ગરમીમાં અળાઈ થવી એ સામાન્ય વાત છે. વધારે પરસેવો થવાને કારણે અળાઈ થાય છે. પણ તેનાથી છૂટકારો મેળવવાના ઉપાય તમારા ઘરમાં જ હાજર છે. કેમિકલ વાળા પાવડર અથવા કોઈ દવાનો ઉપયોગ કરવા કરતા ઘરેલુ નુસખા અપનાવો. આનાથી અળાઈની સમસ્યા તો દૂર થશે જ, સાઈડ ઈફેક્ટ પણ નહીં થાય.
ઉનાળાની ગરમીમાં આ સૌથી સામાન્ય અને લગભગ દરેક વ્યક્તિને થતી તકલીફ છે. પરસેવો થવાથી ત્વચાના છિદ્રો એકદમ ખૂલી જાય છે અને જ્યારે તેને હવા મળે ત્યારે ચામડી તણાવાથી ઝીણી ફોડલીઓ થાય છે. જે બગલમાં, સાથળની પાછળ, કમરની નીચેના ભાગમાં કે ગરદનમાં વધારે થતી જોવા મળે છે. તેનાથી શરીરમાં ખરજ તો આવે છે સાથે ચામડીમાં બળતરા પણ બહુ જ થાય છે.
ગરમીમાં બાળકોની ચામડી પર ઝીણા દાણા જેવું કે અળાઈ ફૂટી નીકળે છે, તેના પર ગાયનું દુધ લગાડવાથી તે મટી જાય છે. આંબાની ગોટલીના ચુર્ણને પાણીમાં પલાળી શરીરે લગાડી સ્નાન કરવાથી અળાઈઓ થતી નથી અને થઈ હોય તો મટી જાય છે. ચણાના લોટમાં ગુલાબ જળ અને હળદર લગાવીને તેની પેસ્ટ તૈયાર કરો અને તેને ત્વચા પર નિયમિત લગાવો.
હળદર સારું એન્ટિસેપ્ટિક છે અને ગુલાબજળ તથા ચણાના લોટના ઉપયોગને લીધે ત્વચા કોમળ રહેશે અને અળાઈ માંથી રાહત મળશે. લીમડાના 20-30 પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. પાણી ઠંડુ થયા પછી અળાઈ પર લગાવો. થોડાક સમય પછી નાહી લો. રોજ આમ કરવાથી અળાઈમાં તો ફાયદો થશે જ, સ્કિનને લગતી બીજી કોઈ સમસ્યા પણ નહીં થાય.આમલીનું શરબત પીવાથી ગણતરીના દિવસોમાં અળાઈ મટી જાય છે.
ત્વચા માટે આમલીનું શરબત ખૂબ ગુણકારી છે. ચામડી પર થતી ઝીણી ઝીણી ફોલ્લીથી કોઈ વાર ખંજવાળ આવે છે અને કોઈ વાર નથી આવતી. આ અળાઈ ક્યારેક જાતે પણ મટી જાય છે. કારેલાનો તાજો રસ કાઢી સહેજ સોડા નાખી મિક્સ કરી અળાઈ પર દીવસમાં ચાર-પાંચ વાર માલીશ કરતા રહેવાથી અળાઈ મટી જાય છે.
કૉટન બૉલની મદદથી સફરજન વિનેગર ને અળાઈ પર લગાવો. લગભગ 20 મિનિટ પછી ધોઈ નાખો. દિવસમાં 2 વાર આમ કરો. રાહત મળશે. નારંગીનો રસ અથવા આખી નારંગી સુકવીને બનાવેલો પાવડર અળાઈ વાળા ભાગ પર લગાવવાથી થોડા જ દિવસોમાં અળાઈ મટે છે.
ચંદન પાવડર, ખસખસ અને થોડું ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવો. તેને દિવસમાં બે વખત અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો, સૂકાયા પછી, ઠંડા પાણીથી ધોઈ લો. ચંદનના પાવડરમાં બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવો, તેને નહાવાના અડધા કલાક પહેલાં લગાવો. એક ચમચી ઓલિવ ઓઈલ અને એક ચમચી મધ મિક્સ કરીને અળાઈ પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ નાખો. દિવસમાં 2 વાર આમ કરો.
પીપળાની છાલ બાળીને તેની ભસ્મ શરીરે લગાવવાથી કે તેની છાલની ભસ્મ પાણીમાં ઓગાળી તેનાથી નાહવાથી અળાઈ થતી નથી. સવાર-સાંજ નાહીને શરીર પર જીરુ લગાવવાથી અળાઈ થતી નથી. એક ચમચી નાળિયેર તેલમાં એક કપૂર મિક્સ કરો. આને અળાઈ પર લગાવવાથી ફાયદો થાય છે.
લીમડો અને કપૂર બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ થી ભરપુર છે. તે અળાઈ દૂર કરવામાં ખૂબ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે લીમડાના પાંદડાની પેસ્ટ બનાવો અને તેમાં કપૂરની કેટલીક ગોળીઓ નાખો. આ પેસ્ટને અળાઈ વાળા ભાગ પર લગભગ 30 મિનિટ માટે લગાવો. સૂકાયા પછી ઠંડા પાણીથી સ્નાન કરો. થોડા દિવસો સુધી આમ કરવાથી, ફોલ્લીઓ અદૃશ્ય થઈ જશે.
2 ચમચી મુલતાની માટીને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને અળાઈ પર લગાવો. થોડી વાર સુકાવા દો અને પછી ધોઈ નાખો. મુલતાની માટીની તાસીર ઠંડી હોય છે માટે તેને લગાવવાથી સ્કિનમાં ઠંડક અનુભવાય છે. 5 ચમચી પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. તેને અળાઈ પર લગાવો અને 20 મિનિટ પછી ધોઈ નાખો. દિવસમાં 2 વાર આમ કરો.
ટી ટ્રી ઓઈલ અળાઈ દૂર કરવા ઉપયોગી છે. ટી ટ્રી ઓઈલમાં બળતરા વિરોધી ગુણધર્મો છે અને તે ત્વચા પરની ફોલ્લીઓ દૂર કરવામાં અત્યંત મદદગાર છે. એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવો અને તેમાં કાકડીની એક સ્લાઈસ પલાળીને અળાઈ પર 10 મિનિટ સુધી લગાવો. આમ કરવાથી ઘણી રાહત મળશે. એક પ્લાસ્ટિક બેગમાં આઈસ ક્યુબ નાખો. રોજ 10 મિનિટ સુધી અળાઈ પર ઘસો.