આપણ સૌ જાણીએ છીએ કે ફાળો માં અનેક પ્રકારના વિટામીન્સ, પ્રોટીન રહેલા છે, જે શરીરને અનેક રોગ સામે લડવાની તાકાત આપે છે. આજે અમે તમને ફળાહાર એટલે કે દરેક ફળના ગુણ અને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જાણવા માટે આ લેખ ને અંત સુધી વાંચો.
કેરી ગુણમાં મધુર, શીતળ, ભારે, રેચક, પ્રિય, ધાતુવર્ધક, પુષ્ટિકારક, કફ વધારનાર, દીપક, કાંતિ વધારનાર, વાયુ, તૃષ્ણા, દાહ, પીત, શ્વાસરોગ, અરુચિનો નાશ કરે છે. કાચી કેરી ખાધેલું પચાવે છે. પાકેલી કેરીનો રસ બળબુદ્ધિ વધારે છે. મીઠું દાડમ, દાંતના રોગમાં, મુખમાં રોગમાં ઉત્તમ છે.
દાડમ તૃપ્તિકારક, ધાતુવર્ધક, હલકાં, તૂરાં, ગ્રાહી, બુદ્ધિવર્ધક, બલપ્રદ, મધુર અને પથયકારક છે. ઝાડને રોકે, ત્રિદોષ હરે છે. હરસ, દાહ, તરસ, તાવ મટાડે છે. હદયરોગ, મુખ રોગ, મળરોગ, કંઠ રોગ મટાડે. ખાટા દાડમ, રુચિકર, દીપક, લધુ, વાયુ અને કફનો નાશ કરે છે. ખાટાં દાડમ પિત્તકારક છે અને કફ-વાયુનો નાશ કરનાર છે.
લીંબુ ખાટું ફળ છે. જે પેટનો વાયુ, આફરો, શૂળ, ઉધરસ, આમ, અરુચિ, ઉદાસી અને મોઢાની દુર્ગધ દૂર કરે છે. જઠરાગ્નિ તેજ કરે છે આનું વધુ પડતું સેવન શરીરમાં ગરમી કરે છે. કાળી દ્રાક્ષ સૂકી હોય તો વાજીકરણ બલકારક, પૌષ્ટિક હોય છે. દાહ, મૂર્છા, દમ, શ્વાસ, કફ, પિત્ત, તૃષા, ઊલટી અને હ્રદય વ્યથાનો નાશ કરે છે.
કાળી અને રાતી કીસમીસ તરીકે ઓળખાતી દ્રાક્ષ ઠંડી, ભારે, મધુર, રુચિકર, ખાટી અને રસાળ હોય છે. પાકી લીલી દ્રાક્ષ સ્વર સુધારનાર, મધુર અને તૃપ્તિ કરનાર છે. વળી તે રુચિવર્ધક, મૂત્રલ ભારે, તૂરી, ઝાડા સાફ લાવનાર છે. દ્રાક્ષ ખાંસી, ક્ષય અશક્તિ વગેરે રોગોમાં લાભકારી સાબિત થાય છે.
અંજીર સ્વાદિષ્ટ, શીતળ, ભારે રક્તવિકાર, વાયુ, પિત્ત, ખાંસી મટાડે છે. વજન વધારવા નાનાં બાળકોને દૂધમાં અપાય છે. તેને દૂધમાં નાંખી બાફીને ખાવાથી શક્તિ મળે છે. ખજૂર શીતળ, મધુર, રુચિકારક, તૃપ્તિ આપનાર, પૌષ્ટિક, બળ વધારે, વીર્યવર્ધક છે. તે પિત્તશ્વર, ક્ષય, રક્તપિત્ત, ખાંસી, શ્વાસ, અને વાયુ મટાડે છે.
ચીકુ પૌષ્ટિક મેવો છે. તે શ્રમને હરે છે. જમ્યા પછી ચીકુ ખાવાથી ભોજન પચે છે. બાળકો માટે તે ઉત્તમ માનવામાં આવે છે. નાસપતી સફરજન જેવી જ ગુણવત્તા ધરાવે છે. તે તરસ મટાડી પેશાબ સારો લાવે છે. બોર પણ શરીર માટે લાભકારી માનવામાં આવે છે. પાકાં બોર પિત્તને મટાડે છે. સુકાં બોર કફ અને વાયું મટાડે છે. જૂનાં બોર તરસ તેમજ શ્રમને મટાડે છે. ખાટાં બોર પિત્ત અને કફ વધારે છે.
શિંગોડાં પૌષ્ટિક, વાજીકરણ બળ વધારે છે. ઝાડા બંધ કરે છે, તે વાયુકારક, દાહ, રક્તવિકાર, ભ્રમ, સોજો મટાડે છે. શિંગોડાં પૌષ્ટિક મેવો ગણાય છે. સીતાફળ ગુણમાં મધુર, શીતળ, બળકારક, વાયુવર્ધક, અને પૌષ્ટિક ગણાય છે. વધુ પડતાં સેવનથી તાવ આવે છે. જરદાલુ સ્વાદિષ્ટ પૌષ્ટિક, શીતળ, મળને બાંધનાર તથા કફ અને પિત્ત સમાવનારું હોય છે.
