ચાલો આજે અમે તમને જણાવીશું કે ચિત્રક શું છે, અને જાણો ચિત્રકથી આપણા શરીરના કયા કયા રોગ સારા થાય છે. ચિત્રકથી થતાં અનેક ફાયદાઓ જાણવા માટે આ લેખ વાંચવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે જાણીએ ચિત્રક શું છે અને તેનાથી થતાં ફાયદાઓ વિશે.
આયુર્વેદ પ્રમાણે ચિત્રક સ્વાદમાં તીખો અને કડવો, ગરમ, પચવામાં હળવો, રુચિકર, પાચક, ભૂખ લગાડનાર, રસાયન, લેખન-દોષોને ખોતરનાર તેમજ હરસ-મસા, ઉધરસ, કફ અને વાયુના રોગો, ત્વચા અને લીવરના રોગો, મંદાગ્નિ, આમદોષ, સંધિવા, સંગ્રહણી, કૃમિ, અનિદ્રા અને સોજાને મટાડનાર છે.
ચિત્રકની કાળી અને લાલ એમ બે જાત હોય છે. જેમાંથી લાલ જાત સરળતાથી મળતી નથી. ઔષધ તરીકે ચિત્રકનાં મૂળ ખાસ ઉપયોગી છે. રાસાયણિક દૃષ્ટિએ ચિત્રક મૂળમાંથી એક તીખું, સ્ફટિકમય, પીળા રંગનું તત્ત્વ પ્રાપ્ત થાય છે. જેને ‘પ્લમ્બેજિન’ કહે છે અને તે વધુમાં વધુ 0.91 % સુધી પ્રાપ્ત થાય છે.
ચિત્રકનું સંસ્કૃત નામ અગ્નિ છે. ચિત્રક ભૂખ ઉધાડે છે તેથી જેને ભૂખ ન લાગતી હોય તેમ જ અન્ન ન પચતું હોય તેને સારાં ચિત્રકમૂળ લાવી વસ્ત્રગાળ ચૂર્ણ કરી અડધો ગ્રામ દરરોજ સવારે મધ સાથે લેવાથી ચાર પાંચ દિવસમાં ભૂખ લાગે છે. આ શીળસ ઉપર આગળ બતાવેલું ચિત્રક, વાવડિંગ, નગારમોથનું ચૂર્ણ સવાર સાંજ એક એક ગ્રામ દૂધ સાથે પીવું અને ફક્ત દૂધ ભાત ઉપર જ રહેવાથી શરીર પર થનારું પિત્ત શાંત થાય છે. આ પ્રયોગ દરમિયાન તીખું ખાવું નહિ.
પેટનું ફૂલવું, અન્નનું અપચન, ઝાડો સાફ ન થવો આ બધા રોગમા ચિત્રકના મૂળનું ચૂર્ણ ઉત્તમ કામ કરે છે. આવી સ્થિતિમાં ચિત્રક, વાવડિંગ, નાગરમોથ સરખે ભાગે લઈ આ ત્રણ ઔષધોનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી રોજ એક એક ગ્રામ મધ સાથે સવાર સાંજ લેવાથી પેટનો ફુગાવો શમીને જાડો સાફ થઈ અન્ન પચવા લાગે છે.
ચિત્રક હરસનું ખાસ ઔષધ છે. રોજ તાજી છાસ એક વાટકી જેટલી લેવી અને તેમાં ૧ ગ્રામ ચિત્રકમૂળનું ચૂર્ણ નાખી પીવાથી હરસના રોગમાં ફાયદો થાય છે. ૬-૧ ૨ મહિના નિયમિત લેવાથી હરસ નાબૂદ થાય છે. સંગ્રહણી ઉપર પણ એ જ પ્રમાણે લેવાય છે.
અન્નન પચવાથી પિત્ત બગડે છે ત્યારે શરીર ઉપર ઢીંમણાં નીકળી ઊઠે છે, શીળસ થાય અને શરીરે ખંજવાળ આવે છે. અને લાલ ઢીંમણાં થાય છે. વળી, થોડી વારે બેસી જાય છે અને પાછું શરીર પર ખંજવાળ આવી લાલ ઢીંમણા થાય છે. આ શીળસ માટે ચિત્રક ઉત્તમ ઔષધ છે.
ભૂખ લાગતી નથી અને અશક્તપણું આવે છે ત્યારે દરરોજ ચિત્રક નાગરમોથ અને વાવડિંગનું ચૂર્ણ એક ગ્રામ સવાર સાંજ મધ સાથે લેવાથી એકાદ મહિનામાં પ્લીહા ઓછી થવા માંડે છે. અને સારી ભૂખ લાગી શક્તિ આવે છે. યકૃત વધેલું હોય તોપણ આ ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે.
જેમનું વજન વધારે હોય તેમના માટે ચિત્રક આશીર્વાદ સમાન છે. શરીરમાં પુષ્કળ મેદ હોય તેમણે સવારે, બપોરે અને રાત્રે આશરે એક એક ગ્રામ જેટલું ચિત્રકના મૂળની છાલનું ચૂર્ણ મધમાં મેળવીને ચાટવું. આ પ્રમાણે એક-બે મહિના ઉપચાર કરવાથી ઘણું વજન ઉતારી શકાય છે.
કોઢ કાઢવા માટે ચિત્રકમૂળ દૂધમાં વાટી શરીર પર લગાવવાથી, કોઢ જયાં જયાં થયો હોય ત્યાં ચિત્રકનો લેપ કરવાથી પણ કોઢમાં ફાયદો થાય છે. શરીરના સાંધાના દુખાવામાં જયારે બીજી કોઈ પણ દવાથી સાંધાના દુખાવો મટતો નથી ત્યારે ચિત્રકમૂળ દારૂમાં વાટી મીઠું નાખી સંધાના દુખાવા વાળા ભાગ પર લગાવવાથી તરત જ સાંધાનો દુખાવો બંધ થાય છે.
કોઈ પણ ન પાકતી ગાંઠ ઉપર ચિત્રકમૂળ નો લેપ પાણીમાં ઘસીને કરવાથી ગાંઠ ફૂટી બગાડ નીકળી સારી થઈ જાય છે. પ્લેગની ગાંઠમાં પણ આ જ પ્રમાણે લેપ કરવાથી ગાંઠ ફૂટી બગાડ નીકળી પ્લેગ મટી જાય છે. ચિત્રક ગાંઠ ફોડવામાં જલદી કામ આપે છે.