ચારકોલ માસ્ક વિષે સાંભળ્યુ જ હશે. ચહેરા પરની ખૂબસૂરતી પાછી મેળવવા માટે તથા ચહેરા પર થતાં બ્લેકહેડ્સ તથા વ્હાઇટહેડ્સ દૂર કરવા માટે ચારકોલ માસ્ક નો ઉપયોગ કરવામાં આવે છે.
છેલ્લા થોડાક સમયથી ઍક્ટિવેટેડ ચારકોલ એટલે કે કોલસાના પાઉડરનો બ્યુટી પ્રોડક્ટ્સમાં છૂટથી ઉપયોગ થવા લાગ્યો છે. રેડીમેડ મોંઘીદાટ પ્રોડક્ટ્સને બદલે એના પાઉડરની સાથે હર્બલ ચીજોનો ઉપયોગ કરીને બેસ્ટ ગુણકારી બ્યુટી ટ્રીટમેન્ટ ઘરે જ થઈ શકે છે.
સ્કિનના છિદ્રોમાં કચરો જમા થવાને કારણે બ્લેકહેડ, ડાઘા અને ખીલ જેવી સમસ્યાઓ થાય છે. સ્કિન પર કચરો અને બેક્ટિરિયા જમા થવાને કારણે ત્વચામાં ડેડ સેલ્સ જમા થાય છે જેનાથી સ્કિન શુષ્ક થઈ જાય છે અને ઈન્ફેકશન થાય છે. તેવામાં એ જરૂરી છે કે ત્વચાને સમય સમય પર સાફ કરો. ઘરે પણ પીલ ઓફ માસ્ક બનાવીને પોતાનાં ચહેરાને સાફ કરી શકો છો.
હોમમેડ પીલ માસ્ક ચહેરા પર જમા થયેલા કચરા, બેક્ટિરિયા અને ડેડ સેલ્સને નિકાળવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી ચહેરા પર ગ્લો આવવાની સાથે સાથે બ્લેકહેડ, ડાઘા, અને ખીલ દૂર થાય છે. સપ્તાહમાં 2 વાર આ ઘરેલૂ માસ્કનો ઉપયોગથી સૌંદર્ય વધશે.
એક વાટકીમાં ઈંડાનો સફેદ ભાગ નિકાળીને તેમાં લીંબૂનો રસ અને ચારકોલ પાઉડર મિક્સ કરીને તેને 5 મિનિટ સુધી બરાબર હલાવો હવે તેને બ્રશની મદદથી ચહેરા પર સારી રીતે લગાવી દો. તેને લગાવ્યા પછી ચહેરાને ટિશ્યૂ પેપરથી ઢાંકી લો,20 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યા પછી તેને ટિશ્યૂ પેપરથી નિકાળીને પાણીથી ચહેરો ધોઈ લેવો.ચહેરા પર જમા થયેલા કચરા અને બેક્ટિરિયાથી છૂટકારો મેળવવા માટે સપ્તાહમાં 2-3 વાર આ માસ્કનો ઉપયોગ કરવો. તેનો ઉપયોગ ચહેરાને ગ્લોઈંગ અને સુંદર બનાવશે.
પીલ-ઑફ માસ્કમાં પૅકને ચહેરા પર લગાડીને સુકાય ત્યારે ખેંચીને કાઢતા હોઈએ છીએ. અચાનક પ્રસંગમાં જવાનું થાય ત્યારે ફેશ્યલ કરાવવાનું ટાળી બજારમાં ઉપલબ્ધ પીલ-ઑફ માસ્કથી કામ ચલાવી લે છે. એનાથી બ્લૅક હેડ્સ, વાઇટ હેડ્સ નીકળી જાય છે અને ચહેરો અમુક મિનિટમાં જ તેજસ્વી અને ચોખ્ખો દેખાવા લાગે છે, પણ આ ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે બ્લૅક હેડ્સ, વાઇટ હેડ્સ સાથે ચહેરા પરનું તેલ, ચહેરાની ત્વચાનું ઉપરી આવરણ અને એના વાળ પણ નીકળી જાય છે.
એક બાઉલમાં એક્ટિવેટેડ ચારકોલ પાવડર, મુલતાની માટી અને ગ્રીન ટી મિક્સ કરો. સૌપ્રથમ એક્ટિવેટેડ ચારકોલ પાવડરને બાઉલમાં લો પછી તેમાં એક ટેબલ સ્પૂન મુલતાની માટી ઉમેરી ઉકાળેલી ગ્રીન ટીને ઉમેરી પેસ્ટ બનાવી લો. જો પેસ્ટ જાડી હોય તો તમે ગ્રીન ટી ઉમેરી શકો છો.સ્ટેપ 2: બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. પછી ચારકોલ માસ્કને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી સુકાવા દો. આંખના ભાગને છોડીને માસ્કનું જાડું લેયર તમારી સ્કીન પર કરો. ભીના કોટન કે કપડાંથી ધીમેથી માસ્કને લૂછી લો. બાદમાં સ્કીનને રીહાઈડ્રેટ કરવા ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો. આ ટ્રીટમેંટને દિવસમાં બેવાર કરો.
જો વારંવાર કોઈ પણ રીતના પીલ-ઑફ માસ્કનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરાની ત્વચાને હાનિ પહોંચી શકે છે. આવું કરવા કરતાં ઘરે જ ચારકોલ માસ્ક બનાવીને ત્વચાને સાફ અને ચમકીલી રાખી શકાય છે. આનો વધારે લાભ ખીલ અથવા ઍક્ને થવાની સમસ્યાવાળી મહિલાઓને થશે.