Breaking News

યકૃત, તમામ પ્રકારના તાવ ઉપરાંત 50થી વધુ રોગોથી દૂર રાખશે માત્ર આ એક ઔષધિ, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા અને શેર કરી દરેકને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગુજરાત તથા ઉષ્ણપ્રદેશોમાં ભોંય આમલી કે ભોંય આંબળી (ભૂમ્યામલકી, ભૂઈ આંવલા) નામે ઓળખાતી અને ખાસ ચોમાસામાં ખેતરો અને જંગલોમાં સ્વયંભૂ થતી આ વનસ્પતિના છોડ છ ઇંચથી દોઢ ફૂટના ઊંચા અનેક ડાળીઓવાળા થાય છે. તેનાં પાન ખૂબ ઝીણાં, લંબગોળ અને આંબલીના પાનને મળતાં આવતાં, આંતરે આવેલ હોય છે.

પાનની પાછળ સળી પર પીળા રંગના સરસવ જેવડાં નાના અનેક ફળ આવે છે. તેનો સ્વાદ આમળા જેવો હોય છે. તેની પર નર – માદા બંને ફૂલ થાય છે. ચોમાસામાં ફૂલ લીલા કે સફેદ રંગના હોય છે. તેની ૩ જાતો થાય છે. સફેદ ફૂલવાળી, લાલ ફૂલવાળી અને મોટી ભોંય આમલી.

ભોંય આમલી રસમાં મધુર પણ પાછળથી કડવી, તૂરી, ખાટી, હળવી, રૂચીકર, શીતવીર્ય, પિત્ત તથા કફનાશક, રક્તશુદ્ધકર્તા, દાહશામક અને મૂત્રલ છે. તે નેત્રરોગ, વ્રણ, શૂલ, પ્રમેહ, મૂત્રાલ્પતા, મૂત્રકષ્ટ, તૃષા, ખાંસી, પાંડુ, ક્ષત, વિષ, નેત્રદાહ, ચળ, રક્તપ્રદર, હેડકી અને શ્વાસ મટાડે છે. તે વાયુકર્તા પણ લીવરના દર્દો મટાડનાર, અગ્નિવર્ધક અને આમના ઝાડા મટાડે છે. તે તરિયો તાવ તથા કમળો, જળોદર અને આંખની પીડા મટાડે છે.

ભોંય આમલીનું મૂળ પાણીમાં ઘસી તેમાં જરા સાકર નાંખી તે પ્રવાહીનું નાકમાં નસ્ય લેવાથી શ્વાસ તથા હેડકી મટે. ભોંય આમલીના બીજનું ચૂર્ણ ચોખાના ધોવાણ સાથે થોડા દિવસ લેવાથી રક્તપ્રદર અને ગરમીના દર્દ અને ધાધર માં માં રાહત થાય છે. ભોંય આમલીના પંચાંગનો ઉકાળો કરી રોજ પીવો.ભોંય આમલીના નાના છોડનો ઉકાળો કરી સૂંઠ અને જીરું ઉમેરી પીવાથી લાભ થશે.

ભોંય આમલીના મૂળ અને પાનના ચૂર્ણમાં ચોખાનું ધોવાણ નાંખી, તેની પોટીસ કે લેપ કરી લગાવવું.ભોંય આમલીના તાજામૂળ ૧૦ ગ્રામ લઈ કચરી (ખાંડી) ૧ પ્યાલા દૂધમાં ઉકાળી રોજ પીવું. અથવા ભોંય આમલીના પાનનું ચૂર્ણ ૫ ગ્રામ જેટલું રોજ પાણીમાં લેવું.

ભોંય આમલીના પંચાંગનો ઉકાળો કરી, રોજ પીવાથી પેશાબમાં વધારો થઈ જળોદર મટે છે. ભૂમિ આમળાના પાનનો ૨૦ ગ્રામ રસમાં ૨ ચમચી ઘી અને સાકર ૧ ચમચી ઉમેરી પીવાથી મૂત્રદાહ, મૂત્રની અલ્પતા કે થોડું મૂત્ર કષ્ટથી ઊતરવાની પીડા શમે છે. પેશાબ ખૂબ છૂટથી આવે છે.

ભોંય આમલી, ગોખરું અને શેરડીના મૂળનો ઉકાળો કરી, તેમાં શિલાજીત ઉમેરી રોજ સવાર-સાંજ પીવાથી કિડની ની સમસ્યા માં રાહત મળે છે.ઘણા લોકો ભૂઇ આંબલી નાં પાન ચાવી ને લોખંડ ની પથરી પણ ચાવી જાય છે હિપેટાઇટિસ A , હિપેટાઇટિસબી જેવા રોગો માં ખુબ જ ફાયદા કારક છે.

પોલિયો નાં રોગો મોત નાં મોઢામાં  હોય તો પણ ભુઇ આંબલી નાં પાન ખાવાથી સાજો થઈ જાય છે અને પોલિયો નો રોગ મટી જાય છે. જે લોકો ને યકૃત માં ઘાવ હોય કે યકૃત ની સમસ્યા થી પીડાતા હોય તેમને ભુઈ આંબલી ના પાન ચાવી ને ખાવા જોઇએ. પેટા નાં સોજા માં પણ ઘણી રાહત મળે છે.

ગામડામાં લોકો કહે છે કે ભૂઈ આંબલી નાં પાન ચિકનગુનયાના, કમળો, તાવ અને સર્દી ઉધરસ જેવા રોગો માં પણ અકસીર ઈલાજ છે. જેને કાચા પાન નાં ભાવે તો રસ કાઢી ને પણ પી શકાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!