આંખ ચહેરાનો સૌથી આકર્ષક ભાગ છે. તેના દ્વારા વ્યક્તિ રંગ-બેરંગી દુનિયા જોઇ શકે છે. આંખો વગર કોઇપણ કામ સરળતાથી કરી શકાતું નથી. વધતા પ્રદુષણ, ખરાબ ખાણી-પીણી, મોબાઇલ કે કોમ્પ્યુટર પર કલાકો કામ કરવાથી આંખો ખરાબ થવા લાગે છે અને નંબર પણ આવી જાય છે. જેથી ચશ્મા પહેરવા પડે છે. તેથી આંખની સારી રીતે કાળજી કરવી ખૂબ જરૂરી છે. આંખોની દ્રષ્ટિ વધારવા માટે અને તેને સારી રાખવા માટે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું.
ગાજરમાં ફોસ્ફરસ, વિટામિન એ અને સી તેમજ આયર્ન વધુ માત્રામાં હોય છે, જેના કારણે ગાજર આંખો માટે ઘણાં અસરકારક માનવામાં આવે છે. જો નિયમિત કાચા ગાજર સલાડ ખાઓ અથવા તો ગાજરનો રસ કાઢીને રોજ પીઓ તો તેના કારણે તમારી આંખોને ઘણો ફાયદો થાય છે અને તેના કારણે તમારી દૃષ્ટિ ઘણી જ મજબૂત બને છે એના કારણે તમારા ચશ્માના નંબર પણ ઉતરતા જાય છે.
ત્રિફલા ને પાણી માં પલાળી રાખવા અને સવારે તેનાથી તમારી આંખો ધોઈ લેવી. આ આંખોને સ્વસ્થ રાખશે તેની સાથે આંખ ના નંબર પણ દૂર થશે. તાંબા ના જગ માં એક લિટર પાણી ભરવું અને તેને આખી રાત રહેવા દેવું. આ પાણી સવારે ખાલી પેટે પી લેવું. આ સિવાય, દિવસભર માત્ર તાંબા માં રાખેલું પાણી પીવો. તે આંખોના નંબર દૂર થાય છે.
ગાયના દૂધ માંથી બનેલા ઘી થી રોજ કાનના પાછળ ના ભાગમાં માલિશ કરો. તેનાથી આંખોની રોશની વધે છે. આંબળા નો મુરબ્બો બની ગયા પછી, તેને દિવસ માં બે વખત ખાવાથી આંખોના નંબર દૂર થાય છે. જીરું અને મિશ્રી ને સમાન પ્રમાણ માં પીસી લેવું. દરરોજ તેને 1 ચમચી ઘી સાથે ખાઓ. તેનાથી તમારી આંખો ના નંબર દૂર થઇ જશે. એલચીના બે આખા ટુકડા લઇ પીસીને દુધમાં નાખો. દૂધને ઉકાળીને રાત્રે સુતા પહેલા પી લેવું. આ આંખોને સ્વસ્થ બનાવે છે.
અડધી ચમચી માખણમાં, પાંચ કાળામરી પીસેલા અને તેમાં અડધી ચમચી પીસેલી મિશ્રી મિક્સ કરી સવારે ખાલી પેટ ખાવી. ત્યાર પછી નાળીયેરના ત્રણથી ચાર ટૂકડા ચાવીને ખાવ ત્યાર પછી વરીયાળી ખાવી અને ત્યાર પછી બે કલાક સુધી કંઈ ન ખાવું. તેમજ કોઈ પ્રવાહી પણ ન લેવું. આ એકદમ દેશી ઉપાય છે જેના નિયમિત પ્રયોગથી આંખના નંબર દૂર થાય છે તેમજ આંખમાં બળતરા કે દુઃખાવો થતો હશે તે પણ દૂર થશે.
લીલા શાકભાજી ખાવા જોઈએ જેમકે, લીલા ધાણા/કોથમીર ખાવાથી આંખોનું તેજ વધે છે અને રોજે લીલા ધાણાનું જ્યુસ પણ કરીને પીવું જોઈએ જેનાથી આંખોના નંબર ઓછા થવામાં મદદ મળે છે. ત્યાર બાદ ગાજર, બીટ વગેરે પણ વધુ ખાવાના રાખો. થોડી બદામ, સૂકી દ્રાક્ષ અને વરિયાળી આ ત્રણ વસ્તુને પીસીને તેનું ચૂર્ણ બનાવી લો, તેણે રાત્રે સૂતા પહેલા દૂધ સાથે લેવાથી આંખોની દ્રષ્ટિ વધે છે અને તે આંખોના નંબર વધવા દેતું નથી. દૂધ થોડું હુંફાળું ગરમ લેશો તો વધુ સારું પરિણામ મળી શકશે.
શેરડી અને કેળાના સેવનથી આંખોના નંબર દૂર થાય છે. શેરડીના એક ગ્લાસ રસમાં એક અર્ધુ લીંબુ નિચોવીને પીવાથી આંખોની દ્રષ્ટિનું તેજ વધે છે. શેરડીમાં ઘણા એવા તત્વ હોય છે આંખોને ઠંડક પણ આપે છે અને શરીર માટે પણ ખુબજ ફાયદાકારક હોય છે. ગુલાબ જળને આંખોમાં ટીપાં નાખવાથી આંખોને રાહત મળે છે આ કાર્ય 2 કલાકના અંતરે કરવું રાત્રે સૂતા સમયે પેલા એક વાર નાખવા અને 2 કલાક પછી બીજી વાર નાખી સૂઈ જવું આંખોને ખુબ જ રાહત મળશે.
આપણે શક્કરિયાનો ઉપયોગ ખુબ જ ઓછો કરીએ છીએ. આ શક્કરિયા આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે તેમજ તેની અંદર રહેલ એન્ટિઓક્સિડન્ટ ગુણો આપણા શરીરમાંથી ખરાબ તત્વો બહાર કાઢવામાં મદદરૂપ થાય છે અને સોજા ઉતારવામાં મદદરૂપ થાય છે. આંખને લગતી કસરત કરો છો તો તે ખૂબ જ સારું પરિણામ આપે છે,ચશ્માના નંબર ઉતારવાના ઉપાય.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.