શિયાળમાં ભરપૂર ખાઈ લ્યો આ વિટામિનનો ખજાનો, સ્ટ્રેસ, મોંના ચાંદા અને પેશાબની બળતરા થઈ જશે કાયમી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બોરડીના નાના ઝાડ પર નાનાં ચણી બોર થાય છે એમ બોરડી ના મોટા ઝાડ પર મોટાં બોર થાય છે. વગડાની બોરડીમાંથી એક-એક કરીને વીણેલા લારીમાં મળતાં ચણીબોર કરતાં મોટી બોરડી પર થનારાં મોટાં બોરનું પ્રમાણ હવે માર્કેટમાં વધ્યું છે.

છેલ્લાં પચીસ વર્ષમાં બોરની ખેતીમાં સંશોધન થતાં હવે એનો પાક પણ વધારે ઊતરે છે. આયુર્વેદમાં મોટાં બોરને રાજબદર કહેવાય છે. આપણે ત્યાં બોરડીના ઝાડ પર થતાં મધ્યમ સાઇઝનાં બોર પણ ગુણમાં સારાં હોય છે. મધ્યમ માપનાં બોરમાં મોટાં બોર જેવા જ ગુણ છે. સુકવણી કરવામાં એનો વધુ ઉપયોગ થાય છે, કારણ કે મધ્યમ માપનાં બોરને સૂકવી એનો પાઉડર કરી એનો દવાઓમાં ખાસ ઉપયોગ થાય છે.

આ બોર અનેક એન્ટિઓક્સિડેન્ટ્સ અને વિટામિન્સનો ખજાનો છે. તેમાં પણ ખાસ કરીને વિટામિન Cની માત્રા ખૂબ વધારે માત્રામાં હોય છે. વિટામિન C શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સ સામે લડે છે તેમજ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ બુસ્ટઅપ કરે છે.

બોરમાં લો સોલ્ટ અને પોટેશિયમ કન્ટેન્ટ હોય છે જે બ્લડ પ્રેશર લેવલને મેઇન્ટેન રાખે છે. પોટેશિયમ લોહીની  નસો ને રિલેક્સ રાખે છે. માટે જ્યારે આ નસો રીલેક્સ રહે છે ત્યારે બ્લડ પ્રેશર યોગ્ય રહે છે. બોરમાં રહેલા પ્રચૂર લોહતત્વ અને ફોસ્ફરસ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત કરવામાં મદદરુપ બને છે.

બ્લડમાં લોહતત્વની ઉણપ શરીરમાં સ્નાયુ નબળાઇ, થાક, અપચો, માથાનો દુખાવો અને તેના જેવી અન્ય બીમારીઓ લાવે છે. બોર તેની સામે બ્લડ સર્ક્યુલેશન વધારીને મદદરુપ થાય છે. આજકાલ, કમ્પ્યુટર પર આખો દિવસ કામ કર્યા પછી, આંખોમાં દુખાવો શરૂ થાય છે, તેનાથી રાહત મેળવવા માટે બોર ખૂબ જ ઉપયોગી છે.

આંખની બહાર બોરની છાલ લગાવવાથી આંખનો દુખાવો ઓછો થાય છે. બોરના પાનમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ક્લોરિન પ્રચુર માત્રામાં હોય છે. જો તમે બોર અને લીમડાના પાન પીસીને માથામાં લગાવો તો તમારા વાળ ખરવાનું પ્રમાણ ઘટશે.

બોરમાં એવા મિનરલ્સ હોય છે જે આપણા પાચનતંત્રને મજબુત બનાવે છે. તમારે તમારા પાચનતંત્રને મજબુત બનાવવા માટે દિવસમાં ઓછામાં ઓછા ૩ થી ૪ બોર ખાવાના છે. આમ કરવાથી પાચનતંત્ર મજબુત થઇ જશે. નિયમિત બોર ખાવાથી અસ્થમાના રોગીઓને પણ આરામ મળે છે અને સાથે કોઇને પેઢામાં દુખાવો થતો હોય તો તે પણ દુર થાય છે.

બોર ઇમ્યુનિટી પાવર વધારે છે. માત્ર શિયાળામાં મળતા બોર આ સીઝનમાં ખુબ ખાઇ લેવા જોઇએ. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શિયાળામા તમે વારંવાર બિમાર પડતા નથી. બોરને છાશ સાથે ખાવાથી ગભરામણ, ઉલ્ટી અને પેટમાં દુખાવાની સમસ્યા દૂર થાય છે. ઉંઘ ન આવવી કે પછી ઇન્સોમનિયા જેવી બીમારીમાં ચીનમાં વર્ષોથી બોરનો મેડિસિન તરીકે ઉપયોગ થાય છે.

મગજ અને નર્વસ  સિસ્ટમમાં રહેલા સ્ટ્રેસ ને ઓછો કરવા માટે બોર અસરકારક હોવાનું ઘણા સર્વેમાં સાબિત થયું છે. તેમજ બોર વ્યગ્રતા ને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. બોરમાં રહેલા તત્વથી શરીરના રીલેક્સ હોર્મોનનું સ્તર વધે છે. સુકાયેલા બોર ખાવાથી કબજિયાત અને પેટ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે.

મોઢામાં ચાંદા પાડવા વગેરે જેવી તકલીફ થતી હોય છે જેના કારણે આપણે આપનું મનપસંદ ભોજન નથી કરી શકતા, આવા લોકોએ  ફક્ત બોરના પાનને પીસીને તેનો કાવો બનાવવાનો છે પછી એ કાવાથી દિવસમાં ૨ થી ૩ વાર કોગળા કરવાના રહેશે. જો તમે સતત બે દિવસ સુધી આ ઉપાય કરો છો તો તમારા મોઢામાં પડેલ ચાંદા દૂર થઇ જશે.

પેશાબની બિમારીમાં ઘણી સમસ્યાઓ છે, જેમ કે પેશાબ કરતી વખતે પીડા અથવા બર્નિંગ સનસનાટીભર્યા, તૂટક તૂટક પેશાબ કરવો, પેશાબ ઓછો કરવો વગેરે. આ રોગમાં બોર ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. બોર ના પાનને પીસીને નાભિ ની નીચે લગાવવાથી પેશાબ દરમિયાન અસહ્ય બળતરા અને રાહત અસહ્ય પીડા થી રાહત મળે છે.

બોરમાં વિટામીનની સાથે કેલ્સિયમ પણ હોય છે જે વ્યક્તિના હાડકાં મજબુત કરવામાં મદદ કરે છે. હાડકા મજબુત કરતુ આ ફળ એ બાળકોને ખાસ ખવડાવવું જોઈએ. બોરને સુકવીને અને બારીક પીસી ને બનાવેલું ચૂર્ણ વારંવાર તરસ લાગવાની ફરિયાદ દૂર કરે છે. બોર ખાવાથી તમારા શરીરનો થાક દૂર થાય છે અને તમને એનર્જી મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top