વગર ખર્ચે પેટના દરેક રોગનો 100% અસરકારક ઉપચાર છે આ ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મરી-મસાલાના સેવન માટે જાગૃતિની જરૂર છે. આજે આપણે ઘર-ઘરનાં અને દાદીમાનાં ઓસડિયાં ભૂલી દવાઓ તરફ વળ્યા છીએ, અત્યારના આ ઝડપી યુગમાં દરેકને તાત્કાલિક રિઝલ્ટ જોઈએ છે. પરંતુ દવાઓ તાત્કાલિક રિઝલ્ટની સાથે શરીરમાં જે બિનજરૂરી, ઝેરી, નુકસાનકારક ઘટકો ઉત્પન્ન કરે છે તેના પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે, પરિણામે સમય જતાં તેની આડઅસરો શરીરને ભયંકર નુકસાન કરી તંદુરસ્તીને જોખમમાં મૂકે છે.

આપણને મળતાં પાન, ફળ, ફૂલ, નાના છોડવાઓ, તેમનાં મૂળ, બીજ વગેરે કુદરતનું અમૂલ્ય વરદાન છે. ઉપરાંત તે દવાઓ કરતા સસ્તા છે અને રોગને જડમૂળથી દૂર કરી સુંદર સ્વાસ્થ્ય પ્રદાન કરનાર છે. આ કુદરતી વસ્તુઓ શરીરમાં ઉત્પન્ન થતા વિષ અને વિકારોને દૂર કરી શરીરને સ્ફૂર્તિલુ, તાજગીસભર, નિરોગી રાખે છે.

કુદરતે આપણા માટે સર્જેલી આ ઉત્તમ વ્યવસ્થાનો યોગ્ય રીતે ઉપયોગ કરી, રોજબરોજના ખોરાકમાં પૂરક પદાર્થ તરીકે વાપરી સ્વસ્થ રહેવું જોઈએ.  આ દોડાદોડીના સમયમાં સાચું જીવન જીવવાનો આનંદ આપણે ગુમાવી રહ્યા છીએ. તેને પાછો મેળવવા પ્રયત્નશીલ બનીએ.

આવા જ ઔષધ ‘અજમા’ વિશે જાણીએ. અજમો ઘરગથ્થુ ઔષધ તરીકે પ્રસિદ્ધ છે. પ્રાચીનકાળથી માનવ સમુદાય તેનો ઉપયોગ કરતો આવ્યો છે. ગૃહિણીઓ રસોડાના મસાલા તરીકે તેનો છૂટથી ઉપયોગ કરી ખોરાકને સ્વાદિષ્ટ તેમજ ગુણકારી બનાવટી આવી છે. અજમાને તવી પર ગરમ કરી તેના જેટલું જ સિંધવ લઈ બંનેને બરાબર પીસી ચૂર્ણ બનાવવું તેમાંથી ત્રણ ગ્રામ જેટલું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે.

જૂની કહેવત છે કે – “જેને પીડ આવે તે અજમો ફાકે” આ કહેવત મુજબ અજમો પેટની પીડ મટાડનાર ઔષધ તરીકે અત્યંત જાણીતો છે. પેટમાં થતી ચૂંક-પીડ પર અજમો અને મીઠાની ફાકી લેવાની રીત જૂના સમયથી પ્રચલિત છે. અજમાનો અર્ક પણ ચૂંક, અજીર્ણ વગેરે મટાડે છે. અજમો ગરમ પાણી સાથે પીવડાવવાથી પેટની પીડા (ચૂંક) મોળ, અજીર્ણ અને નળબંધ વાયુ મટે છે.

અજમો, સિંધવ અને હિંગ વાટી ચૂર્ણ બનાવી તેની ફાકી કરવાથી પેટનો ગોળો મટે છે. અજમો ચાર ભાગ, શેકેલી હિંગ બે ભાગ અને સંચળ ચાર ભાગ લઈ વાટી ચૂર્ણ બનાવવું તેમાંથી ત્રણ-ત્રણ ગ્રામ ચૂર્ણ જમ્યા પછી નવશેકા પાણી સાથે લેવું. તેનાથી ખોરાક સરળતાથી પચે છે. થોડા દિવસ હલકો ખોરાક લેવાથી પાચનશક્તિ સતેજ થાય છે.

અજમો દોઢ ગ્રામ, હિમજ દોઢ ગ્રામ અને સારી હિંગ એક રતીભાર(પચાસ મિલિગ્રામ) લઈ વાટી ચૂર્ણ બનાવી કપડાં વડે ચાળી લેવું, આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે એક-એક ચમચી લેવાથી પેટમાં થતો ગેસ, આફરો, શૂળ મટે છે. અજમો, મોચરસ, આદુ અને ધાવડીનાં ફૂલ સરખે ભાગે લઈ વાટીને ચૂર્ણ બનાવવું. ત્રણ-ત્રણ ગ્રામ ચૂર્ણ દહીંમાં ઘોળી સવાર-સાંજ લેવું. અનાજનો ખોરાક લેવો નહિ.

અજમાના થોડાક દાણાને થોડાક જ સિંધવ સાથે વાટી પાણીમાં મેળવી નાના બાળકને એક ચમચી જેટલું પાવાથી કાચા ઝાડા મટે છે. અજમો, સૂંઠ, જીરું અને લીંડી પીપર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી એક-એક ચમચી ચૂર્ણ સવાર-સાંજ ચોખ્ખા મધ સાથે લેવાથી મંદાગ્નિમાં અત્યંત લાભ થાય છે.

અજમો વાટી તેની ગોળી બનાવી બે-બે ગોળી સવાર, સાંજ પાણી સાથે લેવાથી શરીરના સર્વ પ્રકારના વાયુ દૂર થાય છે. અજમો, વાવડીંગ, લીંડીપીપર, વરિયાળી, મોથ, કાળા મરી અને સિંધવ વીસ-વીસ ગ્રામ, હરડે અથવા હિમજ સો ગ્રામ, સૂંઠ દળેલી ૨૦૦ ગ્રામ અને ભારંગ મૂળ ૧૫૦ ગ્રામ લઈ બરાબર ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. એક કિલોગ્રામ સારો ગોળ લઈ તેની ચાસણી બનાવી આ  ચૂર્ણ નાખી બરાબર હલાવતા રહેવું. ઠંડુ થયા બાદ તેમાંથી ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી.

અજમો, સિંધાલૂણ, જવખાર અને હરડે સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી એકથી બે ગ્રામ જેટલી માત્રામાં મધ સાથે લેવાથી આંતરડાના દુખાવા મટે છે. નાનાં બાળકો વારંવાર ઉલટી કરતાં હોય, વારંવાર ઝાડા કરતાં હોય તો માતાના દૂધમાં અજમાનો બારીક પાવડર મેળવી અડધીથી એક નાની ચમચી આપવાથી ઉલટી અને ઝાડા મટે છે.

અજમો રૂચિકારક અને પાચક હોય છે. જે ભૂખ અને પાચન શક્તિને વધારીને પેટ સંબંધિત અનેક રોગો ગેસ, અપચો, કબજિયાત વગેરે દૂર કરવામાં મદદ કરે છે. અડધા કપ પાણીમાં અડધો કપ અજમાનો રસ મિક્સ કરી સવાર સાંજ જમ્યા પછી પીવાથી અસ્થમા ઠીક રહે છે. ખાંસીમાં રાહત માટે અજમાના રસમાં એક ચપટી સંચળ મિક્સ કરી ગરમ પાણી જોડે લેવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top