રક્તકણો માં હીમોગ્લોબિનનું પ્રમાણ ઉમર પ્રમાણે ઓછું હોય તેને એનિમિયા કહેવામાં આવે છે.શરીરમાં ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબીન દ્વારા થાય છે.આથી જરૂરી માત્રામાં હિમોગ્લોબીન હોવું જરૂરી છે.એનિમિયા થવાના કારણોમાં હિમોગ્લોબીન બનવા માટે જરૂરી ઘટકતત્વો ઓછા હોવા, રક્તકણોનું ઝડપથી તૂટી જવું, રક્તકણોનું ઓછું બનવું જવાબદાર છે.
એનિમિયા થવાનું કારણ ખોરાકમાં આયર્ન ઉણપ,શરીરમાં આયર્નનું બરાબર પાચન ન થવું જેવા લક્ષણો હોઈ શકે છે. વિકાસશીલ દેશોમાં આ એનિમિયા થવાનું કારણ આંતરડામાંથી બ્લડ લોસ,કૃમિનું ઇન્ફેક્સન,પુખ્ત વયની સ્ત્રીઓમાં મેન્સ્ટ્રુઅલ જેવા કારણો પણ જાણવા મળ્યા છે.
મોટાભાગના આયર્ન ડેફિસિયન્સી એનિમિયામાં રોગોના લક્ષણો જોવા મળે છે. જેમ જેમ હિમોગ્લોબીનનુ પ્રમાણ ઘટતું જાય તેમ ઇમ્યુનીટી ,ભૂખના લાગવી ,સુસ્ત રેહવું, ઝડપથી થાકી જવું જેવા ચિન્હો જોવા મળે છે.
એનિમિયા લક્ષણો જે ઘણીવાર સગર્ભા સ્ત્રીઓ ફરિયાદ ઉલ્લેખ કરે છે. આ હકીકત એ છે કે, માતાના શરીરમાં વધુ ઓક્સિજન જરૂરી છે અને એ બાળક ના કારણે છે. વધારાની પરિભ્રમણ (સ્તન્ય પ્રાણીઓમાં ગર્ભમાં રહેલા બચ્ચાની રક્ષા માટેનું આચ્છાદન) દેખાવ કારણે ઘણી વખત હિમોગ્લોબિન ઘટાડો જોવા મળે છે.
ઘણી પ્રેગ્નેન્ટ મહિલાઓ એનિમિયાથી પીડિત હોય છે. પ્રેગ્નેન્સીમાં બાળકના વિકાસ સમયે લોહીની ઉણપ થાય છે. જેના કારણે ઘણી સમસ્યાઓ થવા લાગે છે માટે પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું.
જે બાળકોમાં આયર્ન પ્રમાણ ઓછું હોય તેમને માટી ,ચોક,બરફ ખાવાની ઈચ્છા થાય છે તેમજ તે બાળકની રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે. બાળકો ને આ માટે ચ્યવનપ્રાશ ખવડાવવું જોઈએ.
એનીમિયા ના લક્ષણો :
એનિમિયામાં હંમેશા થાક લાગે છે, ઉઠવા-બેસવામાં ચક્કર આવે છે, સ્કિન અને આંખો પીળી દેખાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, હાર્ટ બીટ એબ્નોર્મલ થઈ જાય છે અને હથેળીઓ ઠંડી રહે છે. ગંભીર એનિમિયા હૃદય જેવા મહત્વપૂર્ણ અંગોમાં ઓક્સિજનનું સ્તર ઓછું કરી શકે છે અને હૃદયરોગનો હુમલો થઈ શકે છે.
રક્તકણોની સાઈઝ મોટી હોવાથી તે ઝડપથી તૂટી જાય છે. તેમજ વિટામિન B12 /ફોલિક એસિડ ની હિમોગ્લોબિન બનવામાં જરૂર રહેતી હોવાથી તેનું પ્રમાણ ઘટી જાય છે આ કારણોથી તેમાં એનિમિયા જોવા મળે છે. વિટામિન B12 /ફોલોક એસિડ ઘટવાથી પોટેશિયમ નું પ્રમાણ પણ શરીરંમાં ઘટે છે.આ રોગના લક્ષણોમાં માનસિક વિકાસ ઓછો થવો જેવા લક્ષણો જોવા મળે છે.
એનીમિયા માટે ના ઈલાજ :
બીટ ખાવાથી :
બીટમાં ભરપૂર આયર્ન હોય છે. તેને ખાવાથી શરીરમાં લોહીની કમી સર્જાતી નથી. જેથી રોજ સલાડમાં તેને અવશ્ય સામેલ કરવું. તે વિટામિન એ અને સીનો પણ સારો સોર્સ છે.
પાલક ખાવાથી:
પાલકમાં વિટામિન એ, બી9, ઈ અને સી હોય છે. આ સિવાય તેમાં આયર્ન, ફાયબર અને બીટા કેરોટીન હોય છે. જે લોહીની કમી દૂર કરે છે. એક કપ બાફેલી પાલકમાંથી 3.2 મિગ્રા આયર્ન હોય છે. એનિમિયાથી બચવા રોજની ડાયટમાં પાલકને સામેલ કરો.
ટામેટા નું સેવન :
ટામેટાંમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં બીટા કેરોટીન અને વિટામિન ઈ પણ હોય છે. જે આયર્નની કમીને દૂર કરવામાં મદદ કરે છે. તમે રોજ ટામેટાંનું સલાડ અથવા ટામેટાના સૂપનું સેવન કરી શકો છો.
ખજૂર નું સેવન :
ખજૂર ખાવા ના ઘણા બધા લાભો છે, ખજૂર ખાવા થી ઘણા બધા પ્રકાર ના રોગો માં ઘણા બધા લાભો પણ થઇ શકે છે, જેમ કે કબજિયાત, આંતરડાના વિકાર, હૃદયની સમસ્યાઓ, એનિમિયા, જાતીય તકલીફો, ઝાડા, પેટના કેન્સર અને વેગેરે રોગો ની અંદર સારવાર માં ઘણા આબધા ખજૂર ખાવા ના કારણે ફાયદા થઇ શકે છે.
લીલી શાકભાજી, શતાવરી, કેળા, તરબૂચ અને લીંબુ એ ફોલેટનો સારો સ્રોત છે. (જો તમે પાલક ખાતા હોવ તો તે જૈવિક હોવો જ જોઇએ અને તમારે તેને કાચો જ ખાવું જોઈએ. રાંધેલા સ્પિનચમાં ઓક્સાલેટ હોય છે જે આયર્ન અને કેલ્શિયમ સાથે જોડાય છે, તેને તમારા શરીરમાંથી દૂર કરે છે). એક અભ્યાસ માં સાબિત થયું છે કે ગોળ અને ચણા ખાવાથી એનિમિયા નાં રોગ માં લાભ થાય છે કારણ કે એમાં ખૂબ જ પ્રમાણ માં પોષક તત્વો હોય છે.