ગળું બેસવાની સમસ્યા ઊભી થાય ત્યારે રોગીનો અવાજ કર્કશ થઈ જાય છે. શું બોલે છે, તે ઝટ સમજાતું નથી. એવું લાગવા માંડે છે કે રોગીના ગળામાં કોઈ વસ્તુ ફસાયેલી છે. રોગીના ગળાનો કાકડો વધી જાય છે. રોગીના ગળામાં દાણા થાય છે.
ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી ગળું બેસી ગયુ હોય તો તે મટે છે.પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલશે. રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.બોરડીની છાલનો કટકો ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.
લવીંગને જરા શેકી મોંમા રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે. સાકરની ગાંગડી મોં માં રાખી ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.કંઠમાળ પર જવના લોટમાં લીલી કોથમરીનો રસ મેળવી રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.
તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે. બહેડાની છાલને ગોમુત્રમાં ભાવીત કરી ચુસવાથી અવાજ સુરીલો થાય છે.
દસ ગ્રામ આદુ અને દસ ગ્રામ લીંબુના રસમાં ૧ ગ્રામ સીંધવ મેળવી દીવસમાં ત્રણ વાર ભોજન પહેલાં ધીરે ધીરે પીવાથી અવાજ મધુર થઈ જાય છે. ઘોડાવજનું ચુર્ણ મધ સાથે લેવાથી અવાજ સુરીલો બને છે અને ગમે તે કારણે બેસી ગયેલો અવાજ ખુલે છે.
આંબાના મોરમાં ખાંડ મેળવીને ખાવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે. ત્રીફલા (હરડે, આમળાં, બહેડાં), ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) અને જવખારનું ચુર્ણ પાણીમાં આપવાથી બેસી ગયેલું ગળું ખુલી જાય છે.
ગળા પાસે વધુ પડતું કામ લેવાને કારણે સ્વરહાની થઈ હોય તો એકાદ નાની ચમચી જેટલો જાંબુના ઠળીયાનો બારીક પાઉડર લઈ મધ સાથે દીવસમાં બે ચાર વાર નીયમીત ચાટતા રહેવાથી લાભ થાય છે.થોડી જ વારમાં અવાજ ખુલી જશે.
વધુ પડતું બોલવાથી કે બુમો પાડવાથી, ઉજાગરાથી કે અયોગ્ય આહારથી અવાજ બેસી જાય તો ગરમ પાણીમાં મીઠું મેળવી દીવસમાં પાંચ-સાત વાર કોગળા કરવા તથા હુંફાળા દુધમાં હળદર અને ઘી નાખી મીશ્ર કરી પી જવું.
અજમો, હળદર, આમળાં, જવખાર અને ચીત્રકની છાલ દરેક ૫૦-૫૦ ગ્રામનું બારીક ચુર્ણ બનાવી એક ચમચી ચુર્ણ બે ચમચી મધ અને એક ચમચી ઘી સાથે લેવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલે છે.
અવાજ બેસી જાય તો ભાંગરાના પાનનો રસ ઘી સાથે લેવાથી લાભ થાય છે. બોરડીનાં તાજાં લીલાં પાનને સાફ કરી વાટીને એક ચમચી જેટલી ચટણી બનાવી ઘીમાં શેકીને ખાવાથી બેસી ગયેલા અવાજમાં તથા ઉધરસમાં લાભ થાય છે.
અવાજ બેસી જાય ત્યારે જેઠીમધ અથવા તેનો સાર (શીરો) મોઢામાં રાખી ચુસવાથી અવાજ ખુલી જાય છે. અવાજ સારો રાખવા માટે સંગીતકારો પોતાની પાસે જેઠીમધનો શીરો રાખતા હોય છે. અનંતમુળ, જેઠીમધ અને આદુ કંઠ્ય અને સ્વર્ય ઔષધ છે. લીલી હળદર, સુંઠ, ગંઠોડા, તુલસી, નાગરવેલનાં પાન પણ થોડા પ્રમાણમાં કંઠય ઔષધ છે.
ગરમ ગરમ પાણી માં હિંગ ઉમેરીને પીવામાં આવે તો બેસી ગયેલું ગળું આપમેળે મટી જાય છે.રાતે શેકેલા ચણા ખાધા ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે. તુલસીના પાનનું સેવન કરવાથી અને તુલસીના પાનના ઉકાળાથી કોગળા કરવામાં આવે તો મોંની દુર્ગંધ આપમેળે દૂર થઈ જાય છે.
લીલી અને આંબા હળદર ડાયાબિટીસ અને ચામડીના રીર્ગો, રક્તવિકાર, અને લિવરના રોગો, કમળો, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોઢાના ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે. આંબા હળદર દેખાવમાં સફેદ રંગની અને લીલી હળદર દેખાવમાં ઘેરા કેસરિયા રંગની હોય છે.