વગર દવા કે ગોળીએ ગળા અને છાતીમાં જામેલા કફનો 100% અસરકારક દેશી ઉપાય છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જો થોડા દિવસ સુધી કફની સમસ્યા રહે તો તે વધુ ગંભીર નથી હોતી પણ જ્યારે આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. છાતીમાં કફ જામવાનાં સામાન્ય કારણોમાં ધૂમ્રપાન, વાયરલ ઇન્ફેક્શન, સાયન્સ, શરદી-ઉધરસ અને ફ્લૂના કારણે ગળામાં ખરાશ રહે છે.

કફના કારણે સતત છીંક આવે છે તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કફ ગળામાં જમવાની સાથે છાતીમાં પણ ચીપકી જાય છે. કોઈ ચીજમાં એલેર્જી હોવાને લીધે ગળામાં કફ જામે છે, શ્વસન તંત્રની ક્રિયામાં ચીકાશ બને છે જેમાં મૃત કોશિકાઓ અને કચરો હોય છે. જે કફ સ્વરૂપે બહાર આવે છે. તો ચાલો હવે આપણે જાણીશું છાતીમાં અને ગળામાં જામેલા કફને દૂર કરવાના ઉપચાર.

એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ગરમ પાણી સાથે પીવાથી કફની સમસ્યામા રાહત મળે છે. મધ ગળાનો કફ સાફ કરે છે અને લીંબુ કફ કાપવાની કાર્ય કરે છે, સંપૂર્ણ રીતે કફમાંથી છુટકારો મેળવવા આ મિશ્રણ ખુબ જ ઉપયોગી છે. આ મિશ્રણ અઠવાડિયામાં ત્રણ વખત લેવાથી છાતી અને ગળામાં જામેલો કફ નાબુદ થાય છે.

નીલગીરીના તેલ સાથે વરાળમાં ઊંડા શ્વાસ લેવાથી તમને બંધ નાકમાંથી રાહત મળશે અને તમારી છાતીમાં જામી ગયેલ કફ દૂર કરવામાં મદદ મળશે. નીલગીરીનાં તેલના થોડા ટીપાને ગરમ પાણીમાં ભેળવો અને વરાળ તરીકે ઉપયોગ કરવાથી તમને સારું પરિણામ મળશે, કેમ કે નીલગીરીના તેલમાં એનાલજેસિક ગુણ અને જીવાણુ વિરોધી ગુણ હોય છે.

એક ચમચી તાજા આદુના ટુકડા અને તેને ગરમ પાણીમાં નાખો. આ પછી આ મિશ્રણને થોડી મીનીટો સુધી ગરમ કર્યા બાદ તેમાં બે ચમચી મધ નાખીને સારી રીતે ભેળવી દીધા બાદ પીવાથી છાતી અને ગળામાં જામેલો કફ દૂર થાય છે. આદુની ચા પીવાથી કફ દુર રહે છે. આદુના ટુકડા ચાવવાથી અને ભોજનમાં ઉપયોગ કરવાથી પણ કફ દુર થાય છે.

અરડુસી કફ, શરદી અને ઉધરસ શરીરની બહાર કાઢવા માટેની ખુબ જ ઉપયોગી જડીબુટ્ટી છે. શરીરમાં રહેલો કફ બહાર કાઢવા માટે અરડુસીના પાંદડાને વાટીને પેસ્ટ બનાવવામાં આવે છે. આ પેસ્ટ પાણી સાથે પીવાથી કફની સમસ્યા દુર થાય છે. આ કફની સમસ્યામાં અરડુસીના પાંદડાને ચાવવાથી પણ છાતી અને ગળામાં જામેલો કફ દુર થઇ શકે છે.

હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જે કફમાં આવેલા બેકટેરિયાનો નાશ કરે છે. આ ઉપાય કરવાથી કફ બનવાનો દુર થાય છે. હળદરથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એક ચમચી હળદરને એક ગ્લાસ દુધમાં નાખીને પીવાથી છાતી અને ગાળામાં જામેલો કફ દૂર થાય છે. અડધી ચમચી હળદરને પાણી સાથે દિવસમાં ત્રણ વખત પીવાથી કફ દુર થાય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર અને એક ચપટી મીઠું નાખીને કોગળા કરવાથી છાતી અને ગળામાં જામેલો કફ મટે છે.

લસણ મા ભરપૂર પ્રમાણ મા ગુણતત્વો સમાવિષ્ટ છે. જો તમે 1 કપ પાણી ઉકાળીને તેમાં 3 લીંબૂ નો રસ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી ત્યારબાદ તેમાં થોડું ક્રશ કરેલું લસણ ઉમેરીને સાથે જ તેમાં 1/2 ચમચી જેટલો કાળા મરીનો પાવડર મિક્સ કરીને છેલ્લે એક ચપટી જેટલું મીઠું ઉમેરવું. આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેનું સેવન કરવાથી છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા ગાયબ થઈ જશે.

ચોથા ભાગનું અનાનાસ અને એક કપ પાણી લઈને તેનું જ્યુસ બનાવીને પીવાથી કફ દુર થાય છે. અનાનાસના ટુકડા સીધા ખાવાથી પણ કફમાં રાહત થાય છે. દિવસમાં આ પ્રયોગ ઓછામાં ઓછો એક વખત કરવાથી કફ નાબુદ થાય છે. અનાનાસમાં એન્જાઈમ બ્રોમલેન હોય છે જે કફથી છુટકારો અપાવવામાં મદદ કરે છે, જેથી અનાનાસના જ્યુસનું સેવન કરવાથી છાતી અને ગળામાં જામેલો કફ નાબુદ થાય છે.

ગાજરમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેંટ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય ગાજરમાં ભરપુર પોષકતત્વો અને વિટામીન સી હોય છે જે છાતી અને ગળામાં જમેલા કફની સમસ્યા દુર કરે છે. ચારથી પાંચ ગાજર લઈને તેનું જ્યુસ કાઢીને તેને પાણી સાથે ભેળવીને તેમાં બેથી ત્રણ ચમચી મધ ભેળવીને સારી રીતે મિક્સ કરીને પીવાથી કફ દુર થાય છે. આ જ્યુસને દિવસમાં વારંવાર ઉપયોગ કરવાથી કફ સંપૂર્ણ સાફ થઇ જાય  છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Scroll to Top