શું તમે આ ફળ વિશે જાણો છો? જે એક બે નહિ પરંતુ અનેક રોગો ની દવા છે, અત્યારે જ જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દાડમ જોવામાં જેટલું આકર્ષક જોવા મળે છે, એટલા જ ગુણોથી તેમજ સ્વાદથી ભરપૂર પણ હોય છે. દાડમ ખાવાથી લોહી વધે છે. દાડમ ખાવાના માત્ર આ એક જ ફાયદાઓ નથી પણ બીજા અનેક ફાયદાઓ છે. દાડમમાં તુરો, ખાટો, અને મીઠો રસ હોય છે. દાડમનાં ગુણ દીપન-એન્જાયમેટિક, પાચક-ડાયજેસ્ટીવ, રૂચિકર-પેલેટેબલ, તૃપ્તિ કરાવે તેવું, બળ વધારે તેવું, ગ્રાહી-શ્વસનતંત્ર કે આંતરડામાં થતાં વધુ પડતા મ્યૂક્સને અટકાવે તેવું તથા ત્રણેય દોષને મટાડે તેવા ગુણો ધરાવે છે.

ઝાડામાં લોહી-મ્યૂકસ પડતું હોય તો દાડમની છાલ અને ઇન્દ્ર્જવની છાલ સરખા પ્રમાણમાં ભેળવી ૧૦ ગ્રામ માત્રામાં, ૩ ગણા પાણીમાં ચોથા ભાગનું પ્રવાહી બાકી રહે તેટલું ઉકાળી, ઠંડું કરી મધ સાથે દિવસમાં એકવાર પીવાથી રાહત મળે છે. એસિડીટીથી છાતીમાં બળતરા થતી હોય તેવા રોગીને દાડમનાં રસમાં સાકર નાખીને પીવડાવવાથી રાહત થશે.

લાંબી બીમારીને કારણે, વધુ પડતી દવાઓ ખાવાની સાઈડ-ઇફેક્ટને કારણે જીભમાં સ્વાદ બગડી ગયો હોય, તેવા રોગી દાડમનાં દાણા સાથે કાળીદ્રાક્ષ અને સાકર ચાવીને ખાવાથી જીભની સ્વાદ પરખવાની ક્ષમતા પાછી આવે છે. ખોરાક તરફ રુચિ જન્મે છે. બાળકોને વારંવાર કૃમિની તકલીફ થતી હોય ત્યારે દાડમનાં ફળની છાલનો જ્યૂસ ૪ ચમચી તેમાં ૧ નાની ચમચી તલનું તેલ ઉમેરી દિવસમાં એક વખત, એ મુજબ સતત ત્રણ દિવસ આપવાથી રાહત થાય છે.

જે ને પેટમાં ખૂબ ચૂંક આવીને, દુખાવા સાથે ઝાડા થતાં હોય, જૂનો મરડો હોય-વારંવાર ઊપચાર કરવા છતાં, એન્ટીડિસેન્ટ્રીક દવાઓનો કોર્સ પુરો કરવા છતાં મરડાનો રોગ ઊથલો મારતો હોય, તેવા રોગીઓએ દાડમનાં ફળની છાલ અને લવિંગને પાણીમાં પલાળી, પાણી ઉકળીને અડધું થાય તેવો ઉકાળો બનાવી તેમાં મધ કે સાકર નાખી દિવસમાં એકવાર પીવું. થોડો લાંબો સમય આ ઊપચાર કરવાથી જૂનો મરડો મટે છે.

દાડમનાં સૂકા દાણા ૩૨ તોલા, તજ-તમાલપત્ર-એલચી સમપ્રમાણ ભેળવેલું ચૂર્ણ – ૪ તોલા, સૂંઠ-મરી-પીપરનું સમપ્રમાણ ભેળવેલું ચૂર્ણ – ૪ તોલા, વંશલોચનનું ચૂર્ણ – ૧ તોલો, સુગંધી વાળાનું ચૂર્ણ – ૧ તોલો, સાકરનું ચૂર્ણ – ૩૨ તોલા – આ મુજબનાં પ્રમાણમાં ચૂર્ણને ભેળવવાથી દાડિમાષ્ટક ચૂર્ણ બને છે.

