇડર, સંચર, લીંબુ, ચાટ મસાલો વગેરે સાથે મિક્સ કરી શરબત તરીકે પી શકાય. આ શરબત રોજિંદા ઉપયોગમાં પણ લઇ શકાય અને કોઈપણ સાઈડ ઈફેક્ટ થતી નથી, માત્ર ફાયદો ને ફાયદો જ છે. ફિંડલામાં રહેલ ફાઈટોકેમિકલ્સ કેન્સરને વધતું અટકાવે છે. ફળના રસના ડાઈયુરેટિક ગુણધર્મને કારણે તે સુગર, ફેટ અને સ્ટાર્ચને લોહીમાં ભળતું અટકાવી, ધમનીની દીવાલોમાં જામતું અટકાવે છે. લિવર અને પેન્ક્રીયાસના ફંકશનમાં મદદરૂપ થાય છે.
ફીંડવાનું મેલિએટ ઓફ મેગેનઝિ ખોરાકમાં લેવાતા લોહતત્વનું હિમોગ્લોબિનમાં રૂપાંતર કરે છે. થેલેસેમિયાના દર્દીઓ માટે આ ફળનું જયુસ આશીર્વાદરૂપ સાબિત થાય છે. પેટિકન નામનું તત્વ કોલસ્ટ્રોલના લેવલને જાળવે છે. આ ઉપરાંત તે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલની પણ માત્રા વધારે છે જેને કારણે તમારી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત બને છે.