માત્ર 15મિનિટ આ કામ કરવાથી થશે હદયરોગ, સાંધાના દુખાવા, વજન ઘટાડવા જેવી અનેક સમસ્યા માથી છૂટકારો,અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વર્તમાન સમયમાં પણ વ્યક્તિ માટે ચાલવું એટલું જ મહત્વનું છે કારણ કે વધતી જતી વાહન-વ્યવહારની સગવડો અને ફાસ્ટ જીવનની પદ્ધતિને કારણે આપણે ચાલવા માટે સમય ફાળવી શકતા નથી. પરિણામે આપણે અનેક રોગોને આવકારો આપીએ છીએ. જો વ્યક્તિ નિયમીત થોડું ઘણું ચાલે તો ધણી શારીરિક તકલીફોથી બચી શકાચ છે.

આજના ભૌતિકવાદી યુગમાં નિત્યક્રમ બદલાઇ ગયા છે જેની માઠી અસર ઘણી વખત આપણે જ ભોગવવી પડે છે.દરરોજ 30 મિનિટ ચાલવાથી શરીરનાં હાડકાં મજબૂત બને છે. ચાલવાથી ફક્ત આપણા પૈસા જ નથી બચતા પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર અમુક પગલાં ચાલવાથી ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકો છો અને તેનાથી માનસિક મજબૂતી પણ મળે છે. તેમ છતાં પણ લોકો થોડું ચાલવાથી પણ અચકાતા હોય છે. એટલે સુધી કે ઓફિસ, કોલેજ અથવા શોપિંગ મોલની સીડીઓનો ઉપયોગ કરવાને બદલે લિફ્ટનો ઉપયોગ કરે છે.

નિયમિત ચાલવાથી વધતું વજન કન્ટ્રોલ કરી શકાય છે. તેમજ બ્રિસ્ક વોકિંગ એટલે કે ઝડપથી ચાલવાથી વજન પણ ઉતારી શકાય છે.આકા દિવસની દોડભાગમાં શરીર હંમેશા તણાવમાં રહેતું હોય છે. એવામાં વોકિંગ કરવાથી તમારો સ્ટ્રેસ દૂર કરી શકાય છે.

ચાલવાથી ડાયાબિટીસ અને કેન્સર જેવાં રોગોનું જોખમ પણ ઘટે છે.ચાલવાથી શરીરનાં સ્નાયુઓ મજબૂત બને છે અને સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. દરરોજ નિયમિત ચાલવાથી તમારું બ્લેડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.વોકિંગ કરવાં જતાં પહેલાં આ ધ્યાનમાં રાખો

બહુ ઓછાં લોકો જાણતાં હશે કે સવારે શૌચની ક્રિયા પતાવી દીધાં બાદ જ ચાલવા જવું જોઇએ.વોકિંગ કરવા જતાં હોય ત્યારે એવાં કપડાં પહેરવાં જેમાં તમે આરામથી ચાલી શકો. જો વોકિંગ દરમિયાન તમને ચાલવામાં અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તરત થોડા સમય માટે ક્યાંક બેસી જાઓ. જો હ્રદયમાં પણ થોડું દુખાવા જેવું લાગે તો તરત તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

સવારે 30 મિનિટ ચાલવાથી જો તમે ઈચ્છતા હો કે તેનાથી સ્વાસ્થ્યને લાભ થાય  તો તમારી ચાલવાની સ્ટાઇલ બદલી નાખો. આ માટે તમારે પાવર વોકિંગ કરવું પડશે.પાવર વોકિંગમાં ક્યારેય 20થી 30 મિનિટ કરતાં વધુ ના ચાલવું.

વોકિંગ કરતી વખતે તમારા હાથ અને પગ પર કોઈ ડમબેલ અથવા વજનદાર વસ્તુ બાંધી લો. આમ કરવાથી વોકિંગનો વધુ લાભ મેળવી શકશો.સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવવાં અઠવાડિયામાં 3 થી 4 દિવસ પાવર વોકિંગ કરી શકાય.

દરરોજ ચાલવાથી હૃદય રોગનો ખતરો દૂર રહે છે. તે થવાની તક ઘટી જાય છે. જે લોકો નિયમિત ચાલે છે તેમનામાં આ રોગ થવાનું જોખમ ઓછું રહે છે. ઉપરાંત જેમને હૃદયરોગનો હુમલો આવી ગયો હોય કે પછી બાયપાસ સર્જરી કરાવી હોય તો તેમની તંદુરસ્તીમાં સુધારો જોવા મળે છે.

નિયમિત ચાલવાથી સેક્સ લાઈફમાં પણ સુધારો આવે છે. કારણ કે ચાલવાથી લોહીનું પરિભ્રમણ નિયમિત બને છે તેના કારણે ફરક જોવા મળે છે.હાઈ બ્લડપ્રેશરના દર્દી હોય તેમને લોહીનું દબાણ ઘટાડવા માટે પણ ચાલવું એ શ્રેષ્ઠ રસ્તો છે.

દરરોજ ચાલવાથી રક્તનો જથ્થો યોગ્ય પ્રમાણમાં રક્તવાહિનીઓમાં વહેવા લાગે છે. તેના કારણે આ જોખમ ઘટે છે. હાડકાની મજબૂતાઈમાં પણ વધારો થાય છે. ઉપરાંત ડાયાબિટીસ, તણાવ, ચંચળતા, અનિદ્રા, વધુ પડતી ચરબી, કોલેસ્ટરોલ વગેરેમાં ચાલવું ગુણકારી છે.

હાર્ટ કેર ફાઉન્ડેશન ના અધ્યક્ષ કે.કે.અગ્રવાલના કહેવા મુજબ દરરોજ 15 મિનિટની ઉપરાંત વધુ 15 મિનિટ ચાલવાથી મૃત્યુની શક્યતા 14% ઘટી જાય છે અને તમારા જીવનના 3 વર્ષ વધી શકે છે. આ ફાયદો દરેક ઉંમરની વ્યક્તિ ઉઠાવી શકે છે.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર જો દિવસમાં ૮૦ મિનિટ સ્લો વોકિંગ કરવામાં આવે તો ઘૂંટણ, પગની ઘૂંટી, હિપ અને પગનાં દુખાવાને દૂર કરી શકાય છે. સાથોસાથ સપ્તાહમાં બે મિનિટ સુધી ઝડપથી ચાલવું જોઈએ. કારણ કે તેનાથી ઘણાં પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે.

રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું છે કે ચાલવા વાળા લોકોમાં હિપ ફ્રેકચરનો ખતરો ૪૩ ટકા સુધી ઓછો થઈ જાય છે. એટલા માટે તમે પણ પોતાની દિનચર્યામાંથી સમય કાઢીને ઓછામાં ઓછું દરરોજ ૧૫ થી ૨૦ મિનિટ જરૂર ચાલવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top