વાળમાં ઊંદરી, ખોડો, ખરતા વાળ જેવી દરેક વાળની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા અપનાવવા જેવો છે આ ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

એલોપેસિયા એ એવો રોગ છે જેમાં વાળ ખરવા અથવા માથા માં ટાલ પડવી અથવા ઊંદરી થવી.  નાની ઉમરે વાળ સફેદ થવા આ પણ એલોપેસિયા નું લક્ષણ છે.  વાળ એ કોઈ સ્વતંત્ર રોગ નથી. વાળ ખરવા એ કોઈક શારીરિક, માનસિક સમસ્યાનું એક લક્ષણ છે. વાળ ખરવાનાં ઘણા કારણો છે. જેમ કે લોહી, કેલ્શિયમ કે ઝીંકની ઓછપ, લો બ્લડપ્રેશર, ખોડો, સોરાયસીસ, ઙઈઘઉ, પ્રેગનન્સી, ઉજાગરા, એસિડીટી, અસમતોલ આહાર અને લાઈફ સ્ટાઈલ, ચિંતા, ઉદ્વેગ વગેરે.

પુરુષોમાં માથાના આગળના ભાગના વાળ તથા મધ્યભાગનાં ખરી પડે છે. આસપાસના વાળ જળવાઈ રહે છે. શરીરમાં ટેસ્ટેસ્ટેરોન હોર્મોનનું સંતુલન ખોરવાય જતા આ સમસ્યા થાય છે. પુરુષોમાં આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે. આવા કેસમાં લીપીડ પ્રોફાઈનો રિપોર્ટ કઢાવવો જરૂરી હોય છે. માથા પરના વાળના જથ્થાને ઓછો કરી નાખતા અનેક પરિબળો કારણોમાં એક મહત્ત્વનું કારણ કોલેસ્ટેરોલ પણ છે.

હાઈકોલેસ્ટેરોલ, કોઈકનું ઓછું હોવું અને કોઈકનું ઘણું વધારે હોવું એ હૃદયરોગને આમંત્રે છે અને આ જ કારણોને લીધે માથામાં અકાળે ટાલ પડી શકે છે. હેરફોલનાં બાહ્ય કારણોમાં મુખ્યત્વે તેલ નહીં નાંખવાની ફેશન તથા જલદ કેમિકલ્સવાળા શેમ્પુઓ અને સ્પ્રે જવાબદાર છે.

ઉપચાર :

નિયમિત ગાયનું દૂધ પીવું. રાત્રે સૂતી વખતે હાથ-પગના તળિયે કાંસાની વાડકીથી ગાયનું ઘી ઘસવું. ગળીના છોડના પાન, ભાંગરો, આમળા, બહેડા, બ્રાહ્મી વગેરે ઔષધિઓને કોપરેલમાં પ્રોસેસ કરીને બનાવેલું તેલ શ્રેષ્ઠ છે. આ હેર ઓઈલનું માથાના વાળના મૂળમાં હળવા હાથે આંગળીઓથી મસાજ કરવું.

જો નાની ઉંમરમાં ટાલ પડે તો માથા માં  રસવંતીની ભસ્મની પેસ્ટ બનાવીને ઘસવામાં આવે તો વાળનો પુનર્વિકાસ (છયલજ્ઞિૂવિં) થવાની સંભાવના વધી જાય છે. ઉંદરીના ચકામામાં વાળ ચોક્કસ આવે છે.

શિકાકાઈ, જેઠીમધના સમન્વયથી બનાવેલા ક્લિન્સરથી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે. ખોડો, ખંજવાળ તત્કાળ દૂર થાય છે. ગોદંતી ભસ્મ, સુવર્ણ વસંત માલતી, લઘુવસંત માલતી, સપ્તામૃત લોહ, અગ્નિતુંડી, પુનર્નવા મંડૂર, સહજ શુદ્ધિ વગેરેથી વાળ ખરતાં તો અટકે છે.

તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો, ત્યારબાદ ભૂકો કરેલા મિશ્રણમાં એટલું નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે. આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો. આ તેલની માલિશ વાળમાં કરવાથી વાળ કાળા અને ચમકદાર બને છે. અને વાળ અકાળે સફેદ નથી થતાં અને વાળને પોષણ મળે છે.

ગરમ જેતૂનના તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિકક્ષ કરી તેનું પેસ્ટ બનાવો. નહાવા જતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય બાદ વાળ ધોઈ લો. આનાથી વાળ તો ખરતા બંદ થાય જ છે સાથે વાળની અનેક સમસ્યા પણ દૂર થાય છે અને વાળ હેલ્ધી રહે છે.

જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર સાંજ ઘસતા રહેવું. આથી ત્યાં વાળ વધુ થશે. બે ભાગ કીસમીસ અને એક ભાગ એળીયાને પાણીમાં વાટી માથા પર લેપ કરી સુઈ જવું. પ્રયોગ નીયમીત કરવાથી વાળનો જથ્થો વધે છે કે માથાની ટાલ દુર થાય છે. બધા કેસમાં સો ટકા સફળતા મળતી નથી, પરંતુ નોંધપાત્ર ફરક પડી શકે.

અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવું બનાવી રાતે સુતી વખતે માથા પર લેપ કરવો. સવારે બરાબર સાફ કરી માથું ખંજવાળી બધે ઘી ઘસી થોડી વાર કુમળા તડકામાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે. ટાલ પડવાની શરુઆત થઈ હોય તો તે અટકે છે.

દરરોજ રાતે પાકા કેળાને છુંદી, મસળી તેમાં લીંબુનો રસ નાખી ફરીથી મસળીને મીશ્રણ માથા પર બધે વ્યવસ્થીત લેપ કરી સુઈ જવું. સવારે સાદા પાણીથી માથું ધોઈ નાખવું. ચારેક મહીના સુધી દરરોજ નીયમીત પ્રયોગ કરવો. કેળાંનું પ્રમાણ વાળના જથ્થા મુજબ લેવું, તથા એક આખું મોટું કેળું હોય તો બે લીંબુ અને અડધું કેળું હોય તો એક લીંબુ લેવું.

વડનાં પાન સુકવી તેના પર અળસીનું તેલ ચોપડી બાળીને બનાવેલી રાખને ચારગણા વજનના અળસીના તેલમાં મીશ્ર કરી દરરોજ રાતે સુતી વખતે માથા પર જે ભાગમાં વાળ ઓછા હોય ત્યાં ઘસી માલીશ કરતા રહેવાથી ઘણા દીવસો પછી વાળ વધવા લાગે છે. માથે ટાલ પડી ગઈ હોય તો તે પણ મટે છે.

માથાની ટાલ પર ભાંયરીંગણીના પાનના રસની દરરોજ ૨૦ મીનીટ માલીશ કરવાથી વાળ ફરીથી ઉગી ટાલ મટે છે. ૧-૧ ચમચી શંખપુષ્પીનું ચુર્ણ દરરોજ સવાર, બપોર, સાંજ નીયમીત લેવાથી કે ૧-૧ કપ શંખપુષ્પીનું શરબત પીવાથી માથાના વાળનો જથ્થો વધે છે અને વાળ સુંદર તથા લાંબા થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top