Breaking News

સૌથી સસ્તો અને સરળ નપુસંકતા, શ્વાસ-શરદી, કફ અને શરીરના સોજાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

જાયફળ એક એવી જડીબુટ્ટી છે જે અનેક સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. આયુર્વેદ મુજબ જાયફળ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે. જાયફળ અનેક રોગોના ઉપચાર માટે પણ ગજબની દવા તરીકે કામ કરે છે.

જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ , ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હિતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગંધ, કૃમિ, ઉધરસ, ઊલટી-ઊબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હ્રદય નાં દર્દો મટાડે છે. તો ચાલો હવે આપણે જાણીશું જાયફળના ફાયદા વિશે વિગતવાર.

જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફનાશક ઔષધ છે. જેમને જૂની શરદી અથવા કફની તકલીફ રહેતી હોય, વારંવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે આશરે એક ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. 2-3 દિવસ આ પ્રમાણે ઉપચાર કરવાથી કફની બધી જ તકલીફોમાં ઘણો લાભ થાય છે.

જાયફળમાં શક્તિશાળી સંયોજનોનું મિશ્રણ હોય છે, જે બીમારીઓને રોકવામાં અને સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. જાયફળનું તેલ લગાવવાથી સોજા, માંસપેશીઓ અને સાંધાના દુખાવાથી રાહત મળે છે. જાયફળથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થઈ શકે છે.

જાયફળને ઘસીને દૂધમાં મેળવીને સપ્તાહમાં ત્રણવાર પીવાથી નપુંસકતા દૂર થઈ શકે છે. યૌન શક્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આંખોની નીચે કાળા કુંડાળાથી પરેશાન હોવ તો જાયફળ ઘસીને તે ભાગે લગાવવાથી આ સમસ્યાથી મુક્તિ મળી જશે.

આજકાલ કેટલાક લોકોને અનિદ્રા કે રાત્રે ઊંઘના આવવાની સમસ્યા થાય છે. આખો દિવસ કામ, ઘર અને અન્ય ઘણી બધી વસ્તુઓના કારણે તણાવની તકલીફ થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપ અનિદ્રા. આવામાં જાયફળનું સેવન ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે.

ઘણીવાર શરીરમાં એસિડની માત્રામાં નોંધપાત્ર વધારો થાય છે જેના લીધે છાતીમાં બળતરા થાય છે એટલે કે એસિડિટીની સમસ્યા થાય છે.આ માટે જાયફળ, સૂંઢ અને જીરાને પીસીને તેનું ચૂર્ણ તૈયાર કરો. હવે ભોજન પછી આ ચૂર્ણને પાણી સાથે લો, તે પેટમાં ગેસ અને છાતીના બળતરાની સમસ્યાઓ દૂર કરશે.

આજકાલ મોટાભાગના લોકોને આંખ સંબંધિત સમસ્યાઓ થવા લાગી છે. એવામાં યોગ્ય સમયે ધ્યાન આપવું અને પોતાની આંખોનું ધ્યાન રાખવું જરૂરી છે. જાયફળનું સેવન ખૂબ લાભકારક થઈ શકે છે. આ પ્રોસ્ટાગ્લૈડીન નામનું હોર્મોનના ઉત્પાદનમાં રોક લગાવે છે, આંખોની સમસ્યાને ઓછી કરી શકે છે.

જાયફળ હરસમાં અને કબજિયાતમાં રામબાણ સાબિત થાય છે.આ માટે તમારે નિયમિતપણે જાયફળનો ઉપયોગ કરવો જોઈએ.તેનો વપરાશ કરવા માટે, જાયફળને દેશી ઘીમાં ભેળી દો અને પછી ખાઓ. હવે તેને પીસી લો અને તેને લોટમાં ભેળવી દો.મિશ્રણ તૈયાર કર્યા પછી ફરીથી તેને દેશી ઘીમાં શેકો અને ખાંડ સાથે રોજ સવારે ખાલી પેટ એક ચમચી પીવો. આ મિશ્રણનો નિયમિત વપરાશ કરવાથી હરસના રોગથી છુટકારો મળશે.

ઝાડાની સારવારમાં એક ચમચી ખસખસ, બે મોટી ચમચી ખાંડ, અડધી ચમચી ઈલાયચી અને જાયફળ વાટી લો. દર બે કલાકમાં એક ચમચી આ પાવડરનુ સેવન કરો. ઉલટી જેવુ લાગવુ અને અપચાની સ્થિતિમાં એક ચમચી મધ સાથે 3-4 ટીપા જાયફળનુ તેલ મિક્સ કરીને સેવન કરવાથી આરામ મળે છે.

કાનની પાછળ જો સોજો હોય કે ગાંઠ હોય તો જાયફળને પાણીમાં ઘસીને સોજાવાળા સ્થાન પર લગાવો. સોજો સારો થઈ જશે. દાંતના દર્દમાં જાયફળના તેલમાં રૂનું પૂમડું પલાળી તેને દર્દવાળા ભાગ કે દાંત ઉપર કે દાઢમાં રાખો. દર્દ તરત જ દૂર થઈ જશે. દાંતમાં કીડા લાગે તો પણ તે તરત જ મરી જાય છે.

જાયફળ સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. થોડું જાયફળ પાવડર પાણી કે મધની સાથે મેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે. ખીલ અને ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા જાયફળ દૂધમાં ઘસી લગાવવું.

જાયફળ મેરિસલિગનનથી ભરપૂર હોય છે, એ લિવર ડિસઓર્ડર અને ઘાની સારવારમાં મદદ કરે છે. જાયફળમાં મળતો રસ હેપેટાઈસીસમાં સોજાની સારવારમાં પણ મદદરૂપ છે. જાયફળમાં સ્ટ્રેસ ઓછા કરવાના ગુણ હોય છે. એ રક્તવાહિનીઓને આરામ આપીને હૃદયના કાર્યને સારી રીતે ચાલવામાં મદદ કરે છે. બ્લડપ્રેશર સામાન્ય કરવાથી હૃદય રોગોનું જોખમ ઓછું કરી શકાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

error: Content is protected !!