દાડિમાષ્ટક ચૂર્ણ ૫ ગ્રામ જેટલા પ્રમાણમાં પાણી કે મધની સાથે દિવસમાં એક વખત લઇ શકાય. આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી  છાતીમાં દુઃખાવો, હ્રદયરોગ, ઊધરસ, અપચો-અરુચિ જેવા રોગ મટે છે. હાયપર લિપિડેમિયામાં કોલેસ્ટેરોલનુ પ્રમાણ ઘટાડવા માટે જે દવાઓ વાપરવામાં આવે છે, તેને પરિણામે કેટલાક દર્દીઓને સતત ઝાડા, ડિસેન્ટ્રી જેવી તકલીફ રહેતી હોય છે. આવી તકલીફ મટાડવા માટે દાડિમાષ્ટક ચૂર્ણનો ઉપયોગ ખૂબ જ સારું પરિણામ આપે છે.

દાડમનો રસ વિટામિન્સનો સારો સ્રોત માનવામાં આવે છે. ફોલિક એસિડ વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ પણ દાડમમાં રહેલું હોય છે. બ્લડપ્રેશર અને પાચનની સમસ્યા સિવાય અન્ય બીમારીઓનો ભોગ બનેલા લોકો માટે પણ ફાયદાકારક છે. દરરોજ દાડમના રસનું સેવન કરીને હિમોગ્લોબિનનું સ્તર જાળવી શકાય છે.

હાઈ બ્લડ પ્રેશર અને અન્ય કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનો સામનો કરવા માટે વિટામિન સી જરૂરી છે. આ સિવાય દાડમના રસના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. દાડમમાં બળતરા વિરોધી કમ્પાઉન્ડ જોવા મળે છે. દાડમનો રસ સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં મદદ કરે છે. ઉપરાંત, તે તમને સામાન્ય રોગો અને ચેપથી દૂર રાખે છે.

દાડમ ખાવા અને દાડમનું જ્યુસ પીવાથી ઘણાં લાભ મળે છે. દાડમમાં ફાઇબર. વિટામીન કે, સી અને બી, આયરન, પોટેશિયમ, ઝિંક જેવા તત્વો રહેલાં છે. દાડમનું દરરોજ સેવન કરવાથી લોહીની ઉણપ નહી થાય. ખાંસીમાં દાડમની છાલ ચુસીને ખાવાથી રાહત મળશે.

અપચાની સમસ્યાથી પરેશાન હોવ તો દાડમના ચાર ચમચી રસમાં થોડું શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીને લેવાથી રાહત મળશે.તાવમાં વારંવાર તરસ લાગે તો દાડમના દાણાનો રસ પીવાથી લાભ થશે.દાંતના પેઢાની તકલીફથી પરેશાન હોવ તો દાડમની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી લો અને તેનાથી દાંત સાફ કરો. તેનાથી દાંત ચમકશે અને પેઢા મજબૂત બનશે.

ટાઇફોઇડથી પિડીત વ્યક્તિએ દાડમના પાનનો ઉકાળો બનાવી તેમાં સંચળ મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. હથેળી અને પગના તળિયામાં બળતરાં થતી હોય તો દાડમના પાનને પીસીને લગાવવાથી રાહત થશે. દાડમની છાલની ચા પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ઉંમર ઘટેલી જોવા મળે છે. આના ઉપયોગથી ચહેરા પર કોઈ કરચલીઓ જોવા મળશે નહીં.દાડમની છાલની ચા તમને અનેક તરફથી ગંભીર બિમારીઓથી રક્ષણ આપે છે

દાડમ છાલમાં કેટલાક તત્વો છે જેનો ઉપયોગ કેન્સરને અટકાવવા માટે થઈ શકે છે. દાડમ છાલનો સૌથી મોટો ફાયદો સ્કિન કેન્સરમાં થાય છે. પ્રીમેચ્યોર ડિલીવરીનું જોખમ ઘટાડે છે. દાડમની છાલને પીસીને ચોખાના પાણીમાં ભેળવીને સેવન કરવાથી સ્ત્રીઓનો પ્રદર રોગ નષ્ટ થાય છે. દાડમના રસમાં ખાંડ ભેળવીન પીવાથી પિત્ત વિકાર નષ્ટ થાય છે.

દાડમના રસને સરખી રીતે ગાળીને આંખમાં આંજવાથી આંખની બળતરા નષ્ટ થાય છે.દાડમની છાલને પાણીમાં ઉકાળીને કાઢો બનાવીને પીવાથી પેટની અંદરના કીડા નાશ પામે છે.દાડમના તાજા કોમળ 10 ગ્રામ પાનને 100 ગ્રામ પાણીની સાથે પીસીને સવાર-સાંજ સેવન કરવાથી હૃદયની તીવ્ર ધડકન ઓછી થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top