અમેરિકા એક સંશોધનમાં દાવો કરાયો છે કે ભારતમાં વેચાતા આયોડિન ધરાવતા મીઠામાં એક ખતરનાક કેમિકલ હોય છે જેના કારણે કેન્સર થઈ શકે છે તે ઉપરાંત નપુંસકતા પણ આવી શકે છે.
રોજિંદા ખોરાકમાં આયોડિનનું પ્રમાણ વધારવા માટે થયેલા પ્રચારને પગલે મીઠામાં આયોડિન ઉમેરીને વેચવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકાની વેસ્ટ એનાલિટિકલ લેબોરેટરી દ્વારા ભારતમાં વેચાતા વિવિધ આયોડિન યુક્ત મીઠાની તપાસ કરવાનું પણ સુચન કર્યું છે.
જાણકારોના મતે આયોડિન મીઠાના કારણે લોકોને ગંભીર બીમારી થઈ શકે છે. વેસ્ટ એનાલિટિકલ લેબોરેટરીના સંશોધનમાં એવો પણ ખુલાસો થયો કે એક કિલો મીઠામાં ૧.૯૦ થી ૪.૯૧ મિલિગ્રામ સુધી પોટેશિયમ ફેરોસાયનાઈડ મળેલું હોય છે અને તે માટે કેન્સર માટે પર્યાપ્ત છે. અમેરિકા અને જર્મની સહિત ૫૬ દેશોએ મીઠામાં પોટેશિયમ ફેરોસાયનાઈડ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વધારે પડતું મીઠું હાડકામાં રહેલું કેલ્શિયમ છીનવી શકે છે જે યુરિન વાટે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેનાથી આપણા હાડકા કમજોર પડી જાય છે અને હાડકાંને લગતી બીમારીઓ પણ થઈ શકે છે.
શરીરમાં જેટલું વધારે મીઠું હશે તેટલું વધારે તેને ઓગળવા માટે પ્રવાહી જોઈએ છે, આવા વખતે કોશિકાઓ પાણી શોષી લે છે અને લોહી નું ક્ષેત્રફળ વધી જાય છે. આનાથી ધમનીઓ તેમ જ રદય ને વધારે લોહી પંપ કરવું પડે છે. જેના કારણે થોડા સમય બાદ ધમનીઓ અકળાવા લાગે છે જે બ્લડ પ્રેશર વધારવામાં જવાબદાર છે.
મીઠું જો વધારે માત્રામાં ખવાય તો સફેદ ઝેર સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી તમારી કિડની ને પણ નુકશાન થઇ શકે છે. અને જ્યારે ડાયાબિટીસ અથવા વધારે બીપીની સમસ્યા હોય ત્યારે કિડની ડૅમેજ થઈ શકવાના ચાન્સ વધી જાય છે. આથી મીઠું કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
ડાયાબિટીસ અને હાઈપરટેન્શન એકબીજાથી જોડાયેલા રોગ છે. વધારે પડતું મીઠું લેવાને કારણે હાઇપર ટેન્શન થાય છે અને જે તમારા શુગર લેવલને પણ પ્રભાવિત કરવામાં જવાબદાર બની શકે છે. આથી મીઠું કાયમ માપસર જ ખાવું જોઈએ. વિશ્વ આરોગ્ય સંગઠને (ડબ્લ્યૂએચઓ) સમગ્ર વિશ્વ સમુદાયને ચેતવણી આપી હતી કે આયોડિન યુક્ત મીઠામાં ખતરનાક કેમિકલ હોય છે અને તેને કારણે શરીર પર નકારાત્મક અસરો પડે છે.
ખાદ્ય મીઠાનું ઉત્પાદન કરતી મોટાભાગની કંપનીઓ આયોડિન અને સાયનાઇડ જેવા ખતરનાક કેમિકલો સાથે ઓદ્યોગિક વેસ્ટને રિપેકેજ કરે છે અને તેને પેકેજ્ડ ખાદ્ય મીઠા તરીકે બજારમા મૂકે છે, આ મીઠું ખાવાને કારણે કેન્સર, નપુસકતા, કિડની ફેઇલર જેવા રોગો થઈ શકે છે.
વધારે પડતું મીઠું લેવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તે વાત ભારતીયોને સમજાઈ ગઈ છે. તેથી તેઓ તેમના ખાનપાનની ટેવો સુધારી રહ્યાં છે. મોટાભાગના ભારતીય લોકો તેમના ખાવાપીવાની ટેવો સુધારી રહ્યાં છે અને આહારમા મીઠાનો ઉપયોગ ઓછો કરી રહ્યાં છે.
એક અમેરિકીન લેબોરેટરીએ તેના અધ્યયનમાં એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આયોડિન મીઠામાં ખતરનાક કેમિકલ ભેળવેલું હોય છે. જે લોકોને નપુસંક બનાવી શકે છે. આ મીઠું કેન્સરનું કારણ પણ બની શકે છે.
શોધકર્તાઓએ પોતાના અધ્યયનમાં આયોડિનયુક્ત મીઠાને માનવ આરોગ્ય માટે ઘાતક ગણાવ્યું છે અને તેનાથી કેન્સર, લકવો, હાઇ બ્લડપ્રેશર, ખૂજલી, સફેદ ડાઘ, નપુંસકતા, ડાયાબિટીસ અને પથરી જેવા ૪૦ કરતા પણ વધારે બીમારીઓ થવાનો સંભવ રહે છે. જોકે સિંધવ મીઠું ખાવાને કારણે આવા કોઈ લક્ષણો જણાયા નહોતા. આથી સિંધવ મીઠું ખાવું વધારે સારું હોવાનું તારણ આપવામાં આવ્યું હતું.