અનાનસ ગુણમાં ભારે, પિત્તનાશક, અને કફકારક હોય છે. પાકે ત્યારે મીઠું, પિત્ત શામક, તૃષા, જેવા વિકાર દૂર કરે છે. ગર્ભિણી સ્ત્રી માટે અનાનસ ખાવાની મનાઈ છે. ખાલી પેટે અનાનસ ખાવાથી તે દોષ ઉત્પન્ન કરે છે. ફણસ પાકેલું હોય ત્યારે શીતલ, સ્નિગ્ધ, તૃપ્તિ કરનાર, ધાતુ વધારનાર, બળકારક પૌષ્ટિક, વૃષ્ય અને વાયુનો નાશ કરનાર હોય છે.
કેળાં મધુર અને બળકારક હોય છે. તે શીતળ, શુક્વર્ધક પોષક, બળ, માંસ, કાંતિ અને રુચિને વધારે છે. તરસ, ગ્લાનિ, પિત્ત, રક્ત વિકાર, ભૂખ, નેત્રરોગનો વગેરે રોગનો નાશ કરે છે. ભારે તબિયતવાળા, પેશાબ, નબળી પાચન શક્તિવાળાઓએ કેળાં ખાવા ન જોઈએ.
પપૈયું ગુણમાં મધુર, ભારે રુચિકારક, પાચક પિત્તનાશક અને ઝાડો સાફ લાવનાર છે. તે બરોળનો સોજો મટાડે છે. પાક્લાં પપૈયાં માનવામાં આવે છે. તે વધુ ખાવાથી વાયુ ઉત્પન્ન કરે છે. રાયણ ગુણમાં ગરમ, સ્વાદિષ્ટ વાત પ્રકૃતિને હિતકર, પિત્તને વધારનાર, પણ વધુ ખાતા પિત્તપ્રકોપ ઉત્પન કરનાર હોય છે.
ફાલસા ગુણમાં મધુર, રુચિકારક, ઠંડા, સ્વાદિષ્ટ પિત્તશામક, ગ્રાહી, ઝાડાને બંધ કરનાર હોય છે. તેનું સેવન પિત્ત, દાહ વગેરે મટાડે છે. સક્કરટેટી સુગંધી, તૃષા સમાવે, પૃષ્ટિ, ધાતુ વધારે, મળને બાંધનાર છે વધુ માત્રામાં સક્કરટેટી ખાવાથી તે વાયુને વધારે છે માટે તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.
આલુ મોઢનાં દર્દ દૂર કરે છે. સૂકાં આલુ દૂધમાં નાખીને પીવાથી શરીરને અપૂર્વ શક્તિ મળે છે. લીલાં આલુ દેખાવે લાલ હોય છે. તે તરસ છીપાવે છે અને ખોરાક પચાવે છે. શેરડી નો રસ કાઢીને પીવાથી તે તરસ છીપાવે છે. શેરડીને ચૂસીને ખાવાથી પેઢા મજબૂત બને છે. તે કમળો મટાડે છે અને આંતરડાંની ગરમી દૂર કરવામાં મદદ કરે છે.
અખરોટ મધુર, ચીકાશદાર હોય છે. એનો મગજ જેવો આકાર હોય છે. જે મગજનાં તમામ દર્દો મટાડે છે. નારંગીમાં મધુર, રુચિકારક, શીતળ, પૌષ્ટિક, તુષ્ય, દીપક, અને નિર્દોષ ગુણ રહેલા છે. આ ઉપરાંત તે શૂળ, કૃમિનાશક, મંદાગ્નિ, ખાંસી, વાયુ, પિત્ત અને ક્ષય રોગમાં લાભદાયી સાબિત થાય છે.
મીઠી, નારંગી ઉત્તમ છે. તેનું શરબત દાહ અને પિત્ત મટાડે છે. ઊલટી, ઉબકામાં નારંગી ઉત્તમ માનવામાં આવે છે. નારંગી લોહીને સુધારે છે. રોજ ચૂસીને નારંગી ખાવામાં આવે તો પેઢમાંથી પડતું લોહી મટે છે, અને આરામ મળે છે. નારંગીનું જ્યુસ પણ પીવામાં આવે છે.
મોસંબી પિત્ત શામક છે. તે જૂના તાવને સારો કરે છે. તે રક્તશોધક, પાંડુ, કબજિયાત, જૂના ઝાડા અને મોઢનાં તમામ દર્દ મટાડે છે. તે મંદગ્નિ, આમાતિસાર, અગ્નિ, ક્ષય, ખાંસી, ઊલટી, ઉદરરોગ અને રક્તવિકારનાં દર્દીને લાભ કરે છે. મોસંબીનું જ્યુસ પણ લાભદાયી હોય છે.