કેટલીકવાર કોઈ વસ્તુ ખાતી વખતે દાંતની વચ્ચે જીભ કે ગાલનો ભાગ આવી જાય છે તો પણ ચાંદા પડી જાય છે. આવા ચાંદા મોઢાની લાળથી તેની જાતે જ સારા થઈ જાય છે. જો કે એલોપેથીક દવાઓની આડઅસરથી પણ મોઢું આવે છે. પરંતુ જો તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો.
ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી ગળું મટે છે. ગરમ પાણીમાં હિંગ નાખીને પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.
ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.સાકરની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલે છે.અવાજ બેસી ગયો હોય તો જેઠીમધનું ચૂર્ણ ઘી-સાકર સાથે ચાટવું. વધુ પડતું બોલવાના કારણે અવાજ બેસી ગયો હોય તો એકાદ નાની ચમચી જેટલો જાંબુના ઠળીયાનો બારીક પાઉડર લઈ મધ સાથે દીવસમાં બે ચાર વાર નીયમીત ચાટતા રહેવાથી લાભ થાય છે.
અવાજ બેસી ગયો હોય તો ખજૂર, દ્રાક્ષ, મરીનું ચૂર્ણ, ઘી, મધ અને સાકર સરખે ભાગે લઈ, એકરસ કરી, 25 ગ્રામ રોજ લેવાથી ફાયદો થશે. જેઠીમધ, આંબળા, હળદર અને સાકરનો ઉકાળો પીવાથી લાભ થાય છે. ઘોડાવજનું ચૂર્ણ મધ સાથે લેવાથી અવાજ સુરીલો બને છે અને ગમે તે કારણે બેસી ગયેલો અવાજ ખૂલે છે. દરરોજ રાતે જમવામાં ગોળ નાખી રાંધેલા ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે. આંબાના મોરમાં ખાંડ મેળવીને ખાવાથી બેસી ગયેલું ગળું ઊઘડે છે.
ભોજન પછી કાળાં મરી ઘીમાં નાખી ખાવાથી અવાજ બેસી ગયો હોય તેમાં લાભ થાય છે. બહેડાંની છાલને ગોમૂત્રમાં ભેળવીને ચૂસવાથી અવાજ સુરીલો થાય છે.દસ દસ ગ્રામ આદુ અને લીંબુના રસમાં 1 ગ્રામ સિંધવ મેળવી દિવસમાં ત્રણ વાર જમ્યા પહેલાં ધીરેધીરે પીવાથી અવાજ મધુર થઈ જાય છે.
ત્રિફળાં (હરડે, આમળાં, બહેડાં), ત્રિકટુ (સૂંઠ, મરી, પીપર) અને જવખારનું ચૂર્ણ પાણીમાં આપવાથી બેસી ગયેલું ગળું ખૂલી જાય છે.ગરમ કરેલા દૂધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી અવાજ બેસી ગયો હોય તો તે ઊઘડે છે. વધુ પડતું બોલવાથી કે બૂમો પાડવાથી, ઉજાગરાથી કે અયોગ્ય આહારથી અવાજ બેસી જાય તો ગરમ પાણીમાં મીઠું મેળવી દિવસમાં પાંચ-સાત વાર કોગળા કરવા તથા હૂંફાળા દૂધમાં હળદર અને ઘી નાખી મિશ્ર કરી પીવાથી અવાજ ખૂલી જાય છે.
વધુ પડતું બોલવાથી હોય તો એકાદ નાની ચમચી જેટલો જાંબુના ઠળિયાનો બારીક પાઉડર લઈ, મધ સાથે દિવસમાં બે ચાર વાર નિયમિત ચાટતા રહેવું. એક કપ પાણીમાં એક મોટો ચમચો ઘઉં નાખી, ઉકાળી, ગાળીને પીવાથી બેસી ગયેલો અવાજ ઊઘડવા લાગે છે.
આકડાનાં ફૂલના પાવડરમાં 2-3 મરી નાખી ઝીણું વાટી મોંમાં રાખવાથી ઓછી બળતરા થશે અને કફ છૂટો પડશે. પછી થોડી જ વારમાં અવાજ ખૂલી જશે.બોરડીની છાલનો કટકો મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી બે-ત્રણ દિવસમાં જ અવાજ ઊઘડી જાય છે. પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે સુધરે છે.
સવાર-સાંજ 1-1 ચમચી આદુના રસમાં સિંધવ નાખી પીવાથી બેસી ગયેલો અવાજ ખૂલે છે. એમાં ખારી અને તૂરી વસ્તુ ન ખાવી. ઠંડાં પીણાં-પાણી, તમાકુ, સોપારી અને શરાબનું સેવન ન કરવું. અજમો, હળદર, આમળાં, જવખાર અને ચિત્રકની છાલ દરેક 50-50 ગ્રામનું બારીક ચૂર્ણ બનાવી, એક ચમચી ચૂર્ણ,બે ચમચી મધ અને એક ચમચી ધી સાથે લેવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખૂલે છે.
અવાજ બેસી જાય તો ભાંગરાનાં પાનનો રસ ઘી સાથે લેવાથી લાભ થાય છે. બોરડીનાં તાજાં લીલાં પાનને સાફ કરી, વાટીને એક ચમચી જેટલી ચટણી બનાવી ઘીમાં શેકીને ખાવાથી બેસી ગયેલા અવાજમાં તથા ઉધરસમાં લાભ થાય છે. બે ચમચી મધ અને એક ચમચી ઘી સાથે લેવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખૂલે છે.
અવાજ બેસી જાય ત્યારે જેઠીમધ અથવા તેનો સાર(શીરો) મોઢામાં રાખી ચૂસવાથી અવાજ ખૂલી જાય છે. અવાજ સારો રાખવા માટે સંગીતકારો પોતાની પાસે જેઠીમધનો શીરો રાખતા હોય છે. ચણકબાબ, સિંધવ વગેરે મોઢામાં રાખી તેનો રસ ગળવાથી શ્વાસનળી અને કંઠમાં ચોટેલો કફ નીકળી જાય છે અને બેસી ગયેલો અવાજ ખૂલી જાય છે.