જાણો આંખ ના સોજા, દુખાવા, મોતિયા થી લઈ ને અનેક આંખ ની સમસ્યા માંથી છુટકારો મેળવવાના ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જો સમયસર પોતાની આંખોની દ્રષ્ટિ અને એમાં પરેશાનીઓના કારણો પર ધ્યાન આપવામાં ન આવે તો તકલીફો વધી જાય છે. એવામાં ઘણા કિસ્સામાં આંખોનું ઓપરેશન કે દવાનો ઉપયોગ કરીને પણ આંખોની દ્રષ્ટિ પાછી યથાવત નથી થઇ શકતી. જો કે કેટલાક ઘરેલુ ઉપાય છે કે જેના દ્વારા આંખોની આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

આંખ આવવી અને આંખ ની બળતરા:

લીંબુ અને ગુલાબજળને સમાન માત્રામાં મિશ્રણ કરી એક-એક કલાકના અંતરે આંખોમાં આંજવાથી અને હળવો શેક કરવાથી એક જ દિવસમાં આવેલી આંખોમાં રાહત થઇ જાય છે.એક ચપટી શુદ્ધ ફટકડીને બે ચમચા ગુલાબ જળમાં બરાબર ઘૂંટી એક-બે ટીપા થોડી થોડી વારે આંખમાં આંજતા રહેવાથી આંખ આવવાનો ચેપીરોગ ધીરે-ધીરે દૂર થવા લાગે છે.ગાયનું માખણ આંખો પર ચોપડવાથી બળતરા મટે છે.આંખો ખૂબ બળતી હોય લાલ રહેતી હોય તો ગુલાબજળનાં ટીપાં નાખવાથી લાભ થાય છે.20 ગ્રામ દ્રાક્ષ ને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી, સાકર મેળવી પીવાથી આંખોની ગરમી અને બળતરા મટે છે.

આંખોની લાલાશ તેમજ આંખો નું તેજ:

જામફળ ના પાન ની પેટીસ બનાવી રાત્રે સૂતી વખતે આંખ ઉપર બાંધવાથી આંખોનું દર્દ મટે છે. હળદરનો ગાંગડો તુવેરની દાળમાં બાફી છાંયડે સૂકવીને, પાણીમાં ઘસી, સૂર્યાસ્ત પહેલા બે વાર આંખમાં આંજવાથી આંખોની રતાશ મટે છે.આમળાના પાણીથી આંખ ધોવાથી અથવા ગુલાબ જળ નાખવાથી લાભ થાય છે.આંખ લાલ રહેતી હોય તો જેઠીમધનો ટુકડો પાણી સાથે ચંદનની જેમ ઘસી, રૂ નો પાયો બનાવી આંખ બંધ કરી ઉપર મૂકી દેવો જ્યાં સુધી રાખી શકાય ત્યાં સુધી રાખવાથી અને દરરોજ પ્રયોગ કરતા રહેવાથી આંખની લાલાશ જતી રહે છે.હિંગ મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.

ત્રિફળા ના ત્રણ ચાર ગ્રામ ચૂર્ણ માં એક ચમચી મધ અને એક ચમચી ગાયનું ઘી મેળવીને રોજ રાતે સૂતા પહેલાં ચાટી જવું આ પ્રયોગ જીવનભર કરી શકાય એનાથી આંખોનું તેજ વધે છે અને આંખોનું રક્ષણ થાય છે.ગાયના તાજા દૂધમાં પોતા આંખ પર મૂકવાથી આંખોનું તેજ વધે છે.પગને તળિયે ગાયનું ઘી પંદરથી વીસ મિનિટ નિયમિત રીતે ઘસવાથી આંખોનું તેજ વધે છે.

આંખની સંભાળ:

દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે બે-ત્રણ વાર ઠંડા પાણીની છાલકો મારવાથી આંખનું તેજ વધે છે.ગરમીના દિવસોમાં ખુલ્લા પગે ક્યાંય પણ જવું નહીં કેમકે ગરમી લાગવાથી આંખને નુકસાન થાય છે.શિર્ષાસન અને નિયમિત વ્યાયામ કરવો.રાત્રે સૂતી વખતે ત્રિફળા ની ફાકી દૂધ સાથે લેવી. જેથી કબજિયાત ન રહેતા આંખની ગરમી ઘટી જાય છે બળતરામાં પણ રાહત થાય છે. વીજળીની બતિએ વધુ ન વાંચવું.

આંખ દુખવી:

ગાયના દૂધમાં રૂ પલાળી તેની ઉપર ફટકડી ની ભૂકી છાંટી આંખો પર બાંધવાથી દુખતી આંખો મટે છે.ચાર પાંચ બદામ રાત્રે પાણીમાં પલાળી સવારે છોલીને ખૂબ ચાવીને ખાવી. આ પછી થોડી વારે એ બદામ પલાળેલું પાણી પણ પી જવું.આ પ્રયોગ નિયમિત કરવો અને એક પણ દિવસ ખાલી જવા દેવો નહીં. થોડા જ દિવસોમાં આંખો દુખતી બંધ થઈ જશે.આંખોને શ્રમ પહોંચવાને લીધે આંખો દુખતી હોય તો આદુનો રસ કપડાથી ગાળી બબ્બે ટીપાં મૂકવાથી મટે છે. શરૂઆતમાં એનાથી આંખમાં બળતરા થશે પરંતુ પછીથી રાહત માલુમ પડશે.

