શનિવાર એટલે હનુમાનજી મહારાજનો વાર, શનિવાર એટલે આપણી ગુજરાતી ભોજન પરંપરામાં બપોરે અડદની દાળ અને રોટલો ખાવાનો વાર. બધા કઠોળમાં અડદ એક જ એવું કઠોળ છે જે નેચરલી ટેસ્ટોટેરોન બુસ્ટ વધારનાર છે. અડદની દાળ સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારિક સાબિત થાય છે. આ સાથે અડદની દાળને પલાળીને તેને વાટીને કપાળ પર લેપ કરવાથી નકસીર અને ગરમીમાં થનાર માથાના દુખાવામાં પણ આરામ મળે છે.
જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઈ રહ્યા હોય તો અડદના લોટને ગુલાબજળમાં મિક્સ કરીને તેને દાગવાળી જગ્યા પર રોજ લગાવો. ચાર મહિના સુધી સતત લગાવવાથી દાગ દૂર થઈ જશે. અડદની દાળ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યાને બરાબર કરવામાં મદદ કરે છે. ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન એક એવી સમસ્યા છે જેમાં પુરુષોના પ્રાઈવેટ પાર્ટ ઈન્ટરકોસ દરમિયાન સંપૂર્ણ રીતે ઉત્તેજિત થઈ શકતા નથી.
અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ. કદાચ અડદના આ માંસવર્ધક પૌષ્ટિક ગુણને લીધે જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખાવાનું ગોઠવાયું લાગે છે.
અડદની દાળ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલને મેન્ટેઈન કરે છે. આથી પુરુષોએ તો રોજ અડદની દાળ ખાવી જોઈએ. તેનાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ વધશે અને સેક્સ લાઈફ સુપરડુપર બનશે. અડદની દાળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જે કામોત્તેજના વધારે છે. આથી અડદની દાળને સેક્સ લાઈફ માટે ખાસ રેકમન્ડ કરવામાં આવે છે.
શરીર માટે ઘી ખૂબ જ જરૂરી છે એમાં પણ જો ઘી ની સાથે અડદની દાળને પીસીને તેની અંદર દૂધ ભેળવીને તેની ખીર બનાવો. ત્યારબાદ તેમાં ખાંડ ભેળવી તેને ખાવ. આનાથી પણ સેક્સ્યુઅલ શક્તિમાં વધારો થાય છે. અડદમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોવાથી તેનું સેવન કરવાથી સારી શુક્ર વૃદ્ધી થાય છે.
અડદની દાળને 3-4 કલાક પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ તેને વાટી તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. ત્યારબાદ તેને ઘીમાં તાપે તેલમાં તળીને ખાવાથી શુળ મટે છે. ધાવણ વધારનાર અને વાયુના રોગો મટાડનાર કહેવાયા છે.જે પ્રસૂતા સ્ત્રીઓને ધાવણ ઓછું આવતું હોય એવી સ્ત્રીઓએ અડદની દાળનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.
રાત્રે થોડી અડની દાળને પલાળી દો. ત્યારબાદ તેને સવારે વાટીને દૂધ કે સાકર સાથે મિક્સ કરી ખાવ. રોજ આ પ્રોસેસ કરવાથી તમને શરીરમાં હૃદયને લગતી બિમારીઓ થતી અટકાવે છે. અડદ પચવામાં ભારે, મળમૂત્ર સાફ લાવનાર, રુચિકારક, બળપ્રદ, શુક્રના દોષો દૂર કરી શુક્રજંતુઓ વધારનાર, મસા, મોઢાનો લકવા, આમાશય, શૂળ, શ્વાસ, આહાર પચ્યા પછી પેટમાં થતો ધીમો દુખાવો વગેરે અડદના સેવનથી મટે છે.
પંજાબીઓ અને કાઠિયાવાડીઓ અડદનો વધારે ઉપયોગ કરે છે. આ કારણથી જ તેઓ બળવાન અને સાહસિક છે. અડદ ની દાળને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લગાવો. માથામાં જો ટાલ પડી હશે તો વાળ આવવા લાગશે.
અડદ વાયુથી થતી વિકૃતિઓનો નાશ કરે છે. અડદિયો વા અથવા ફેસ્યલ પેરાલિસીસમાં અડદ ઉત્તમ પરિણામ આપે છે. આ વિકૃતિમાં અડદના લોટમાં વાયુનાશક ઔષધો નાંખીને તલના તેલમાં બનાવેલાં વડાં ખાવા આપવાની સૂચના અપાય છે. આ ઉપરાંત હાથપગનો કંપ, સંધિવા, લકવા વગેરેથી વિકૃતિઓમાં વાતજન્ય કારણો જ્ઞાનતંતુઓની ક્રિયાશીલતાને અટકાવે છે.