કાંદાના રસમાં એટલી બધી સબળ જીવન શક્તિ રહેલી છે કે ક્ષય જેવો રોગ પણ તેનાથી મટે છે. હરસ તથા નામર્દ પણું એનાથી દૂર થાય છે. કાંદા જીર્ણજ્વર, ખાંસી, શરદી, કબજિયાત વગેરેને પણ દૂર કરે છે. કાનના દર્દમાં કાંદાનો રસ અતિ ગુણકારી છે. અનિદ્રાના ભયંકર રોગ કાંદાથી મટે છે. બાળકો માટે કાંદાનો રસ સ્ફૂર્તિદાયક છે. ઉલટી, અરુચિ, દાદર, ખુજલી, ખસ, જેવા દર્દો કાંદા થી મટે છે.
કાંદા ખાવાથી સંધિવા, આંખ નાં દર્દો તેમજ સખત ગરમીમાં ‘લૂ’ જેવા જીવલેણ રોગથી બચી જવાય છે. અર્શ, હરસ અને નાકમાંથી પડતું લોહી કાંદાથી બંધ થાય છે. એવા કસ્તુરી સમાન કાંદાની કેટલીક વિગતો આ પ્રમાણે છે. કાંદાનો રસ નરણે કોઠે મધમાં માત્ર પંદર દિવસ લેવામાં આવે તો નામર્દ માણસ પણ મર્દાઈ મેળવે છે. કાંદા ધોળા, રાતા અને લાલ એવા ત્રણ પ્રકારના છે. દરેકમાં પોષકતત્ત્વો એક જ પ્રકારનાં છે. એટલે જ “ગરીબો માટે કસ્તૂરી સમાન કાંદા’ મહત્ત્વના ગણાયા છે.
ધોળી ડુંગળી નો રસ, મધ અને આદુનો રસ મેળવી તેમાં એક તોલો ઘી નાખી પીવાથી અત્યંત મર્દાઈ પણું આવે છે. પાશેર ધોળી ડુંગળી પાશેર ઘીમાં લાલ શેકી તે ઘી સાથે કુલ એકવીસ દિવસ સુધી ખાય તો ક્ષય રોગ નાબૂદ થાય છે.કાંદાનો રસ દિવસમાં ત્રણ વાર લેવાથી ક્ષય રોગ નાબૂદ થાય છે. હરસ ના દર્દમાં સાકરની સાથે કાંદાનો રસ નિયમિત લેવામાં આવે તો એ રોગ સંપૂર્ણ મટે છે. ઔષધ તરીકે સફેદ કાંદા અતિ ઉત્તમ મનાય છે. કાંદાનો રસ અને મધ 21 દિવસ પીવામાં આવે તો રોગ પછીની અશક્તિ મટે છે. નબળા શરીરવાળો માનવી પણ આ રીતે કાંદા નો ઉપયોગ કરે તો તે શરીરની તેજસ્વિતા મેળવે છે.
કાંદાનો અડધો શેર રસ કાઢી તેમાં કપડું પલાળી (સુતરાઉ કપડું લેવું) ને પછી તે કાપડ ની દિવેટ બનાવી તલના તેલમાં સળગાવી કાજળ પાડી આંખમાં આંજવાથી ફૂલ મટે છે. ડુંગળીનો રસ અને મધ હડકાયો કૂતરો કરડે તે ઘા ઉપર લગાડવાથી ઘા જલદી રુઝાઈ જાય છે અને ઝેર નષ્ટ થાય છે. વાંદરો કરડ્યો હોય તો ડુંગળીનો રસ મીઠું પીસીને લગાવવાથી મટે છે. ડુંગળીના રસમાં લસણ ઘસીને લગાડે તો કાનખજુરાનું ઝેર ઉતરે છે. ડુંગળીના રસમાં નવસાર મેળવી લગાડે તો વીંછીનું ઝેર નાશ પામે છે.