આંખ ના રોગો:

દરરોજ રાત્રે એક ચમચો ત્રિફળાનું ચૂર્ણ ઠંડા પાણીમાં પલાળી સવારે નીતર્યા પાણીને ગાળી આંખમાં નાખવું. નીચે ચૂર્ણ નો રગડો વધે તે પી લેવાથી પેટ અને આંખના કોઈ જ રોગ થતા નથી અને થયા હોય તો મટી જાય છે.સફરજનની અંગારા માં શેકી, કચરી, પેટીસ બનાવી રાત્રે આંખ પર બાંધવાથી થોડા જ દિવસોમાં આંખનું ભારેપણું, દ્રષ્ટિમંદતા અને પીડા વગેરે મટે છે.આંખે ઠંડું પાણી છાંટવાથી આંખોની ગર્મી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.આંખ ની પાપણ ના વાળ ખરવાની શરૂઆત થાય કે તરત જો પાપણની એ જગ્યાએ ગેરુ ઘસવાનું ચાલુ કરી દેવામાં આવે તો પાંપણના વાળ ખરતા અટકી નવા વાળ પણ આવવા લાગે છે.

આંખના ફુલા:

સાકર સવાર-સાંજ આંજતા રહેવાથી થોડા જ દિવસોમાં આંખના ફૂલા મટે છે.હળદર ને સોળગણા પાણીમાં ઉકાળી બેવડ વાળેલા કપડા વડે એને ગાળીને શીશીમાં ભરી તેના બબ્બે ટીપાં દિવસમાં બે વાર આંખમાં નાખવાથી દુઃખતી આંખ ના ફૂલા મટે છે.હળદરનો ગાંગડો તુવેરની દાળમાં બાફી છાંયડે સૂકવીને પાણીમાં ઘસી સૂર્યાસ્ત પહેલા બે વાર આંખમાં આંજવાથી ધોળા ફૂલા મટે છે.ડુંગળીનો 250 ગ્રામ રસ કાઢી તેમાં કપડું પલાળી, છાયડે સૂકવી, તે કપડા ની દિવેટ બનાવી, તલના તેલમાં સળગાવી, કાજળ મેષ પાડી આંખમાં આંજવાથી ફૂલુ મટે છે.

આંખની આંજણી:

હળદર અને લવિંગને પાણીમાં ઘસીને અથવા ચણાની દાળને વાટીને પાવડર લગાડવાથી ત્રણ દિવસમાં આંજણી મટે છે. મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.દાડમ ના તાજા રસનાં ચારપાંચ ટીપાં દિવસમાં ચારેક વખત થોડા દિવસ મુકતા રહેવાથી આંખની ખંજવાળ મટે છે.પોષણના અભાવે તથા મગજની નબળાઈ કે અન્ય કારણોના લીધે આંખે અંધારા આવતા હોય તો સુકા ધાણા અને સાકર સમભાગે ચાવી-ચાવીને પ્રમાણસર ખાવાથી રાહત થાય છે.

આંખોમાંથી પાણી નિકળવું:

કોઈ ખાસ ગંભીર નેત્રરોગ નહીં થયો હોય અને આંખોમાંથી પાણી નીકળ્યા કરતું હોય તો દરરોજ સવાર, બપોર, સાંજ અને રાત્રે એમ દિવસમાં ચાર વખત સંતરાનો એક ગ્લાસ તાજો રસ પીવો.બોરના ઠળીયાને પાણીમાં ઘસી દિવસમાં બે વાર એકાદ મહિના સુધી આંખમાં આંજવાથી નેત્ર સ્ત્રાવ બંધ થાય છે.આંખ સતત ભીની રહેતી હોય કે આંખમાંથી પાણી નીકળ્યા કરતું હોય તો દરરોજ રાત્રે પાંચ-સાત મરી ચાવી ઉપર એક ગ્લાસ હૂંફાળું દૂધ પીવું. આંખો ભીની રહેવાની ફરિયાદમાં આ એક સરળ અને અસરકારક ઉપાય છે.રાત્રે સૂતી વખતે એરંડિયું અથવા મધ આંખમાં આંજવાથી પીળાશ મટે છે.

આંખો ની કાળાશ:

આંખોની નીચેના કાળા ભાગ પર સરસિયાના તેલનું માલિશ કરવાથી અને સૂકા આમળાં અને સાકરનું ચૂર્ણ સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દૂર થાય છે.કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દિવસમાં જ આંખો નીચેના કાળા કુંડાળા દૂર થાય છે.બટાટાના રસમાં બે ત્રણ ટીપાં, ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂના પૂમડા બોળી આંખ ઉપર મૂકવાથી આંખો નીચેના કાળા કુંડાળા દૂર થાય છે.

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top