અપચા જેવી સમસ્યાથી છુટકારો મેળવવા કરો આ આયુર્વેદિક ઉપચાર. પછી ક્યારેય નહીં થાય આ સમસ્યા 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોઈ પણ દર્દ કારણ વગર ઉત્પન્ન થતું નથી. અપચા પાછળ પણ કારણો હોય છે. અનિયમિત ભોજન, ઉત્તેજક અને ભારે પદાર્થોનું સેવન, અતિગરમી અને અતિશરદી,વધારે પડતું પાણી પીવું, મળમૂત્રના વેગને રોકવો, દિવસે સૂઈ રહેવું, રાતના ઉજાગરા કરવા, ખરાબ હવામાં રહેવું, બંધિયાર પાણીનો ઉપયોગ, કોઈ પણ પ્રકારનો વ્યાયામ ન કરવો, માનસિક ચિંતા રહેવી, નિરાશા રહેવી, મૈથુનનો અતિરેક, બેઠાડી જિંદગી, અનિયમિત પણું વગેરે કારણોથી અપચા ની સમસ્યા ઉત્પન્ન થાય છે.

નાનો દેખાતો આ મહારોગ અનેક ભયંકર દર્દનું કારણ બને છે. આ એક જ દર્દમાં જવર, તાવ, હરસ, મસા, કૃમિ, કોલેરા,એસિડિટી, કબજિયાત, મરડો, સંગ્રહણી, પાંડુ, હેડકી વગેરે ઘણાં દર્દ સહેલાઇથી થાય છે. વારંવાર પાણી ન પીવું જોઈએ. અને તરસ લાગે ત્યારે ધીરે ધીરે પાણી પીવું જોઈએ. ઘણા માણસો પાણી પીતી વખતે વિવેક ભૂલી જાય છે. એક શ્વાસે કદી પણ પાણી ન પીવું. જો પાણી સ્વચ્છ ન હોય અથવા બંધિયાર હોય તો ઉકાળીને પીવું.

કોઇપણ પ્રકારના અપચામાં ઉપવાસ એ ઉત્તમ ઉપાય છે. ઉપવાસથી હોજરીમાં રહેલા દૂષિત તત્વો બળી જાય છે અને પેટ સ્વચ્છ બને છે. અપચો પેટના એસિડની માત્રાને કારણે ઉત્પન થાય છે. બેકિંગ સોડા એ આ સમસ્યાનો સરળ અને અસરકારક ઉપાય છે કારણ કે તે એન્ટાસિડની જેમ કાર્ય કરે છે. અડધો ગ્લાસ પાણીમાં એક કે અડધો ચમચી બેકિંગ સોડા મિક્સ કરવો. હવે આ મિશ્રણ પીવું . તેની સહાયથી, તે  પેટમાં બળતરા અને એસિડને દૂર કરવામાં મદદ કરે છે.

સૂઠ ૨ ભાગ, મરી ૨ ભાગ, સંચળ ૨ ભાગ, સિંધવ ૨ ભાગ, સારી જાતની શેકેલી હીંગ ૧ ભાગ, જીરૂ ૪ ભાગ, આ બધી વસ્તુઓને બારીક ખાંડી તેમાં બમણી બી કાઢેલી કાળી દ્રાક્ષ નાખવી. પછી લીંબુનો રસ નાખી આ મિશ્રણ ની ગોળીઓ બનાવવી. દિવસમાં ૪ થી ૬ ગોળી લેવી. આનથી અપચાની સમસ્યા માં લાભ થાય છે.

ધણા માણસોને મોડી રાતે જમ્યા પછી ખાવાની ટેવ હોય છે, એ ખૂબ જ ખરાબ ટેવ છે. એમાંથી અપચો તો થાય જ છે, પરંતુ બીજા ઘણાં રોગો થાય છે. ખોરાકમાં ભાત, મગ, મગની દાળ, મગનું ઓસમણ, તુવરદાળનું પાણી, દૂધી, પરવર, અને તાંદળાની ભાજીનુ શાક, દૂધ, છાશ વગેરે સાદો અને હળવો ખોરાક લેવો.

એક લીંબુને કાપીને એમાં સંચળ અને મરીનો પાઉડર ભેળવીને તેને શેકી લો. પછી તેને ખાવો. એનાથી ખોરાક જલદી પછી જશે અને અપચાની ફરિયાદો ઓછી થઈ જશે. અથવા દહીં સાથે શેકેલું જીરું, મીઠું અને મરીનો પાઉડર ભેળવીને રોજ ખાવાથી અપચાની ફરિયાદ ઓછી થાય છે.અપચો હોય તો ૧૦ ગ્રામ મેથી અને ૧૦ ગ્રામ સુવાદાણા ને અધકચરા ખાંડી થોડા શેકી જમ્યા પછી અડધીથી એક ચમચી ખુબ જ ચાવીને સવાર-સાંજ ખાવાથી રાહત મળે છે.

લીંડીપીપર 1 તોલા , હિમેજ (ધીમાં શેકેલી) 2 તોલા , સૂંઠ 1 તોલા , સિંધાલૂણ 1 તોલા, આ દ્રવ્યોનું ચૂર્ણ કરી ગરમ પાણી સાથે લેવું. એક લીંબુની બે ફાડ કરી તેમાં સંચળ, સૂંઠ, અને થોડી હીંગ ભરી, લીંબુને ગરમ કરી થોડીવાર પછી ચૂસવું. પાચનક્રિયા માટે પપૈયું ગણું સારું હોય છે. આ સાથે પાઇનેપલ પર મીઠું અને મરીનો પાઉડર લગાડીને ખાઈ શકાય છે. ડુંગળી કાપીને તેની ઉપર લીંબુનો રસ નીચવીને રોજ ખાવાથી લાભ થાય છે. એક ચમચી વાટેલો અજમો અને સંચળ સવારે ખાલી પેટ પાણી સાથે લેવાથી પણ અપચો દૂર થાય છે.

અપચો અને ગેસની સમસ્યાઓ માટે જીરા ને શેકવું અને, આ શેકેલા જીરા નો એક પાવડર બનાવવો, આ શેકેલા જીરા ના પાવડર માં કાળું મીઠું નાખી એક ગ્લાસ ગરમ પાણીમાં પીવાથી એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે. મધ, દીવેલ અને આદુનો રસ મેળવી દશેક ગ્રામ રોજ સવારે એક અઠવાડીયું સેવન કરવાથી અપચો મટે છે.

અપચો વધુ થતો હોય તો હીંગ અને કાળા મીઠાને પાણી સાથે લેવાથી તાત્કાલિક રાહત મળે છે. અપચો અને ગેસથી બચવા માટે ભોજન સમય સર લેવાનું રાખો, શક્ય હોય તો ઘરે બનાવેલું ભોજન જ લો. અને વધુ પડતો બહાર નો ખોરાક ખાવા નું ટાળો, અને સમયસર ઘરેલું ભોજન ખાવ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top