તડકામાં ચહેરાની હાલત ખરાબ થઈ જાય છે. ગમે તેટલું સ્કીનને ઢાંકો પણ ધૂળ-પ્રદૂષણ અને સૂર્યના યુવી કિરણોથી ચહેરો ખરાબ થાય જ છે. પણ આપણા કિચનમાં એવી કેટલીક વસ્તુઓ છે. જેનાથી ચહેરાની રંગત પાછી મેળવી શકાય છે. બેકિંગ સોડા એવી જ એક વસ્તુ છે. ખીલ દૂર કરવા બેકિંગ સોડા ચહેરાનો રંગ નીખારવામાં મદદ કરે છે. તેમાં રહેલા કેટલાક ગુણો જે ખીલને પણ દૂર કરે છે.
રંગ નીખારવા માટે 1 ટી.સ્પૂન બેકિંગ સોડામાં અડધા લીંબુને સારી રીતે મિક્સ કરો. હવે તેને આંગળીઓના ટેરવાની મદદથી ચહેરા પર સારી રીતે લગાવો. ધ્યાનમાં રાખો કે તે નાક અને આંખોમાં ન જાય. હવે આ પેકને 15 મિનિટ સુધી રાખો અને ત્યારબાદ તેને ઠંડા પાણીની છાલક મારતા મારતા ધોઈ લો.
ત્વચા માં થતું ઇન્ફેક્શન દૂર કરે છે. બેકિંગ સોડામાં એન્ટિ-ફંગલ ગુણ હોય છે, તેથી જ ત્વચાના કોઈપણ પ્રકારના ચેપમાં તેનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી સનબર્ન અને ટેનિંગ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. બેકિંગ સોડા ચહેરાની મૃત ત્વચાને દૂર કરવા માટે પણ લગાવી શકાય છે. તે ચહેરા પરથી ડેડ મૃત ત્વચાને દૂર કરે છે અને તેને સુંદર અને નરમ બનાવે છે.
બ્લેકહેડ્સથી લઈને ખીલ, સ્પોટ્સ વગેરે જેવી સમસ્યામાં બેકિંગ સોડા સૌથી બેસ્ટ ઉપાય છે. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં એક ચમચી પાણી ઉમેરી બંનેને બરાબર મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી. હવે તે પેસ્ટને ચહેરા પર લગાવી હળવા હાથે સ્ક્રબ કરવું. આ ઉપાયથી ત્વચા પર ડેડ સેલ્સ હટી જશે અને નવા સેલનું નિર્માણ કરશે જેનાથી ચહેરાનો ગ્લો વધી જશે. ખાસ ધ્યાન રાખવું કે આ પ્રયોગ રોજે નથી કરવાનો. અઠવાડિયામાં માત્ર બે વખત આ રીતે પ્રયોગ કરવો.
દાગ અને સ્પોટ ચહેરાને બદસુરત બનાવે છે. તેના માટે અડધો કપ બેકિંગ સોડા લેવા ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરવો. બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તેને ચહેરા પર લગાવવી અને સુકાઈ જાય ત્યાં સુધી લગાવી રાખવી. ત્યાર બાદ સ્વચ્છ પાણીથી ચહેરો સાફ કરી લેવો. લીંબુની જગ્યાએ મધનો પણ ઉપયોગ કરી શકો છો. અઠવાડિયામાં 2-3 વાર લગાવી શકાય.
એક જગમાં એક કપ પાણી નાંખીને તેમાં બેકિંગ સોડા ઉમેરો. ચહેરાને ક્લિનર થી સાફ કર્યા બાદ સાદા પાણીથી ધોઈ લો. આ બાદ ચહેરાને બેકિંગ સોડાવાળા પાણીથી ધોઈ લો. પછી ચહેરાને ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવી લો. આ મિશ્રણ અઠવાડિયામાં ઓછામાં ઓછી 3-4 વાર લગાવો.
એક વાટકીમાં બેકિંગ સોડાની સાથે સંતરાનો રસ ઉમેરીને પેસ્ટ બનાવી લો. પછી ચહેરાને ધોઈને લૂછ્યા બાદ આ પેસ્ટ લગાવો. આ પેસ્ટને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરા પર પાણી લગાવીને ચહેરો ભીનો કરી લો. હવે ચહેરા પર ધીમે-ધીમે મસાજ કરો અને પછી પાણીથી ધોઈ લો. આ ફેસપેકને અઠવાડિયામાં 1 વાર લગાવવું.
1 ટી સ્પૂન બેકિંગ સોડા, 2 ટીસ્પૂન ગુલાબજળ એક વાટકીમાં બંને વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. થોડી મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. આ પ્રયોગથી ચહેરા પરની ડેડ સ્કીન દૂર થશે અને ચહેરો એકદમ સાફ થઈ જશે. આ પેકને અઠવાડિયામાં 2 વાર લગાવી શકો છો.
ગુલાબી હોંઠ હોય તો ચહેરો ખુબ જ સુંદર અને આકર્ષક દેખાય છે. પરંતુ ચહેરા પરના કાળા હોંઠ ચહેરાના લુકને ખરાબ કરે છે. પરંતુ કાળા હોંઠને તમે બેકિંગ સોડાની મદદથી ગુલાબી બનાવી શકો છો. તેના માટે અડધી ચમચી બેકિંગ સોડામાં થોડું મધ ઉમેરવું. ત્યાર બાદ તે પેસ્ટને હાથમાં લઇ હોંઠો પર લગાવી હળવા હાથે મસાજ કરવી. પ્રયોગ કરતા જ તમને ફરક જણાશે.
સ્માઈલથી ચહેરો ખુબ જ ખુબસુરત દેખાય છે. અને એવામાં જો દાંત સફેદ ન હોય તો ચહેરાની સ્માઈલ ખુબ જ ફીકી પડી જાય છે. બેકિંગ સોડા દાંત માટે માઈલ્ડ બ્લીચનું કામ કરે છે. બેકિંગ સોડા દાંતમાં ઘસવાથી દાંત એકદમ સફેદ બની જાય છે. આ ઉપરાંત મોંમાં રહેલી એસીડીટીને ખતમ કરે છે અને દાંતમાં રહેલી કેવીટીને દુર કરે છે.
ઠંડીની ઋતુ હોય કે ગરમીની ઋતુ ઓઈલી સ્કીન પરેશાન કરતી હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે બેકિંગ સોડા રામબાણ ઈલાજ છે. તેના માટે બેકિંગ સોડા ફેસ પર લગાવવો. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં એક ચમચી પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તે પેસ્ટ ચહેરા પર લગાવી બે ત્રણ સેકન્ડ સુધી મસાજ કરવી જોઈએ. ત્યાર બાદ તે પેસ્ટને 10 મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખવી ત્યાર બાદ ચહેરાને ધોઈ લેવો.