દાતણ માત્ર આરોગ્ય અને બૌદ્ધિક ક્ષમતા જ નહી પણ ધર્મ અને અધ્યાત્મની નજરથી પણ શ્રેષ્ઠ છે. આ જ કારણે વ્રત દરમિયાન કેટલાક લોકો આજે પણ બ્રશની જ્ગ્યાએ દાતણનો પ્રયોગ કરે છે.
દાંતોને ચમકાવવા ઉપરાંત તમારી બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિને પણ વધારે છે. જે લોકો પોતાની યાદશક્તિ વધારવા ઈચ્છે છે તેમણે પોતાના દાંત દાતણથી સાફ કરવા જોઈએ. આનાથી બુધ ગ્રહનો દોષ પણ દૂર થાય છે.
મસૂઢા અને દાંતની મજબૂતી માટે બબૂલના દાતણથી દાંત સાફ કરવા ફાયદાકારી હોય છે. બબૂલ શનિ ગ્રહના અશુભ પ્રભાવને દૂર કરે છે. શનિ દોષથી મુક્તિ માટે સવાર-સાંજ બબૂલના દાતણનોઉપયોગ કરવો.
લીંબડા ના દાતણ ના ફાયદા :
આયુર્વેદમાં જણાવ્યું છે કે ‘નિમ્બશ્ચ તિત્તકે શ્રેષ્ઠ’ લીમડાના દાતણથી દાંતોને સ્વસ્થ રાખવાની સાથે પાચન ક્રિયા અને ચેહરા પર નિખાર લાવવા માટે પણ લાભકારી છે.આ જ કારણે આજે પણ ગામના લોકો નિયમિત લીમડાના દાતણનો પ્રયોગ કરે છે.
લીમડાના દાતણ ની અંદર રહેલા તત્વો દાંત ઉપર જામેલી પીડી પરત ને દૂર કરે છે. આથી જ લીમડાનું દાતણ કરવાના કારણે દાંતોની પીળાશ દૂર થાય છે. સામાન્ય રીતે લીમડાનું દાતણ કરવા માટે લીમડાની એકદમ કૂણી ડાળખીઓ નો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે આ ડાળખી ને એક બાજુ થી ધીમે ધીમે ચાવવામાં આવે છે, કે જેથી કરીને તેમાંથી ઝીણા ઝીણા તાર છૂટા પડે.
લીમડાનું દાતણ કરતી વખતે તેને ખૂબ જ ચાવવાની જરૂર પડે છે. ખુબ વધુ વખત લીમડાનું દાતણ ચાવવાના કારણે તેની અંદર રહેલા બધા જ પોષક તત્વો આપણા લાળરસની અંદર ભળી જાય છે, જે મોં ની અંદર રહેલી દરેક પ્રકારની બીમારીઓ અને બેક્ટેરિયાનો નાશ કરે છે.
જેથી કરીને મોંમાંથી આવતી વાસ માંથી પણ છુટકારો મળે છે. આ ઉપરાંત મોના અનેક પ્રકારના રોગોમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે. લીમડાની અંદર ઍન્ટિ-ઑક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. આથી તેનો ઉપયોગ કરીને લોકો અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકે છે.
બેર ના દાતણ ના ફાયદા :
આયુર્વેદમાં જણાવ્યું છે કે બેરના દાતણથી નિયમિત દાંત સાફ કરો તો આવાજ સાફ અને મધુર થઈ જાય છે. બદર્યા મધુર સ્વર’ આથી જે લોકો વાણીથી સંબંધિત ક્ષેત્રોમાં કેરિયર બનાવવાનું વિચારી રહ્યા છે કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમણે બેરના દાતણનો પ્રયોગ કરવો જોઈએ.
દેશી બાવળ ના દાતણ :
દેશી બાવળના દાતણથી પેઢાં મજબુત બને છે તેમજ પેઢાંમાંથી નીકળતું લોહી બંધ થાય, દાતણ ચાવવાથી નીકળતા તૂરા રસથી દાંતના પેઢામાં ખૂબ ફાયદો થાય છે,દાતણ માટે હંમેશાં એક જ વૃક્ષની ડાળી વાપરવાને બદલે થોડા-થોડા દિવસે બદલવી જોઈએ. જેમ કે પંદર-વીસ દિવસ લીમડો વાપરો તો એ પછીના થોડા દિવસ બાવળ, એ પછી થોડા દિવસ કરંજ.
આ રીતે વારાફરતી ડાળીઓ બદલતા રહેવાથી વિવિધ વૃક્ષના રસનો લાભ મળે છે. બાવળના રેસા મજબૂત હોવાથી એનો કૂચો સારો બને છે અને એટલે દાંતની સફાઈ સરસ થાય છે. બાવળ કફનાશક, કૃમિ અને વિષનાશક પણ છે. તૂરો રસ ગ્રાહી હોવાથી દાંતનાં પેઢાંને મજબૂત કરે છે. કરંજનો રસ તીખો અને કડવો છે, પાયોરિયાની તકલીફમાં કરંજ લાભદાયક છે.
દાતણને જીભ ઉપર પણ ફેરવવું જોઈએ. કારણ કે, એના રસથી જીભ પર બાઝેલી છારી છૂટી પડે છે એને કાઢી નાખવા માટે દાતણ પૂરું થયા પછી એને વચ્ચેથી ચીરીને બે ભાગ કરવા અને બન્ને ભાગને વારાફરતી વાળીને જીભ પર ઊલની જેમ વાપરવા જોઈએ. તો સ્વસ્થ દાંત અને મોં માટે કેમિકલ વાળા ટૂથપેસ્ટ છોડો અને હજારો વર્ષોથી ચાલી આવતી આપણી દાતણની પરંપરાને જીવંત રાખતા તેનો જ ઉપયોગ કરો. દાંતની તંદુરસ્તી માટે આનાથી સારો વિકલ્પ કોઈ નથી.