માત્ર 5 મિનિટ માં ઉધરસ, પેટની ચૂંક, મરડા ને ગાયબ કરવા અચૂક અપનાવો આ આયુર્વેદિક નુસખો, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હાલ પ્રવર્તમાન સમય એટલો દૂષિત બની ગયો છે કે તેના કારણે લોકો અવાર નવાર બીમાર પડતા રહેતા હોય છે. આ બીમારી માથી મુક્તિ મેળવવા માટે લોકો અનેકવિધ પ્રયાસો કરતા હોય છે તથા અનેકવિધ મેડિસિન નું સેવન કરતા હોય છે પરંતુ , તેના થી કશો જ ફરક પડતો નથી.

દાડમ એક એવું ફળ છે કે જેના પર્ણો થી લઈ ને બીજ સુધી ના તમામ મા ઔષધિય ગુણતત્વો સમાવિષ્ટ છે. આ ફળ નું સેવન તમને અનેકવિધ પ્રકાર ના રોગો સામે રક્ષણ આપે છે. દાડમ ની છાલ  સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાની સાથોસાથ આપની સુંદરતા ને નિખારવા મા પણ સહાયરૂપ બને છે. પેટ થી લઈને વાળ ખરવા સુધી ની તમામ સમસ્યાઓ  દાડમ ની છાલ નું ચૂર્ણ બનાવી તેનું સેવન કરીને દૂર કરી શકો.

જેઓને પેટમાં ખૂબ ચૂંક આવીને, દુખાવા સાથે ઝાડા થતાં હોય, જૂનો મરડો હોય-વારંવાર ઊપચાર કરવા છતાં, એન્ટીડિસેન્ટ્રીક દવાઓનો કોર્સ પુરો કરવા છતાં મરડાનો રોગ ઊથલો મારતો હોય, તેવા રોગીઓએ દાડમનાં ફળની છાલ અને લવિંગને પાણીમાં પલાળી, પાણી ઉકળીને અડધું થાય તેવો ઉકાળો બનાવી તેમાં મધ કે સાકર નાખી દિવસમાં એકવાર પીવું. થોડો લાંબો સમય આ ઊપચાર કરવાથી જૂનો મરડો મટે છે.

મુખ પર ના સૌંદર્ય ને જાળવી રાખવા ઇચ્છતા હોવ તો દાડમ ની ચાલ ને સૌપ્રથમ સૂકવીને તેનો ભુક્કો કરી ત્યારબાદ તેમાં દહી ના અમુક ડ્રોપ્સ ઉમેરીને તથા લીંબુ ના ડ્રોપ્સ ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરી ને ફેસ પર લગાવવી અને ૧૦ મિનિટ સુધી રાખવી અને ત્યારબાદ સ્વચ્છ પાણી થી ફેસ ધોઈ લેવું જેથી તમારા પીએચ સ્તર મા સુધારો થશે અને તે નિયંત્રિત રહેશે.

સ્ત્રીઓ માસિક ના સમયગાળા દરમિયાન અનેક પ્રકાર ની અસહ્ય પીડાઓનો સામનો કરે છે જેમકે , પેટદર્દ , વધુ પડતો રક્તસ્ત્રાવ થવો વગેરે. આ બધી જ સમસ્યાઓ માથી રાહત મેળવવા માટે દાડમ નું સેવન અત્યંત લાભદાયી સાબિત થાય છે.

એક પાત્ર મા દાડમ ની છાલ નો ભુક્કો , ૧/૪ જેટલો રાસોઉટ તથા ૧/૮ જેટલો ગોળ મિક્સ કરી તેની નાની-નાની ગોળીઓ બનાવીને નિયમિત પરોઢે ભૂખ્યા પેટે એક ગ્લાસ પાણી સાથે સેવન કરી લેવું જેથી સરદર્દ ની સમસ્યા માથી તુરંત મુક્તિ મેળવી શકો.

દાડમ નું સેવન એ તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. દાડમ ની છાલ મા પુષ્કળ પ્રમાણ મા એન્ટિ-ઓક્સિડંટ સમાવિષ્ટ હોય છે જે આપણાં શરીર મા રહેલા તણાવ ને દૂર કરે છે અને આપણ ને તણાવમુક્ત બનાવે છે.

દાડમ ની છાલ ના પાવડર મા કાચું દૂધ ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરીને ફેસ પર લગાવો તો તમે આ સમસ્યા માથી મુક્તિ મેળવી શકો. દાડમ મા કોલેજન નામ નું તત્વ સમાવિષ્ટ હોય છે જે  સ્કીન ની તમામ સમસ્યાઓ ને દૂર ભગાડે છે અને તમારો ફેસ આકર્ષક બનાવે છે.

દાડમની છાલની ચા પીવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારી ઉંમર ઘટેલી જોવા મળે છે. આના ઉપયોગથી ચહેરા પર કોઈ કરચલીઓ જોવા મળશે નહીં. બાળકોને વારંવાર કૃમિની તકલીફ થતી હોય ત્યારે દાડમનાં ફળની છાલનો જ્યૂસ ૪ ચમચી તેમાં ૧ નાની ચમચી તલનું તેલ ઉમેરી દિવસમાં એક વખત, એ મુજબ સતત ત્રણ દિવસ પીવડાવવું. આ ખૂબ જ પ્રાકૃતિક પ્રયોગ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top