ડુંગળીનો રસ એક ચમચી અન્ન ખાતાં બાળકો ને આપવા થી પેટના કૃમિ મરી જાય છે. ડુંગળીનો રસ દર બે કલાકે પીવાથી અપચાને કારણે થતી ઊલટી બંધ થાય છે.ડુંગળી ની કાતરી કાચી ખાવાથી સ્ત્રી ને અટકાવ સાફ આવે છે. જો બાળકની ઊંચાઈ વધતી ન હોય તો કાંદાના રસમાં ગોળ નાખી ખવડાવો. ધોળી ડુંગળી, ગોળ અને હળદર મેળવી સવાર સાંજ આ મિશ્રણ પીવાથી કમળો મટે છે. ડુંગળીનો રસ છ માસા, ઘી ત્રણ માસા, સવાર- સાંજ પીને ઉપર સાકર નાખીને ગરમ કરેલું અડધો શેર દૂધ પીવાથી વીર્ય વૃદ્ધિ થાય છે અને ઈન્દ્રિયની કમજોરી દૂર થાય છે.
ડુંગળી પર કાપ મૂકી એક ભાગ ઉપર ઝીણું મીઠું અને હળદર લગાવી તેલમાં ગરમ કરી પગમાં કાંટો, ખીલી, લોખંડ કે કાંકરો વાગ્યો હોય ત્યાં લગાવી દેવાથી દુખાવો મટે છે. ધનુર થતું નથી અને સોજા ઉતરે છે. ધોળી ડુંગળી ચીરીને સુંઘાડવાથી બાળકોને આંચકી કે તાણમાં ફાયદો કરે છે.એક શેર પાણીને ખૂબ ગરમ કરી તેમાં પાંચ તોલા ડુંગળીનું છીણ નાખી, પાંચ દસ મિનિટ રહેવા દઈ ગાળી નાખવું. તે ઠંડુ થયા બાદ નાના બાળકને બે ત્રણ ચમચી પીવડાવવાથી તે ઘસઘસાટ ઊંઘી જાય છે.
કાંદાનો રસ અર્ધો તોલો, ગાયનું ઘી પાંચ તોલા, મધ અર્ધા તોલો અને આદુનો રસ અડધો તોલો મેળવી આ મધુર પીણું પીવાથી સૌંદર્ય શક્તિ અને ઓજસ વધે છે. એનાથી થાક દૂર થાય છે અને અપૂર્વ શક્તિ મળે છે. તથા યોવન સુખ ભોગવવા માટે શરીર સમૃદ્ધ બને છે.ધોળી ડુંગળી બારીક પીસી અથવા તેનો રસ કાઢી તેમાં દહીં તથા સાકર મેળવીને પીવાથી અમ્લપિત્ત મટે છે. ડુંગળી ચાવીને ખાવાથી દાંત સ્વચ્છ બને છે, ગળું કફ વગરનું બને છે અને સ્વર સુધરે છે.કાંદાના ટુકડા કરી તેનો ઉકાળો પીવાથી કાયમી કફ ની પીડા દૂર થાય છે. એકલો કાંદો પકાવીને રોજ ખાવામાં આવે તો ઝીણો તાવ દૂર થાય છે.
ડુંગળીના રસમાં કારેલાંનો રસ મેળવીને પીવાથી ભયંકર અજીર્ણ મટે છે. ડુંગળીના રસના ટીપા રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે. એ રસમાં મધ નું મિશ્રણ કરી કાનમાં નાખવાથી કાનમાં થતાં ચસકા નરમ પડે છે.ઉનાળામાં “લૂ’ લાગી ગઈ હોય એવા દર્દીને તરત કાંદાનો રસ પીવો જોઈએ. નરણે કોઠે કાંદાનો રસ અને મધ પીનાર કદી ડૉક્ટરના ઓટલે જતો નથી. શેકેલી કેરી અને ડુંગળીનો રસ સાથે આપવાથી ‘લૂ’ નો રોગ મટે છે. ડુંગળી સુંઘવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. ડુંગળીનો રસ અને ઇસબગુલ સાથે લેવાથી અર્શની બીમારી મટે છે.