ગળા- નાક અને ફેફસા માંથી કફ દૂર કરી સફાઇ કરવાનો સૌથી અસરકારક અને બેસ્ટ ઉપચાર છે આ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ફેફસા એ શરીરનો મહત્વનો ભાગ છે. જો ફેફસા માં ખરાબી આવી જાય તો માણસનું જીવન પણ ખરાબ થઇ જાય છે. ફેફસાની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. શરીરના દરેક ભાગને તંદુરસ્ત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમાંથી ફેફસા મહ્ત્વનો ભાગ છે.

ફેફસામાં કોઇ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો તેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ફેફસા શરીર માટે ખુબ જ જરૂરી અને અનિવાર્ય અંગ છે તેનું મુખ્ય કામ વાતાવરણ માંથી ઓક્સીજન લેવાનું અને કાર્બન ડાયોક્સાઈડ ને બહાર કાઢવાનું છે. એટલા માટે ફેફસા યોગ્ય રીતે કાર્ય કરે તે ખુબ જ જરૂરી છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ ફેફસાને સાફ કરવાના ઘરેલુ આયુર્વેદિક ઉપચાર.

ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય નાસ (ગરમ વરાળ) લેવી. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીર માં રહેલા બલગમ ને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે. આ ઉપાય નિયમિત કરવામાં આવે તો ફેફસા ને લગતી ઘણી સમસ્યાઓ દુર થઇ જાય છે.

ફેફસા સાથે જોડાયેલી મુશ્કેલી દૂર કરવા માટે તજની ચા પણ ઘણી ઉપયોગી છે. રોમન સામ્રાજ્યમાં તેનો ઉપયોગ ડાયજેશન અને રેસ્પિરેટરી ટ્રેકટમાં દવાની જેમ કરવામાં આવતો હતો. એક ગ્લાસ પાણીમાં થોડા તજ નાંખી તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય, પછી આ પાણી પીવાથી ફેફસાની સારી સફાઈ થઈ શકે છે.

એક લીટર પાણી ગરમ કરવું. તેમાં ગોળ મિક્સ કરવો. પછી તેમાં આદુ, લસણના ટુકડા અને હળદર પણ ઉમેરવી. ત્યાર પછી તે મિશ્રણને ઉકળવું અને જયારે તે ઉકળી જાય પછી તેને ઠંડુ થવા દેવું,  ઠંડુ થઇ જાય પછી તેને એક પેક વાસણમાં ભરી ફ્રીઝમાં મૂકી દેવું. આ મિશ્રણને સવારે બે ચમચી અને સાંજે બે ચમચી જેટલું સેવન કરવું તેનાથી ફેફસા સ્વસ્થ થઇ જશે.

ગરમ પાણીમાં કલહાર ના પાંદડા પલાળીને પછી તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખવું, તેમાં મધ નાખી ને ચા બનાવી લેવી. આ ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે અને કોઈ બીમારી થતી નથી.

અખરોટમાં ભરપુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ફેફસા માટે તે બહુ જ ફાયદાકારક વસ્તુ છે. ડાયેટમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટ સામેલ કરવાથી તમે ફેફસાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. તે શ્વાસની મુશ્કેલીની સમસ્યા અથવા અસ્થમામાં પણ ફાયદાકારક છે.

ગાજરને નાના ટૂકડા કરી લઈને પછી તેમાં પાણી નાખી તેને ચડવા દેવા. જ્યાં સુધી ગાજર ચડે નહિ ત્યાં સુધી તેને ચડવા દેવું. ગાજરમાં પાણી એટલું નાખવાનું કે ગાજર ચડી જાય પછી પણ પાણી વધે. ત્યાર પછી ગાજરને મિક્સરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લેવી. પેસ્ટ બની ગયા પછી તેમાં ઉપરથી થોડું મધ નાખી તેને બરાબર મિક્સ કરવું.

ગાજર બાફ્યા હતા તેનું વધેલું પાણી જે હતું તે પણ મિક્સ કરી દેવું. હવે આ મિશ્રણને કોઈ વાસણમાં ઢાંકીને અથવા તો કોઈ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી રાખવું. ફેફસાની સફાઈ કરવા માટે દિવસમાં ત્રણ વખત આ મિશ્રણનું સેવન કરવાનું છે. દરેક વખતે બે ચમચીનું સેવન કરવાનું છે. આવું કરવાથી ફેફસાં વધારે કાર્યક્ષમ રહેશે અને તેમાં ક્યારેય ગંદકી જમા નહિ થાય તેમજ  ફેફસા સાફ રહેશે.

આદુવાળી ચા ની અંદર એન્ટીઈન્ફ્લેમેટરી તત્વ રેસ્પિરેટરી ટ્રેક્ટથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ફાયદાકારક છે. સાથે જ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને બીટા કેરોટીન જેવાં ઔષધીય તત્વ પણ છે. આદું શરીરમાં કેન્સર સેલ્સનો નાશ કરી શકે છે. ફેફસાની સફાઈ માટે નિયમિત રૂપે આદુવાળી ચા પીવો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top