આજે આપણે એક એવી મુદ્રા વિશે જાણીશું જે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યાંરે હાર્ટ એટેક આવે એટ્લે કે હ્રદયનો દુખાવો ઉપડે તે સમયે તમે અથવા તો જે વ્યક્તિને હાર્ટને લગતી કોઈ સમસ્યા થાય તો આ મુદ્રા શીખવાડી શકો છો.વાયુ મુદ્રા,અપાન મુદ્રા,લિંગ મુદ્રા,શૂન્ય મુદ્રા આવી તો ઘણી મુદ્રા છે,જે આપણા શરીર માટે અલગ-અલગ મુદ્રા છે.
આજે આપણે એવી મુદ્રા વિશે જાણીશું જે હ્રદય માટે ખૂબ જ ઉપયોગી છે.જેનું નામ અપાન વાયુ મુદ્રા છે.આ મુદ્રા દરેક વ્યક્તિ કરી શકે છે,તંદુરસ્ત માણસ પણ આ મુદ્રા કરી શકે છે.અપાન વાયુ મુદ્રા કરવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે જો તમારા હ્રદયના ધબકારા અનિયમિત હોય,હાઇ બીપીની સમસ્યા રહેતી હોય,જે લોકોને હ્રદયમાં વધારે પડતો દુખાવો થતો હોય, રાત્રે પણ દુખાવો થતો હોય,ગેસના કારણે પણ છાતીમાં દુખાવો થતો હોય,અન્ય કોઈ કારણસર પણ દુખાવો ઉપડે તો તે તમામ પ્રકારના દુખાવા માટે ઈંજેક્શન કે પેનકિલર દવા જેવુ કામ કરે છે અપાન વાયુ મુદ્રા.
સૌથી પહેલા આ મુદ્રા કરવા માટે બંને હાથનો ઉપયોગ કરવાનો છે.પહેલા તો પહેલી આંગળી વાળી તેના પર અંગુઠા વડે દબાવો. ત્યારબાદ પછીની બે આંગળીઓ અંગૂઠા સાથે જોડી દો.અને જે છેલ્લી ટચલી આંગળી છે એને સીધી જ રહેવા છો.આવું તમે સવારમાં ૧૫ મિનિટ, બીજું કે જ્યારે પણ તમને હ્રદયમાં દુખાવો ઉપડે ત્યારે, શરીરમાં કોઈ પણ ભાગે દુખાવો ઉપડે ત્યારે આ મુદ્રા ૧૦-૧૫ મિનિટ સુધી કરો.આ મુદ્રા નિયમિત કરશો તો પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.
નોંધ : જો તમને હ્રદયમાં દુખાવો ઉપડે તો પહેલા ડોક્ટર પાસે ચોક્કસ જાઓ, આ મુદ્રા તમે કરી શકો છો પણ જે સમયે ડોક્ટર ન આવ્યા હોય અથવા દવાખાને તમે બેઠા છો તે સમયે આ મુદ્રા કરી શકો છો.